હિન્દ ટીવી – ગુજરાતી, થરાદ
આજરોજ કાસવીગોળીયા પ્રાથમિક શાળા ખાતે 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ, બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી ધ્વજ વંદન કરવામાં આવેલ અને ત્યારબાદ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં દાતાઓ દ્વારા ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યો. ચૌધરી મહેશભાઈ ગણેશાજી તરફથી શાળાના તમામ બાળકોને ચોપડા અને બોલપેન તેમજ લુહાર કિરણભાઈ ખેમાજી તરફથી તમામ બાળકોને નોટ અને બોલપેન અને ગોસ્વામી શિવગીરી તરફથી તમામ બાળકોને બોલપેન અને નોટ આપવામાં આવી. બીજા દાતાઓ દ્વારા બાળકોને ચોકલેટ આપવામાં આવી. શાળા દ્વારા દરેક દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : ખેતગીરી ગોસ્વામી, થરાદ
