Tuesday, September 8News That Matters

ભાવનગરમાં તા.૧૦ તથા તા.૧૧ જૂનના જાહેરરજામાં જનસેવા કેન્દ્રો શરૂ રહેશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર 

       ભાવનગર મહાનગરપાલીકાના પશ્ચિમ ઝોનની કચેરી ખાતેનું જનસેવા કેન્દ્ર તથા ભાવનગર મહાનગરપાલીકાના પૂર્વ ઝોનની કચેરી ખાતેનું જનસેવા કેન્દ્રની કામગીરી તા.૧૦/૦૬/૨૦૨૩ ને શનિવાર તથા તા.૧૧/૦૬/૨૦૨૩ ને રવિવારની જાહેરરજામાં વિદ્યાર્થીઓ અરજદારોના હિતને ધ્યાનમાં રાખીને સવારે ૧૦-૩૦ થી સાંજનાં ૫ ૦૦ કલાક સુધી શરૂ રાખવામાં આવશે.  

હાલમાં શાળા કોલેજ તથા સંસ્થાઓમાં વિવિઘ પ્રકારના એડમીશનની પ્રક્રિયા શરૂ હોય, સીટી મામલતદાર, ભાવનગર ખાતે વિદ્યાર્થીઓ તથા અરજદારોનો ખુબ જ મોટા પ્રમાણમાં વિવિધ પ્રમાણપત્રો મેળવવા માટે ધસારો રહે છે. કોઈ વિદ્યાર્થી કે અરજદારોને તકલીફ ન પડે તે હેતુથી સીટી મામલતદાર કચેરી, ભાવનગર ખાતે આવેલ જનસેવા કેન્દ્ર ભાવનગર મહાનગરપાલીકાના પશ્ચિમ ઝોનની કચેરી ખાતેનું જનસેવા કેન્દ્ર તથા ભાવનગર મહાનગરપાલીકાના પૂર્વ ઝોનની કચેરી ખાતેનું જનસેવા કેન્દ્ર તા.૧૦/૦૬/૨૦૨૩ ને શનિવાર તથા તા.૧૧/૦૬/૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૧૦-૩૦ કલાક થી સાજનાં ૫-૦૦ કલાક સુધી શરૂ રાખવામાં આવશે.

ભાવનગર શહેરનાં રહીશો/અરજદારો અને વિદ્યાર્થીઓને તેમનાં જરૂરી વિવિધ પ્રમાણપત્રો ભાવનગર શહેરના ઉકત ૩ સ્થળોએ કાર્યરત જનસેવા કેન્દ્ર ખાતેથી આ બંને દિવસોમાં કાઢી આપવામાં આવશે તેમ સીટી મામલતદાર કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *