Sunday, February 15News That Matters

બુધવારે ભુજ ખાતે નિ:શુલ્ક મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ

નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર, નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજીત ડાયાબીટીસ નિવારણ કેમ્પ અત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે મધુમેહ (ડાયાબીટીસ) માટે નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન દર માસના પહેલા બુધવારે આજે તા.૦૬/૦૪/૨૦૨૨ના રાખેલ છે જેમાં આ મુજબની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. મફત બ્લડ સુગર ચેક અપ.ડાયાબીટીસની મફત આયુર્વેદીક/હોમિયોપેથીક ઔષધીય સારવાર, ડાયાબીટીસના દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. ડાયાબીટીસને લગતા યોગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પ સરકારી આયુર્વેદ હોસ્પિટલ. ભુજ-કચ્છ ખાતે દર મહિનાના પહેલા બુધવારે (તા.૦૬/૦૪/૨૦૨૨) સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ કલાકે અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ કલાક સુધી કેમ્પનો લાભ લઇ શકાશે. સર્વે લાભાર્થીઓએ કોવીડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે તેવું વૈદ્ય પંચકર્મ વૈદ્ય બર્થા બેન સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *