Tuesday, September 8News That Matters

જીલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને અમૃત સરોવરના બ્યુટીફીકેશનની કામગીરીની બેઠક યોજાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષ સ્થાને આયોજન ખંડમાં ભાવનગર જીલ્લામાં બનેલ ૮૬ અમૃત સરોવર અંતર્ગત અમૃત સરોવરના બ્યુટી ફીકેશનની કામગીરી અંતર્ગત બેઠક સી.એસ.આર કંપની/સંસ્થા/દાતા તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા તલાટી કમ મંત્રીશ્રી/વહીવટદારશ્રી સાથે યોજાઈ.

જેમાં અલગ અલગ કંપની/સંસ્થા નાં પ્રતિનિધિઓ તેમજ દાતાઓ જેમ કે નીતેશભાઈ પીંડારીયા સૂઝલોન કંપની, જીતેનભાઈ છાગાણી ભાવનગર પોર્ટ, ધનંજય કુમાર ગુજરાત હેવી કેમિકલ્સ લી. મનસુખભાઈ નીરમા લી. ઉદયભાઈ ભટ્ટ શીપ રીસાયક્લીંગ એસોસિયેશન, પ્રવીણભાઈ સાપરિયા સુમીટોમો કેમિકલ ઇન્ડીયા લી. કેરેસિલ લી. પ્રતિનિધિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જેઓને કલેકટર દ્વારા અમૃત સરોવરના સ્થળ ઉપર બ્યુટી ફીકેશનની કામગીરી જેમ કે વ્રુક્ષારોપણ, ફ્લેગ હોસ્ટીંગ પોલ, બેચવા માટે બાકડા (બેન્ચીસ), સ્ટોન પીચીંગ, બ્લોક પેવીંગ, સ્ટ્રીટ લાઈટ, વોક વે, બાળકો માટે રમત ગમતનાં સાધનો વગેરે માટે સહકાર આપી ગ્રામ કક્ષાએ એક સુંદર અમૃત સરોવરનું નિર્માણ થાય તે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતા. આ મીટીંગમા જીલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી જયશ્રીબેન ઝરૂ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *