હિન્દ ટીવી ગુજરાતી,
૨૦મી જુલાઈના રોજ મહામંત્રી, પ્રાર્થના મંત્રી, આરોગ્ય મંત્રી ની બાળ સંસદની ઇલેક્ટ્રિક વોટીંગ મશીન( Evm) થી બાળ સંસદ ચૂંટણી બુકણા પ્રાથમિક શાળા ખાતે લોકશાહી ઢબે ચુંટણી યોજવામાં આવેલ જેમાં ચૂંટણી જાહેરનામું, ઉમેદવારી ફોર્મ ભરવું, ભુલ વાળા ફોર્મ રદ કરવા, ઉમેદવારી પાછી ખેંચવા, આદર્શ ચુંટણી બુથ, વોટિંગ પ્રકિયા, મત ગણતરી, વિજેતા ઉમેદવારો ની ઉજવણી તેમજ શપથવિધિ વગેરે તમામ વિધિ ખૂબ જ સુંદર રીતે યોજવામાં આવી. જેમાં શાળાના આચાર્ય પુંજાભાઈ ચૌહાણ તેમજ શાળાનો સમગ્ર શિક્ષકગણ નાં માર્ગદર્શન અને એમનાા નેતૃત્વ નીચે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
આ બાળ સંસદ ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ બાળકો ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તેમજ લોકશાહી ઢબે થતી ચૂંટણીથી પરિચિત થાય. આજના સમયમાં ચૂંટણીએ લોકશાહીની પારાશીસી ગણાય છે.
આમ બુકણા પ્રાથમિક શાળામાં ખૂબ જ શાંતિપૂર્વક રીતે બાળ સંસદ ચૂંટણી યોજવામાં આવી હતી.
રિપોર્ટર : રમેશ ચૌધરી, વાવ
Advt.

