Tuesday, February 17News That Matters

Author: Admin Admin

આતાપી સેવા ફાઉન્ડેશન,ગજેરા દ્વારા કારેલી ગામ ખાતે મહિલા ખેડૂત દિવસ ની ઉજવણી

આતાપી સેવા ફાઉન્ડેશન,ગજેરા દ્વારા કારેલી ગામ ખાતે મહિલા ખેડૂત દિવસ ની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભરૂચ        આતાપી સેવા ફાઉન્ડેશન દ્વારા કારેલી ગામે મહીલા ખેડુત દિવસ ની ઉજવણી કરવામા આવી. જેમાં ખેતી કાર્યમા મહિલાઓ નુ મહત્વ પૂર્ણ યોગદાન ને પ્રકાશિત કરવામા આવ્યું. આ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા કરવામા આવતા ખેતી ના મહત્વ પૂર્ણ કર્યો જેવા કે, વાવણી, નિંદામણ, લણણી તેમજ પ્રકૃતિક કૃષિ ને ધ્યાનમા રાખી ને ચર્ચા કરવામા આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત કારેલી ગામના ભાઈઓ, બહેનો અને આતાપી સેવા ફાઉન્ડેશન ના કર્મચારી સરદારસિંહ ગોહિલ, અસ્મિતાબેન, જલ્પાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. Advt....
નવરાત્રી પર્વ બાદ માં દુર્ગાની મૂર્તિઓના વિસર્જનને અનુસંધાને પોલીસ કમિશનરનું જાહેરનામુ

નવરાત્રી પર્વ બાદ માં દુર્ગાની મૂર્તિઓના વિસર્જનને અનુસંધાને પોલીસ કમિશનરનું જાહેરનામુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત      સુરત શહેરમાં તા.૩ થી ૧૨ ઓકટોબર દરમિયાન થઈ રહેલી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી બાદ કરાતા માં દુર્ગાની મૂર્તિઓના વિસર્જનમાં કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા જાહેર ગાઈડ લાઇનને આધારે પર્યાવરણની જાળવણીને ધ્યાને લઈ મૂર્તિઓનું વિસર્જન થાય તેમજ વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમ સિંહ ગહલૌત દ્વારા એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. જે અનુસાર માતાજીની માટીની મુર્તિઓ બેઠક સહીતની ૪ ફૂટ કરતા વધારે ઊંચાઇની કે પી.ઓ.પી.ની મૂર્તિ બનાવવા, વેચવા, સ્થાપના કરવા, તથા જાહેર માર્ગો ઉપર પરીવહન કરવા ઉપર, S.M.C. દ્વારા વિસર્જન માટે નિયત કરવામાં આવનાર સ્વીકાર કેન્દ્રો સિવાયના અન્ય કુદરતી સ્થળે મુર્તિઓના વિસર્જન કરવા ઉપર, મુર્તિઓ બનાવવાની જગ્યાની આજુબાજુ કોઈ પ્રકારની ગંદકી કરવા કે મુર્તિ રોડ ઉપર જાહેરમા...
સ્વચ્છતા હી સેવા અંતર્ગત નવયુગ કોમર્સ કોલેજ ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ

સ્વચ્છતા હી સેવા અંતર્ગત નવયુગ કોમર્સ કોલેજ ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ

Gujarat
હિન્દ ન્યુઝ, સુરત      રાજય સરકારના શિક્ષણ વિભાગના આદેશાનુસાર "સ્વછતા હી સેવા 2024" અભિયાન અંતર્ગત આજ રોજ નવયુગ કોમર્સ કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા "સ્વછતા હી સેવા"ના વિષય સાથે "ચિત્ર સ્પર્ધા"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રિન્સિપાલ ડો. વિનોદભાઈ પટેલે વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઈનામ એનાયત કર્યા હતા. કાર્યક્રમને અંતે સ્વછતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડો. અંકિતા ઝાડેશ્વરીયા અને આભાર વિધિ ડો. રૂપેશભાઈ દવે દ્વારા કરવામાં આવી હતી....
આણંદના મૂક બધિર રચનાબેન માટે ખુશીનો પર્યાય બનતો ગરીબ કલ્યાણ મેળો

આણંદના મૂક બધિર રચનાબેન માટે ખુશીનો પર્યાય બનતો ગરીબ કલ્યાણ મેળો

Gujarat
હિન્દ ન્યુઝ, આણંદ          આણંદ જિલ્લામાં યોજાયેલા જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળા થકી જિલ્લાના ૧,૯૭૬ લાભાર્થીઓને રૂપિયા ૩.૨૩ કરોડની સાધન - સહાય અર્પણ કરવામાં આવી હતી. જિલ્લાના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો. આ લાભાર્થીઓમાં આણંદ જિલ્લાના તારાપુરના રહેવાસી મૂકબધિર રચનાબેન ઠક્કરનો પણ સમાવેશ થાય છે. રચનાબેન પોતે પાપડ બનાવવાનો ગૃહ ઉદ્યોગ કરી તેમના પતિને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થાય છે. તેમને આ ગરીબ કલ્યાણ મેળામાં સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતી દિવ્યાંગ સાધન સહાયની યોજના અંતર્ગત પાપડ બનાવવાની કીટ સાધન સહાય રૂપે અર્પણ કરવામાં આવી હતી. આણંદના ગોકુલધામ, નાર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં દિવ્યાંગ સાધન સહાયની યોજના અંતર્ગત રચનાબેન ઠક્કરને પાપડ બનાવવાની કીટ મળતા તેમણે તેમની સાઈન લેન્ગ્વેજ દ્વારા આનંદની લાગણી વ્ય...
કલેકટરની અધ્યક્ષતામાં આણંદ ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અને “સ્વાસ્થ્ય પરિષદ” ની રચના કરાઈ

કલેકટરની અધ્યક્ષતામાં આણંદ ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અને “સ્વાસ્થ્ય પરિષદ” ની રચના કરાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ     રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકામ અધિકારી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને ‌ કલેકટર કચેરી આણંદ ખાતે સ્વાથ્ય પરિષદની પ્રથમ મીટીંગ યોજાઈ હતી જેમાં જિલ્લા કક્ષાની કમિટીની રચના કરવામાં આવી હતી, અને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કરવાની થતી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.         આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાની કમિટીની રચના કરવામાં આવી છે જેનાં દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં ૧૦ થી ૧૯ વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા કિશોર - કિશોરીઓનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં કિશોરવયની છોકરીઓ અને છોકરાઓમાં કુપોષણનો આયૅન ઉણપ નો વ્યાપ ઓછો કરવો, જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય સંબંધમાં માહિતી વલણ, વર્તનમાં સુધારો કરવો, જન્મ સજ્જતા જટિલતા તત્પરતા માં સુધારો ક...
કાલાવડમાં દેશી દારૂ નાં બુટલેગર પતિ, દિયર અને સાસુ દ્વારા પરણીતાને માર મારતા પોલીસ ફરિયાદ

કાલાવડમાં દેશી દારૂ નાં બુટલેગર પતિ, દિયર અને સાસુ દ્વારા પરણીતાને માર મારતા પોલીસ ફરિયાદ

Gujarat
 દેશી 🥂 દારૂનો બુટલેગર બન્યો બેફામ હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ        જામનગર જિલ્લાના કાલાવડ ખાતે દેવીપુજક વાસમાં રહેતા અને આ જ વાસમાં કાલાવડ ટાઉન પોલીસની રહેમ નજર હેઠળ દેવરાજ વિઠ્ઠલ સોલંકી અને તેનો નાનો ભાઈ કેતન વિઠ્ઠલ સોલંકી ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો કરે છે અને દેશી દારૂના બુટલેગર એવા દેવરાજ દ્વારા એની પત્ની આરતીબેનને છેલ્લા ઘણા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોય અને એક વર્ષ પહેલાં ઘરકંકાસના કારણે દેવરાજ ની પત્ની એવા આરતીબેને પોતાનું જીવન ટૂંકાવવા એસિડ પીધાનો કિસ્સો પણ ભૂતકાળમાં બનવા પામ્યો હતો અને આ ઘરકંકાસના કારણે આરતીબેન છેલ્લા ઘણા સમયથી મોડપર ખાતે તેઓના માતા-પિતા સાથે રહેતા હોય, આજરોજ બુટલેગર દેવરાજ એ તેની પત્ની આરતીબેન ને ફોન દ્વારા કાલાવડ આવવા જણાવ્યું હતું. જેથી સાંજના આશરે ચાર વાગ્યના સુમારે પોતાના સાસરે દેવીપુજક વાસ કાલાવડ ખાતે આવ્યા બાદ, ઘરમાં આરામ કરતા હોય તે...
શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SRIA) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સન્માન સમારોહ યોજાયો

શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SRIA) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સન્માન સમારોહ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર       ભાવનગરના અલંગ ખાતે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SRIA) દ્વારા આયોજિત સન્માન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પમાં પોર્ટ લેડ ડેવલોપમેન્ટ અને શિપ રિસાયક્લીંગ ઉદ્યોગોના વિકાસથી વિકસિત ગુજરાત બનાવવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે.     મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાતે કાર્ગો પોર્ટ સંચાલન, સી-ફૂડ ઉત્પાદન અને શિપ રિસાઇક્લીંગ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે. આવનારા સમયમાં અલંગ ખાતે ગ્રીન શિપ રિસાયકલીંગને પ્રોત્સાહન આપીને કાર્બન ફૂટપ્રિન્ટમાં લગભગ ૯૦% ઘટાડો કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. એમ તેમણે ઉમેર્યું હતું. વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે, ૨૦૦૩માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટન...
કાસવીગોળીયા પ્રાથમિક શાળા ખાતે 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી

કાસવીગોળીયા પ્રાથમિક શાળા ખાતે 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, થરાદ      આજરોજ કાસવીગોળીયા પ્રાથમિક શાળા ખાતે 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ, બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી ધ્વજ વંદન કરવામાં આવેલ અને ત્યારબાદ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં દાતાઓ દ્વારા ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યો. ચૌધરી મહેશભાઈ ગણેશાજી તરફથી શાળાના તમામ બાળકોને ચોપડા અને બોલપેન તેમજ લુહાર કિરણભાઈ ખેમાજી તરફથી તમામ બાળકોને નોટ અને બોલપેન અને ગોસ્વામી શિવગીરી તરફથી તમામ બાળકોને બોલપેન અને નોટ આપવામાં આવી. બીજા દાતાઓ દ્વારા બાળકોને ચોકલેટ આપવામાં આવી. શાળા દ્વારા દરેક દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર : ખેતગીરી ગોસ્વામી, થરાદ ...
થરાદ તાલુકાના શેરાઉ ગામમાં સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી

થરાદ તાલુકાના શેરાઉ ગામમાં સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, થરાદ        78 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સરકારી માધ્યમિક શાળા શેરાઉના પ્રાંગણમાં શેરાઉ માધ્યમિક શાળા, શેરાઉ પ્રા.શાળા અને શેરાઉ ગોળીયા પ્રા.શાળા ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવેલ. સૌ ગ્રામજનો, વડીલો, વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શેરાઉ પંચાયતના સરપંચ ઇન્દ્રસિંહ ચૌહાણ નાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવી. સૌએ આ દેશની આન બાન શાન તિરંગા ની સલામી ઝીલી. ત્યારબાદ શાબ્દિક સ્વાગત થયું અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ કરવામાં આવી. જેમાં દેશભક્તિ કૃતિઓ, લોકજાગૃતિ કેળવે તેવા બાળ નાટકો અને નૃત્યો અલગ અલગ બાળકોએ પોતાના કલા કૌશલ્યને સૌ સમક્ષ રજૂ કર્યા.‌ નાનાથી કરીને મોટા સુધીના તમામ બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શિક્ષકોએ પણ તેમને ખૂબ સારી મહેનત કરાવી અને એક આગવી છટાઓથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. ગામમાંથી દાતાઓએ દાન ની સરવાણી પણ વરસાવી. બહોળી સંખ્યામાં સૌ ગ...
બાળ સંસદ ચૂંટણી બુકણા પ્રાથમિક શાળા ખાતે લોકશાહી ઢબે ચુંટણી યોજવામાં આવી

બાળ સંસદ ચૂંટણી બુકણા પ્રાથમિક શાળા ખાતે લોકશાહી ઢબે ચુંટણી યોજવામાં આવી

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી,      ૨૦મી જુલાઈના રોજ મહામંત્રી, પ્રાર્થના મંત્રી, આરોગ્ય મંત્રી ની બાળ સંસદની ઇલેક્ટ્રિક વોટીંગ મશીન( Evm) થી બાળ સંસદ ચૂંટણી બુકણા પ્રાથમિક શાળા ખાતે લોકશાહી ઢબે ચુંટણી યોજવામાં આવેલ જેમાં ચૂંટણી જાહેરનામું, ઉમેદવારી ફોર્મ ભરવું, ભુલ વાળા ફોર્મ રદ કરવા, ઉમેદવારી પાછી ખેંચવા, આદર્શ ચુંટણી બુથ, વોટિંગ પ્રકિયા, મત ગણતરી, વિજેતા ઉમેદવારો ની ઉજવણી તેમજ શપથવિધિ વગેરે તમામ વિધિ ખૂબ જ સુંદર રીતે યોજવામાં આવી. જેમાં શાળાના આચાર્ય પુંજાભાઈ ચૌહાણ તેમજ શાળાનો સમગ્ર શિક્ષકગણ નાં માર્ગદર્શન અને  એમનાા નેતૃત્વ નીચે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.               આ બાળ સંસદ ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ બાળકો ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તેમજ લોકશાહી ઢબે થતી ચૂંટણીથી પરિચિત થાય. આજના સમયમાં ચૂંટણીએ લોકશાહીની પારાશીસી ગણાય છે.          ...