હિન્દ ટીવી – ગુજરાતી, થરાદ
78 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સરકારી માધ્યમિક શાળા શેરાઉના પ્રાંગણમાં શેરાઉ માધ્યમિક શાળા, શેરાઉ પ્રા.શાળા અને શેરાઉ ગોળીયા પ્રા.શાળા ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવેલ. સૌ ગ્રામજનો, વડીલો, વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શેરાઉ પંચાયતના સરપંચ ઇન્દ્રસિંહ ચૌહાણ નાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવી. સૌએ આ દેશની આન બાન શાન તિરંગા ની સલામી ઝીલી. ત્યારબાદ શાબ્દિક સ્વાગત થયું અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ કરવામાં આવી. જેમાં દેશભક્તિ કૃતિઓ, લોકજાગૃતિ કેળવે તેવા બાળ નાટકો અને નૃત્યો અલગ અલગ બાળકોએ પોતાના કલા કૌશલ્યને સૌ સમક્ષ રજૂ કર્યા. નાનાથી કરીને મોટા સુધીના તમામ બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શિક્ષકોએ પણ તેમને ખૂબ સારી મહેનત કરાવી અને એક આગવી છટાઓથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. ગામમાંથી દાતાઓએ દાન ની સરવાણી પણ વરસાવી. બહોળી સંખ્યામાં સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. ખરેખર આજનો પ્રોગ્રામ એક યાદગાર ક્ષણ બની રહેશે.
રિપોર્ટર : ખેતગીરી ગોસ્વામી, થરાદ
