Sunday, February 15News That Matters

Author: Admin Admin

ગુજરાતના એકતા નગર ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષસ્થાને “વિશ્વ મધમાખી દિવસ” નો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો

ગુજરાતના એકતા નગર ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષસ્થાને “વિશ્વ મધમાખી દિવસ” નો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, સુરત        કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યના નર્મદા જિલ્લામાં એકતાનગર, ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષપદે અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી અને ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “વિશ્વ મધમાખી દિવસ” ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુક્યો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૦ મે, ને વિશ્વ મધમાખી દિવસ તરીકે જાહેર કર્યો છે. ત્યારે આ ક્ષેત્રમાં મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને દેશના નાના ખેડૂતોને મહત્તમ લાભ મળી રહે તે માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર પ્રતિબધ્ધ હોવાનું કેન્દ્રિય મંત્રી તોમરે જણાવ્યું હતું. વધુમાં કેન્દ્રીય મંત્...
આહવા ખાતે યોજાઈ ડીસ્ટ્રીકટ આયુષ સોસાયટીની બેઠક

આહવા ખાતે યોજાઈ ડીસ્ટ્રીકટ આયુષ સોસાયટીની બેઠક

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આહવા         વેશ્વિક સ્તરે ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિના વધી રહેલા વ્યાપને જોતા તેને વધુ લોકભોગ્ય બનાવવા માટે, રાજય અને કેન્દ્ર સરકાર ભગીરથ પ્રયાસો કરી રહી છે. ત્યારે 'આયુષ'ની સેવાઓનો લાભ છેવાડાના માનવીઓ પણ સુપેરે લઈ શકે, તેવી વ્યવસ્થા ડાંગ જિલ્લામા ઊભી કરવાની હિમાયત, ડાંગ કલેકટર ભાવિન પંડયાએ કરી હતી. આહવા ખાતે યોજાયેલલી 'ડીસ્ટ્રીકટ આયુષ સોસાયટી' ની બેઠકમા ઉપયોગી માર્ગદર્શન આપતા કલેકટરએ, સોસાયટી ખાતે સંકળાયેલા વિવિધ ઘટોકોની માહિતી મેળવી, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ માટે જરૂરી માનવબળની વિગતો પણ મેળવી હતી. ડીસ્ટ્રીકટ આયુષ સોસાયટીનુ કાર્યક્ષેત્ર તથા નેશનલ આયુષ મિશન અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ, કાર્યક્રમોની પૃચ્છા કરી ક્લેક્ટર પંડયાએ, તેના અસરકારક અમલીકરણ અંગે ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.કલેકટરએ સોસાયટીની ગવર્નિંગ બોડીમા નવા સભ્યો ઉમેરવાની કાર્યપધ્ધતિ ...
સોઈલ હેલ્થ કાર્ડ યોજનાના અમલીકરણ માટે જમીનના નમૂના લેવાની કામગીરી શરૂ કરાઈ

સોઈલ હેલ્થ કાર્ડ યોજનાના અમલીકરણ માટે જમીનના નમૂના લેવાની કામગીરી શરૂ કરાઈ

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, ભુજ        કચ્છ જિલ્લામાં ખેતીવાડી શાખા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં સોઈલ હેલ્થ કાર્ડ યોજનાના અમલીકરણ માટે જમીનના નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જમીનના નમુના એકત્રીકરણ માટે ગામની ચારેય દિશામાંથી નમુના લેવામાં આવશે. સદર નમૂનાઓ જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલી પૃથક્કરણ કરવામાં આવનાર છે અને પૃથક્કરણ કર્યા પછી સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે. કચ્છ જિલ્લામાં ૧૦ તાલુકાઓના ૮૯૮ ગામડામાંથી એક ગામ દીઠ ૧૦ નમૂના એમ કુલ ૮૯૮૦ જમીનના નમૂનાઓ એકત્રીત કરી જમીન ચકાસણી પ્રયોગશાળામાં પૃથક્કરણ અર્થે મોકલવામાં આવશે. જમીનમાં કયા તત્વોનું કેટલું પ્રમાણ છે ? કયા તત્વોની ઉણપ છે ? તે જાણીને ખેડૂતોને કેટલા પ્રમાણમાં ખાતર નાખવું જોઈએ તેની માહિતી પૃથક્કરણથી મળી રહેશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે....

વેરાવળ નગરપાલિકા દ્વારા કરવેરામાં ૧૦૦% વ્યાજ માફી યોજના ૩૧ મે ૨૦૨૨ સુધી લંબાવાઈ

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, ગીર સોમનાથ         વેરાવળ-પાટણ શહેર નગરપાલિકા દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે કે, રાજય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના લાગુ કરવામાં આવેલ હતી. જેમાં કરદાતાઓ કરવેરાની તમામ રકમ એટલે કે મિલ્કતવેરો, શિક્ષણ ઉપકર, સફાઈવેરો, પાણીવેરો, લાઈટવેરો તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીનો ભરપાઈ કરી આપશે તેને તા.૩૧/૦૩/૨૦૨૧ સુધીનું ચડત વ્યાજ ૧૦૦ ટકા માફ કરી આપવામાં આવ્યું છે. આ વ્યાજ માફી યોજનાની અવધિ લંબાવીને તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી કરવામાં આવી છે. જેને લઇ વેહલાસર ટેકસ ભરપાઈ કરવા વેરાવળ-પાટણ નગરપાલિકાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.          આ ઉપરાંત ૨૦૨૨/૨૩ ના નાણાંકીય વર્ષમાં વેરાની રકમનો એડવાન્સ ટેકસ તા.૩૧/૦૫/૨૦૨૨ સુધીમાં ભરપાઈ કરશે તે આસામી ને મિલ્કતવેરા ઉપર ૧૦% વળતર આપવામાં આવશે. ઈ–નગરની મોબાઈલ એપ કે ઈ-નગરના ઓનલાઈન સીટીઝન પોર્ટલ મારફતે આ વેરાની રકમ તા.૩૧/૦૫/૨૦૨૨ સુધીમાં...

૪-વ્હીલર (એલ.એમ.વી.કાર) ટ્રેકમાં ટેકનીકલ ખામી સર્જાવાના ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેશે

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, ભુજ           આર.ટી.ઓ કચેરી-ભુજના ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં ૪-વ્હીલર (એલ.એમ.વી.કાર) ટ્રેકમાં તા.૧૮/૫/૨૦૨૨ના રોજ ટેકનીકલ ખામી સર્જાવાના કારણે ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર ૪-વ્હીલર (એલ.એમ.વી.કાર) ની ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ રહેશે. જે ટેકનીકલ ખામી દુર થતાં તે અંગેની જાણ અખબારી યાદી દ્વારા કરવામાં આવશે.         વધુમાં ૨-વ્હીલર તેમજ અન્ય કલાસ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી રાબેતા મુજબ ચાલુ છે. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે....

વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય કચ્છમાં

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય તા.૨૦/૫/૨૦૨૨ના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૨૦મીએ બપોરે ૧૨ કલાકે અંજાર-કચ્છ મુકામે અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપ આયોજિત ૩૬મો સમુહ લગ્નોત્સવ તથા વિરાટ જ્ઞાતિ સંમેલનમાં હાજરી આપશે.
સારા ઇન્ટરનેશનલ દ્વારા ગુજરાતના પત્રકારોનુ “પત્રકાર રત્ન” એવોર્ડ થી થશે સન્માન

સારા ઇન્ટરનેશનલ દ્વારા ગુજરાતના પત્રકારોનુ “પત્રકાર રત્ન” એવોર્ડ થી થશે સન્માન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગુજરાત  ગુજરાતનું ગુજરાતીઓ દ્વારા સંચાલિત ભારતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય પત્રકાર સંગઠન સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન ( સારા ઇન્ટરનેશનલ ) ડૉ.સીમાબેન પટેલ દ્વારા સંચાલિત સારા ઇન્ટરનેશનલ દ્વારા સમગ્ર ભારતમાં છેલ્લા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ઇલેક્ટ્રોનિક અથવા પ્રિન્ટ મીડિયામાં પત્રકારિત્વ ના માધ્યમ થી ઉમદા કાર્ય કર્યું હોય એવા તમામ પત્રકારોને "પત્રકાર રત્ન એકસલન્સ એવોર્ડ" થી સન્માનિત કરી રહ્યા છે. જો આપ છેલ્લા ત્રણ વર્ષથી કે તેથી વધુ સમયથી પત્રકાર પ્રેસ ફોટોગ્રાફર હોવ અને પત્રકારિત્વના માધ્યમથી કોઈ પણ પ્રકારના શ્રેષ્ઠ કાર્યો કર્યા હોય તો આપ આ એવોર્ડ માટે આપના નામની નોંધણી કરાવી શકો છો વધુ માહિતી માટે તુરંત સંપર્ક કરો ગુજરાતના એક જિલ્લામાંથી ફક્ત ત્રણ પત્રકારોની પસંદગી કરવામાં આવશે ગુજરાતમાંથી પત્રકારોની પસંદગી કરવાની હોય તાત્કાલિક આપના નામની નોંધણી નીચે દર્શા...
ભાવનગર જિલ્લામાં આવેલ સેન્સીટીવ ઝોન ખાતે ડ્રોન ઉડાવવાં પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

ભાવનગર જિલ્લામાં આવેલ સેન્સીટીવ ઝોન ખાતે ડ્રોન ઉડાવવાં પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લામાં આવેલ સેન્સેટીવ ઝોન અથવા વાઈટલ ઈન્સ્ટોલેશનો જેવા કે, આઈ.ઓ.સી.-એલ.પી.જી. રીલીંગ બોટલીંગ પ્લાન્ટ તગડી, નવું ફિલ્ટર ભાવનગર, જુનું ફિલ્ટર ભાવનગર, મોબાઈલ ટેલીફોન એક્ષચેન્જ, રેલ્વે સ્ટેશન વર્કશોપ ભાવનગર, ટેલીફોન એક્ષચેન્જ પાનવાડી ભાવનગર, જેટકો સબ સ્ટેશન ભાવનગર, ભાવનગર એરપોર્ટ, ટી.વી. રીલે સેન્ટર ભાવનગર, સ્ટીલ જેટી નવા બંદર, ફુડ ગોડાઉન જુના બંદર, આઈ.ઓ.સી. ડેપો જુના બંદર, હેડ પોસ્ટ ઓફીસ ભાવનગર, ટ્રાન્સમીશન સ્ટેશન ચાવડી ગેટ, જેટકો સબ સ્ટેશન વરતેજ, ઘોધા બંદર, શીપ બ્રેકીંગ યાર્ડ અલંગ, ટેલીફોન એક્ષચેન્જ તળાજા, જેટકો સબ સ્ટેશન તળાજા, જેટકો સબ સ્ટેશન નેસવડ, મહુવા બંદર, ટેલીફોન એક્ષચેન્જ પાલીતાણા, જેટકો સબ સ્ટેશન પાલીતાણા, શેત્રુંજી ડેમ વગેરે સંસ્થાનોને રેડ/યલો ઝોનમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયનીb સ.ઓ.પી. અને Drone rules - 2021 મુજબ વર્ગીકૃત કરવામાં આવેલ છે....
તળાજા તાલુકાનાં ખંઢેરા, મણાર, ભવાનીપુરા, સમઢીયાળા, નાની બાબરીયાત, બપાડા, ઈશોરા-૧, ગોપનાથ, બેલા, જસપરા અને અલંગ જળાશય યોજના વિસ્તારમાં ખેતી, અન્ય પ્રવૃતિ કે ઢોર ન ચરાવવા બાબતે અનુરોધ

તળાજા તાલુકાનાં ખંઢેરા, મણાર, ભવાનીપુરા, સમઢીયાળા, નાની બાબરીયાત, બપાડા, ઈશોરા-૧, ગોપનાથ, બેલા, જસપરા અને અલંગ જળાશય યોજના વિસ્તારમાં ખેતી, અન્ય પ્રવૃતિ કે ઢોર ન ચરાવવા બાબતે અનુરોધ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી ભાવનગર કાર્યપાલક ઈજનેર ક્ષાર અંકુશ વિભાગ, ભાવનગર દ્વારા જાહેર જનતાને જણાવાયું છે કે, ચાલુ વર્ષ- ૨૦૨૨નાં ચોમાસા ઋતુ દરમ્યાન તળાજા વિસ્તારનાં ખંઢેરા ગામ પાસે નાવલી નદી પર પ્રગતિ હેઠળની ખંઢેરા બંધારા યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૪.૨૦ મીટર, મણાર ગામ પાસે મણારી નદી પર મણાર આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૧૬.૦૦ મીટર, ભેસવડી ગામ પાસે લોકલ વોકળા પર ભવાનીપુરા પુન:પ્રભારણ યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૨૮.૦૦ મીટર, નેશીયા ગામ પાસે ઉતાવળી નદી પર સમઢીયાળા પુન:પ્રભારણ યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૧૦૦.૦૦ મીટર, નાની બાબરીયાત ગામ પાસે ઉતાવળી પર નાની બાબરીયાત આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૨૮.૦૦ મીટર, બપાડા ગામ પાસે કેરી નદી પર બપાડા આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૩૫.૦૦ મીટર, ઈશોરા ગામ પાસે કેરી નદી પર ઈશોરા-૧ આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૯.૫૦ મીટર, આમળા ગામ પાસે લોક...
ભાવનગર ખાતે તા.૨૬ મી જૂનનાં રોજ “રાષ્ટ્રીય લોક- અદાલત” યોજાશે

ભાવનગર ખાતે તા.૨૬ મી જૂનનાં રોજ “રાષ્ટ્રીય લોક- અદાલત” યોજાશે

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી ભાવનગર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઆદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનિયર તથા જૂનિયર દીવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા.૨૬/૦૬/૨૦૨૨ નાં રોજ "રાષ્ટ્રીય લોક-અદાલત" યોજાશે. આ લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ., નેગોશિયેબલ એક્ટ (ચેક રિટર્ન), બેંકને લગતા કેસો, મોટર અકસ્માત વળતરનાં કેસો, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, સર્વિસ મેટર, જમીન સંપાદનના વળતરના કેસો તેમજ લેબર કોર્ટના કેસો વગેરે સમાધાન માટે રાખવામાં આવશે. પક્ષકારોએ "રાષ્ટ્રીય લોક અદાલત" દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે અથવા તો આ અંગેની વધુ જાણકારી મેળવી હોય...