Sunday, February 15News That Matters

તળાજા તાલુકાનાં ખંઢેરા, મણાર, ભવાનીપુરા, સમઢીયાળા, નાની બાબરીયાત, બપાડા, ઈશોરા-૧, ગોપનાથ, બેલા, જસપરા અને અલંગ જળાશય યોજના વિસ્તારમાં ખેતી, અન્ય પ્રવૃતિ કે ઢોર ન ચરાવવા બાબતે અનુરોધ

હિન્દ ટીવી ગુજરાતી ભાવનગર

કાર્યપાલક ઈજનેર ક્ષાર અંકુશ વિભાગ, ભાવનગર દ્વારા જાહેર જનતાને જણાવાયું છે કે, ચાલુ વર્ષ- ૨૦૨૨નાં ચોમાસા ઋતુ દરમ્યાન તળાજા વિસ્તારનાં ખંઢેરા ગામ પાસે નાવલી નદી પર પ્રગતિ હેઠળની ખંઢેરા બંધારા યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૪.૨૦ મીટર, મણાર ગામ પાસે મણારી નદી પર મણાર આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૧૬.૦૦ મીટર, ભેસવડી ગામ પાસે લોકલ વોકળા પર ભવાનીપુરા પુન:પ્રભારણ યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૨૮.૦૦ મીટર, નેશીયા ગામ પાસે ઉતાવળી નદી પર સમઢીયાળા પુન:પ્રભારણ યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૧૦૦.૦૦ મીટર, નાની બાબરીયાત ગામ પાસે ઉતાવળી પર નાની બાબરીયાત આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૨૮.૦૦ મીટર, બપાડા ગામ પાસે કેરી નદી પર બપાડા આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૩૫.૦૦ મીટર, ઈશોરા ગામ પાસે કેરી નદી પર ઈશોરા-૧ આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૯.૫૦ મીટર, આમળા ગામ પાસે લોકલ નદી પર ગોપનાથ બંધારા યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૪.૨૦ મીટર, બેલા ગામ પાસે નાળીયેરી વોકળા નદી પર બેલા આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૩૪.૨૫ મીટર, જસપરા ગામ પાસે જસપરી નદી પર પ્રગતિ હેઠળની જસપરા બંધારા યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૫.૦૦ મીટર અને અલંગ ગામ પાસે મણારી નદી પર પ્રગતિ હેઠળની અલંગ ચેકડેમ યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૫.૦૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.) સુધી પાણી ભરાવાની શક્યતા છે. આથી ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને લઈ ઉપરવાસમાં જળાશય વિસ્તારમાં ખેતી તેમજ અન્ય કોઈ પ્રવૃતિ કરવી નહી તેમજ ઢોર-ઢાખરને પણ આ વિસ્તારથી દુર રાખવા તથા ખંઢેરા બંધારા યોજનાની હેઠવાસનાં ખંઢેરા ગામ, મણાર આર.ટી. યોજનાની હેઠવાસના મણાર, અલંગ ગામ, ભવાનીપુરા પુન:પ્રભારણ યોજનાની હેઠવાસનાં ખદરપર, મીઠીવીરડી, સમઢીયાળા પુન:પ્રભારણ યોજનાની હેઠવાસનાં નેશીયા, હબુકવાડ, નાની બાબરીયાત આર.ટી. યોજનાની હેઠવાસનાં નાના બાબરીયાત, હબુકવડ, બપાડા આર.ટી. યોજનાની હેઠવાસનાં બપાડા, ધારડી, ઈશોરા-૧ આર.ટી. યોજનાની હેઠવાસનાં ઈશોરા, દેવલીગામ, ગોપનાથ બંધારા યોજનાની હેઠવાસનાં આમળા, ખંઢેરાગામ, બેલા આર.ટી યોજનાની હેઠવાસનાં બેલા, બાબરીયાત, જસપરા બંધારા યોજનાની હેઠવાસનાં જસપરા, માંડવા, સોસીયા, અલંગ ગામ તથા અલંગ ચેકડેમ યોજનાની હેઠવાસ તેમજ ઉપરવાસનાં અલંગ, સોસીયા, મણાર ગામના લોકો તેમજ અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં કામ મજુરો નદીનાં પટની આજુબાજુ ઝુપડપટ્ટી બનવીને રહે છે તેઓને ભારે પુર વખતે સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *