Sunday, February 15News That Matters

કલેકટરની અધ્યક્ષતામાં આણંદ ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અને “સ્વાસ્થ્ય પરિષદ” ની રચના કરાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, આણંદ

    રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકામ અધિકારી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને ‌ કલેકટર કચેરી આણંદ ખાતે સ્વાથ્ય પરિષદની પ્રથમ મીટીંગ યોજાઈ હતી જેમાં જિલ્લા કક્ષાની કમિટીની રચના કરવામાં આવી હતી, અને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કરવાની થતી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

        આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાની કમિટીની રચના કરવામાં આવી છે જેનાં દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં ૧૦ થી ૧૯ વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા કિશોર – કિશોરીઓનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં કિશોરવયની છોકરીઓ અને છોકરાઓમાં કુપોષણનો આયૅન ઉણપ નો વ્યાપ ઓછો કરવો, જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય સંબંધમાં માહિતી વલણ, વર્તનમાં સુધારો કરવો, જન્મ સજ્જતા જટિલતા તત્પરતા માં સુધારો કરવો અને કિશોરોના માતાપિતા માટે પ્રારંભિક પેરેટીંગ અને સપોર્ટ પ્રદાન કરવો, કિશોરોની માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓ દુર કરવી, યોગા અને મેડીટેશન ઉપર ભાર મુકવો, કિશોરોમાં ઈજાઓ અને હિંસા, લિંગ આધારિત હિંસા) ને રોકવા માટે અનુકૂળ વલણનો પ્રચાર, કેન્સર, ડાયાબીટીશ, કાર્ડીઓ વેસ્કુલર રોગો અને સ્ટ્રોક જેવા બીન ચેપી રોગને રોકવા માટે કિશોરોમાં પરિવર્તનને પ્રોત્સાહન આપવું, કેફી પદાર્થ ના દુર ઉપયોગ ની પ્રતિકૂળ અસરો અને પરિણામ પત્યે કિશોરોની જાગૃતિ વધારવી જેવા હેતુઓને ધ્યાને રાખીને કામગીરી કરવામાં આવશે, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. દિપક પરમાર દ્વારા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *