Tuesday, September 8News That Matters

તા.૧૦ અને ૧૧ જૂનની જાહેર રજાઓમાં વિદ્યાર્થીઓ/અરજદારોના હિતને ધ્યાનમાં રાખીને મામલતદાર કચેરી, ઘોઘામાં આવેલ જનસેવા કેન્દ્રની કામગીરી શરૂ રહેશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર 

       હાલમાં શાળા/કોલેજ તથા સંસ્થાઓમાં વિવિધ પ્રકારનાં એડમીશનની પ્રક્રિયા શરૂ હોય, મામલતદાર કચેરી, ઘોઘા ખાતે વિદ્યાર્થીઓ તથા અરજદારોનો ખુબ જ મોટા પ્રમાણમાં વિવિધ પ્રમાણપત્રો મેળવવા માટે ઘસારો રહે છે. જેથી કોઈ વિધાર્થી કે અરજદારો તકલીફ ન પડે તે હેતુથી મામલતદાર કચેરી, ઘોઘા ખાતે આવેલ જનસેવા કેન્દ્ર તા.૧૦/૦૬/૨૦૨૩ ને શનિવાર તથા તા.૧૧/૦૬/૨૦૨૩ ને રવિવારનાં રોજ સવારે ૧૦-૩૦ કલાક થી સાંજનાં ૦૫-૦૦ કલાક સુધી શરૂ રાખવામાં આવશે.

ઘોઘા તાલુકાનાં રહીશો/અરજદારો અને વિદ્યાર્થીઓને તેમનાં જરૂરી વિવિધ પ્રમાણપત્રો જનસેવા કેન્દ્ર ખાતેથી આ બંને દિવસોમાં કાઢી આપવામાં આવશે જેથી બહોળા પ્રમાણમાં આનો લાભ લેવા મામલતદાર, ઘોઘા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *