હિન્દ ટીવી ગુજરાતી, ગાંધીનગર
નવતર પહેલસભર યાત્રા – ૬૧,૦૦૦ કિલોમીટરનો રાજ્યવ્યાપી પ્રવાસ કરીને લોકો વચ્ચે-લોકો સાથે – લોકો માટે સતત અવિરત કર્તવ્યરત રહી પ્રજાજીવનના પ્રશ્નો-સમસ્યાનું ત્વરિત નિવારણ – સાલસ સ્વભાવ અને સતત પ્રવૃત્ત રહેવાની ધગશ ધરાવતા ભૂપેન્દ્ર પટેલની મૃદુ પણ મક્કમ છબિ એ જન માનસમાં સ્થાન મેળવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાતે રાષ્ટ્રીય માપદંડોમાં ખરા ઊતરી સિદ્ધિઓ નોંધાવી
ગુજરાતની સાડા છ કરોડ જનતા જનાર્દનના હિતમાં મહત્વના નિર્ણયો થયાં
યુવા કૌશલ્યને નિખાર આપતી SSIP 2.0 સ્પોર્ટસ પોલિસી-આઇ.ટી પોલિસી અને બાયોટેક્નોલોજી પોલિસીની ભેટ રાજ્યને આપી
નવી ૧૧ યુનિવર્સિટીઓની મંજૂરી સાથે રાજ્યમાં વૈશ્વિક જ્ઞાન પિરસતી કુલ-૧૦ર યુનિવર્સિટી
રાસાયણયુકત ખેતીથી મુક્તિ આપવા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડની રચના
આદિજાતિ વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક સુવિધા માટે પ૦૦ નવા મોબાઇલ ટાવર ઊભા કરવાની પહેલ
અનૂસુચિત જાતિના ૧.૧૪ લાખ વિદ્યાર્થીઓને રૂ. ૧૯૬ કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ
રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ર લાખ ૪૪ હજાર કરોડના કદનું બજેટ
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે ૫૦૦ કરોડની જોગવાઇથી ગૌશાળા-પાંજળાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓનો માળખાકીય વિકાસ થશે
સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનામાં મહિલા સુપોષણ માટે રૂ. ૮પ૦ કરોડ વપરાશે-૧૦૦૦ દિવસ સુધી સગર્ભા મહિલાને પોષક આહાર
રાજ્યભરમાં આ વર્ષના અંતસુધીમાં ૧૦૦ ટકા નલ સે જલનો સંકલ્પપૂર્ણ
