Sunday, February 15News That Matters

Author: Admin Admin

સુરત શહેર પોલીસની અભિનવ પહેલ: પોલીસ પરિવારના યુવક-યુવતિઓના ભવિષ્ય ધડતર માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્રનું લોકાર્પણ કરતા ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંધવી

સુરત શહેર પોલીસની અભિનવ પહેલ: પોલીસ પરિવારના યુવક-યુવતિઓના ભવિષ્ય ધડતર માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્રનું લોકાર્પણ કરતા ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંધવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા પોલીસ પરિવારના યુવક-યુવતિઓને ભવિષ્ય ધડતર માટે તાલીમ સાથે માર્ગદર્શન મળી રહે તે માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્ર તથા પોલીસ શોપીંગ પ્લાઝા તથા સાયબર ક્રાઈમના રૂમોનું ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંધવીએ લોકાર્પણ કર્યું હતું. પોલીસ મુખ્ય મથક ખાતે તૈયાર થયેલા કેન્દ્રમાં પોલીસ પરિવારના બાળકોને કારકિર્દી માર્ગદર્શનની સાથે ઉત્તમ તાલીમ મળી રહે તે માટેના કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્રમાં સ્કીલ ડેવલપેમન્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ, કોમ્પ્યુટર સ્કીલ જેવી અનેક તાલીમો આપવામાં આવશે. પોલીસ શોપીંગ પ્લાઝામાંથી ડેરીની આઈટમો, શાકભાજી તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પોલીસ પરિવારોને રાહતદરે મળી રહેશે. આ અવસરે ગૃહરાજયમંત્રીએ પોલીસના પ્રયાસને બિરદાવીને જણાવ્યું હતું કે, રાજયની શાંતિ અને સલામતી માટે દિન-રાત ખડેપગે રહેતા પોલીસ જવાનોના યુવક-...
સુરતના નાની વેડ સ્થિત સુમન સારથિ આવાસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરતા શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા

સુરતના નાની વેડ સ્થિત સુમન સારથિ આવાસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરતા શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત           સુરત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ પ્રમુખદર્શન સોસાયટી, નાની વેડ સ્થિત સુમન સારથિ આવાસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઈ સંવાદ સાધ્યો હતો. મંત્રીએ પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને LED બલ્બ અને છોડ અર્પણ કરી 'વીજળી બચાઓ' અને 'પર્યાવરણની જાળવણી'નો સંદેશ આપી રાજય સરકારની યોજનાઓનો બહોળો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. સુમન સારથિ આવાસમાં કુલ ચાર બિલ્ડીગમાં ૨૭૩ લાભાર્થી પરિવારોને છત્ર મળ્યું છે, ત્યારે મંત્રીએ લાભાર્થીઓને રૂબરૂ મળીને તેમના મંતવ્યો જાણ્યા હતા. આ પ્રસંગે મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મધ્યમવર્ગીય પરિવારોનું 'ઘરના ઘર' નું સ્વપ્ન સાકાર કરવા પારદર્શક અને માતબર સંખ્યામાં આવાસોની ફાળવણી કરી છે, ત્યારે રાજ્ય સરકાર પણ વધુમાં વધુ ગરીબ પરિવારોને છત્ર પૂર...
સરસાણા ખાતે ‘ઉદ્યોગ-૨૦૨૨’ પ્રદર્શનને ખુલ્લું મૂકતા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા

સરસાણા ખાતે ‘ઉદ્યોગ-૨૦૨૨’ પ્રદર્શનને ખુલ્લું મૂકતા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સરસાણા            ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા.૮ થી ૧૧ એપ્રિલ દરમિયાન આયોજિત ચાર દિવસીય ઔદ્યોગિક પ્રદર્શન 'ઉદ્યોગ-૨૦૨૨'ને ઉદ્યોગ, સહકાર, વન-પર્યાવરણ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા(પંચાલ)એ ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઓનલાઈન વ્યવસ્થાઓ, ફાસ્ટ એપ્રુવલ દ્વારા વ્યવસાયીઓ મુક્તપણે વેપારઉદ્યોગ કરી શકે તેવો માહોલ બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાતની પરંપરા શરૂ કરી હતી, જેના પરિણામે આજે ઉદ્યોગ-વ્યવસાયોમાં 'વાયબ્રન્સી'-ધબકાર જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે મંત્રીએ કહ્યું કે, ...
તાપી જિલ્લામાં સેવા અને ફરજનું શ્રેષ્ઠ ઉદાહરણ : ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમ

તાપી જિલ્લામાં સેવા અને ફરજનું શ્રેષ્ઠ ઉદાહરણ : ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, તાપી             સમગ્ર વિશ્વમાં ફાયર ફાયટરો તેઓની બહાદુરી ભર્યા કરનામા માટે જાણીતા છે. નાનામાં નાની ઘટના હોય કે કોઇ મોટીઆકસ્મિક,માનવસર્જીત ઘટના ફાયર બ્રિગેડની ટીમ પોતાના જીવ જોખમમા મુકી સેવા કરતી હોય છે. કંઇક આ જ પ્રકારની કામગીરી આરોગ્ય વિભાગની પણ છે. કોઇ પણ કપરી પરિસ્થિતી હોય અન્યના જીવ બચાવવા રાત દિવસ જોયા વગર ખડે પગે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ પણ પોતાની ફરજ નિષ્ઠા માટે સદાય વખાણાતા હોય છે. તાપી જિલ્લામાં આજે બનેલી નાની ઘટનાએ આ બન્ને વિભાગના કર્મચારીઓમા રહેલી અખુટ સેવાભાવના અને ફરજપ્રત્યે નિષ્ઠા જેવા શ્રેષ્ઠ ગુણોને ઉજાગર કર્યા છે. જિલ્લાના કપુરા ગામે આવેલ ભકત ફળીયામાં મોટી ટાંકી ઉપર રિપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું. ટાંકી ઉપર રહેલ મધપુડામાંથી માખીઓ અચાનક ઉડતા ચાર મજુરોને મધમાખીના ટોળાએ ડંખોમાર્યા હતા. મધમાખીથી બચવા મજુરો જીવ બચાવવા પાણીની ખાલી ટાકીમાં કુદી ગય...

બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

Gujarat
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં જુદી – જુદી સંસ્થાઓ/રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા/સરઘસ/રેલી/ઉપવાસ જેવા કાર્યક્રમ કરતા હોય છે. જેના કારણે તંગદીલી જેવુ વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં મોટી સંખ્યામાં લોક દ્વારા તેમની રજુઆત કરતા વર્ગવિગ્રહ જેવા બનાવો પણ જિલ્લામાં બનવાની શક્યતા હોય છે. તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને માલ મિલ્કતને નુકશાન થાય છે. જેથી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા સરઘસ રેલી વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે તા.૨૦/૦૪/૨૦૨૨ સુધીની મુદ્દત માટે કોઈ પણ સભા/સરઘસ/રેલી માટે મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામા વધુમાં જણાવ્યા મુજબ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મ...

તાપી જિલ્લામાંસ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત માર્ચ મહિના દરમિયાનવિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજી ‘સ્વચ્છતા માર્ચ’ તરીકે ઉજવણી કરવામાં આવી

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, તાપી તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીને અનુલક્ષીને ‘સ્વચ્છતા માર્ચ’ તરીકે માર્ચ મહિનાની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ માર્ચ મહિના દરમિયાન જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત દ્વારા વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના તમામ ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા, તેઓની વિચારધારામાં સ્વચ્છતા પ્રત્યે પરિવર્તન લાવવા તેમજ તેમના જીવનશૈલીમાં સુધારો લાવવાના હેતુથી સંપૂર્ણ માર્ચ મહિના વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. સ્વચ્છતા માર્ચનો શુભારંભ ૧લી માર્ચના રોજ વ્યારા તાલુકાના ચિખલવાવ ગામથી કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની ટીમે જુદા-જુદા તાલુકાઓના મોટા ભાગના ગામોને વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓથી આવરી લીધા હતા. સ્વચ્છ ભારત મ...

બુધવારે ભુજ ખાતે નિ:શુલ્ક મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પ યોજાશે

Health
હિન્દ ન્યુઝ, ભુજ નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર, નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજીત ડાયાબીટીસ નિવારણ કેમ્પ અત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે મધુમેહ (ડાયાબીટીસ) માટે નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન દર માસના પહેલા બુધવારે આજે તા.૦૬/૦૪/૨૦૨૨ના રાખેલ છે જેમાં આ મુજબની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. મફત બ્લડ સુગર ચેક અપ.ડાયાબીટીસની મફત આયુર્વેદીક/હોમિયોપેથીક ઔષધીય સારવાર, ડાયાબીટીસના દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. ડાયાબીટીસને લગતા યોગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પ સરકારી આયુર્વેદ હોસ્પિટલ. ભુજ-કચ્છ ખાતે દર મહિનાના પહેલા બુધવારે (તા.૦૬/૦૪/૨૦૨૨) સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ કલાકે અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ કલાક સુધી કેમ્પનો લાભ લઇ શકાશે. સર્વે લાભાર્થીઓએ કોવીડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે તેવું ...
નિર્મળતા અને નિર્ણાયકતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જનસેવા યાત્રાના ર૦૦ દિવસ ક્રાંતિકારી નિર્ણયો-અનેરી ઉપલબ્ધિઓ-નવતર પહેલસભર યાત્રા

નિર્મળતા અને નિર્ણાયકતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જનસેવા યાત્રાના ર૦૦ દિવસ ક્રાંતિકારી નિર્ણયો-અનેરી ઉપલબ્ધિઓ-નવતર પહેલસભર યાત્રા

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ગાંધીનગર  નવતર પહેલસભર યાત્રા - ૬૧,૦૦૦ કિલોમીટરનો રાજ્યવ્યાપી પ્રવાસ કરીને લોકો વચ્ચે-લોકો સાથે – લોકો માટે સતત અવિરત કર્તવ્યરત રહી પ્રજાજીવનના પ્રશ્નો-સમસ્યાનું ત્વરિત નિવારણ - સાલસ સ્વભાવ અને સતત પ્રવૃત્ત રહેવાની ધગશ ધરાવતા ભૂપેન્દ્ર પટેલની મૃદુ પણ મક્કમ છબિ એ જન માનસમાં સ્થાન મેળવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાતે રાષ્ટ્રીય માપદંડોમાં ખરા ઊતરી સિદ્ધિઓ નોંધાવી ગુજરાતની સાડા છ કરોડ જનતા જનાર્દનના હિતમાં મહત્વના નિર્ણયો થયાં યુવા કૌશલ્યને નિખાર આપતી SSIP 2.0 સ્પોર્ટસ પોલિસી-આઇ.ટી પોલિસી અને બાયોટેક્નોલોજી પોલિસીની ભેટ રાજ્યને આપી  નવી ૧૧ યુનિવર્સિટીઓની મંજૂરી સાથે રાજ્યમાં વૈશ્વિક જ્ઞાન પિરસતી કુલ-૧૦ર યુનિવર્સિટી રાસાયણયુકત ખેતીથી મુક્તિ આપવા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડની રચના  આદિજાતિ વિસ્તારોમાં મોબાઇલ નેટવર્...
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” જાહેર કરવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન સમારોહ

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” જાહેર કરવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન સમારોહ

Health
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  "મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના"  ગુજરાત સરકાર જીવ માત્ર માટે દયા અને કરુણા એ પરંપરાને વરેલી છે જીવદયા પ્રવૃત્તિ માત્ર નહીં પરંતુ જીવનનો હિસ્સો હોય તેવું જીવન જીવવું તે સમયની માંગ પ્રજા માટે શું સારું થઈ શકે ! તેનું સતત ચિંતન જ અમારો કર્મમંત્ર ગૌમાતા સહિત તમામ અબોલ પશુધન પ્રત્યેની સેવા કરુણા અને સંવેદના રાજ્ય સરકારની અગ્રીમતા....
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી

મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી

Breaking News
હિન્દ ટીવી - ગુજરાતી, સિદસર  મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી  વિકસિત અને શક્તિશાળી ગુજરાતનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર હરહંમેશ હરેક સમાજની પડખે મુખ્યમંત્રીની ૧.૫૦ લાખ હિમોગ્લોબીન પીલ્સથી તુલા કરી ઉમિયાધામની સ્વસ્થ સમાજના નિર્માણની દિશામાં નવીન પહેલ ઉમિયાધામના સર્વાંગી વિકાસ માટે ૧૮.ર૫ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...