Sunday, February 15News That Matters

૪-વ્હીલર (એલ.એમ.વી.કાર) ટ્રેકમાં ટેકનીકલ ખામી સર્જાવાના ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેશે

હિન્દ ટીવી- ગુજરાતી, ભુજ

          આર.ટી.ઓ કચેરી-ભુજના ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં ૪-વ્હીલર (એલ.એમ.વી.કાર) ટ્રેકમાં તા.૧૮/૫/૨૦૨૨ના રોજ ટેકનીકલ ખામી સર્જાવાના કારણે ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર ૪-વ્હીલર (એલ.એમ.વી.કાર) ની ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ રહેશે. જે ટેકનીકલ ખામી દુર થતાં તે અંગેની જાણ અખબારી યાદી દ્વારા કરવામાં આવશે.

        વધુમાં ૨-વ્હીલર તેમજ અન્ય કલાસ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી રાબેતા મુજબ ચાલુ છે. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *