હિન્દ ટીવી ગુજરાતી, ભરૂચ
આતાપી સેવા ફાઉન્ડેશન દ્વારા કારેલી ગામે મહીલા ખેડુત દિવસ ની ઉજવણી કરવામા આવી. જેમાં ખેતી કાર્યમા મહિલાઓ નુ મહત્વ પૂર્ણ યોગદાન ને પ્રકાશિત કરવામા આવ્યું. આ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા કરવામા આવતા ખેતી ના મહત્વ પૂર્ણ કર્યો જેવા કે, વાવણી, નિંદામણ, લણણી તેમજ પ્રકૃતિક કૃષિ ને ધ્યાનમા રાખી ને ચર્ચા કરવામા આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત કારેલી ગામના ભાઈઓ, બહેનો અને આતાપી સેવા ફાઉન્ડેશન ના કર્મચારી સરદારસિંહ ગોહિલ, અસ્મિતાબેન, જલ્પાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advt.

