Sunday, February 15News That Matters

Author: Admin Admin

રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૧૩૯ પશુઓ પકડવામાં આવ્યા

રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૧૩૯ પશુઓ પકડવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા.૦૪/૦૭/૨૦૨૨ થી તા.૧૦/૦૭/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો ઉધોગનગર કોલોની, લોહાનગર તથા આજુબાજુમાંથી ૧૩(તેર) પશુઓ, દ્વારકેશપાર્ક, મીરાનગર રોડ, કૈલાશપાર્ક, વિગેરે વિસ્તારોમાંથી ૬ (છ) પશુઓ, માંડા ડુંગર, અનમોલપાર્ક, પ્રદ્યુમનપાર્ક, માનસરોવર, ગોકુલપાર્ક, શ્યામપાર્ક, કૃષ્ણ સોસાયટી, કોઠારીયા ગામ તથા આજુબાજુમાંથી ૨૫ (પચીસ) પશુઓ, ગ્રીનલેન્‍ડ ચોકડી, તિરૂપતિ સોસાયટી, સદગુરુ નગર, મોરબી રોડ તથા આજુબાજુમાંથી ૫ (પાંચ) પશુઓ, રૈયાધાર, ઘનશ્યામનગર, ભિમરાવ ચોક, સિલ્વર રેસીડેન્‍સી તથા આજુબાજુમાંથી ૬ (છ) પશુઓ, સિતારામ સોસાયટી, જીલ્લા ગાર્ડન, બાબરીયા કોલોની, નંદાહોલ, સહકારરોડ તથા આજુબાજુમાંથી ૨૦ (વીસ) પશુઓ, નરસિંહનગર, છપ્પનીયા ક્વાર્ટર, શક્તિ સોસાયટી તથા આજુબ...
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લક્ષ્મીવાડી મેઈન રોડ વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લક્ષ્મીવાડી મેઈન રોડ વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લક્ષ્મીવાડી મેઈન રોડ વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૧૨ પેઢીની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, મસાલા, ચા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.     (૧)ધર્મપ્રિય ડેરી ફાર્મ (૨)મહાવીર પ્રોવિઝન સ્ટોર (૩)ડીલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૪)ખોડિયાર ટી સ્ટોલ (૦૫)વિપુલ કોલ્ડ્રીંક્સ (૦૬)અંબે ભવાની બેકર્સ (૦૭)ભારત વિજય ડેરી ફાર્મ (૦૮)ભારત ફરસાણ (૦૯)પટેલ કોલ્ડ્રીંક્સ (૧૦)હરિઓમ પ્રોવિઝન સ્ટોર (૧૧)જય રાજ ચા (૧૨)જય ખોડિયાર ફરસાણની  સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. ·        ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સહકાર મેઈન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગ...
ભાવનગર શહેરમાં એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા હર્બલ સાબુ બનાવવાની તાલીમ ૦૬ દિવસીય રોજગારલક્ષી તાલીમનું આયોજન

ભાવનગર શહેરમાં એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા હર્બલ સાબુ બનાવવાની તાલીમ ૦૬ દિવસીય રોજગારલક્ષી તાલીમનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર શહેરમાં એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા સંસ્થા દ્વારા સાબુ બનાવવાની તાલીમ અને દિવેટ મેકિંગ તાલીમ ૦૬ દિવસીય રોજગારલક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં તેનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવાં માટે એસ.બી.આઇ. ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) ફેકલ્ટી હંસાબેન ચાવડાગોર, સ્ટાફ ડી. જી. પઠાણ તેમજ ગેસ્ટ ફેકલ્ટી અરૂણાબેન પ્રજાપતિ અને ગેસ્ટ ફેકલ્ટી હેતલબેન ઝાલા હાજર રહ્યાં હતાં. આ તાલીમમાં ભાવનગરના ઉમરાળા તાલુકામાંથી વાડોદ ગામના ૫૧ જેટલાં બી.પી.એલ. તાલીમાર્થીઓ બહેનોએ ભારે ઉત્સાહથી આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એસ.બી.આઇ. ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) ફેકલ્ટી દ્વારા કાર્યક્રમ અનુરૂપ તાલીમાર્થીઓમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં ...
મોટા ગરેડીયા ખાતે ચેકડેમ નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

મોટા ગરેડીયા ખાતે ચેકડેમ નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

Gujarat
વરસાદી પાણીના સંગ્રહ માટે ખાસ અભિયાનના ભાગરૂપે સરકાર દ્વારા આયોજનો હાથ ધરાયા છે - કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર હિન્દ ન્યુઝ, જામનગર કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના મોટા ગરેડિયા ખાતે ચેકડેમ નવીનીકરણના કામનું ખાતમુહર્ત કર્યું હતું. રૂ.7.50 લાખના ખર્ચે આ ચેકડેમના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવનાર છે. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોનાના પ્રતિબંધો હટતા રાજ્ય સરકારે સિંચાઈ ક્ષેત્રે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. વિસ્તારમાં સિંચાઈના પાણીની તંગી દૂર કરવા પાણીના દરેક ટીપાનો સંગ્રહ કરવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરાઈ રહી છે. ખાસ ઝુંબેશના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ જરૂરી મંજૂરીઓ મેળવી છેલ્લા એક માસમાં અનેક જળ સંચયના કામો, તળાવો તથા ચેકડેમોના ખાત મુહર્ત તથા લોકાર્પણો કરવામાં આવ્યા છે. મંત્રીએ ખેડૂતની જરૂરિયાત મુજબના ડેમ, બંધારાઓ તથા ચેકડેમનું નિર્માણ કરી વધુમા...
પરબધામના અષાઢી બીજના મેળામાં શ્રદ્ધાપૂર્વક સહભાગી થતા પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી અને પશુપાલન રાજ્ય મંત્રી દેવાભાઈ માલમ

પરબધામના અષાઢી બીજના મેળામાં શ્રદ્ધાપૂર્વક સહભાગી થતા પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી અને પશુપાલન રાજ્ય મંત્રી દેવાભાઈ માલમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, જૂનાગઢ ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમા પરબ ધામ ખાતેના અષાઢી બીજના પાવન ઉત્સવમાં પરિવહન અને યાત્રાધામ વિકાસના રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી અને પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ સહભાગી થયા હતા. આ પ્રસંગે મંત્રીઓએ પરબધામના મહંત શ્રી કરસનદાસ બાપુ સાથે ભાવસભર મુલાકાત કરી, જનસેવાના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ મંત્રીઓ અરવિંદભાઈ રૈયાણી અને દેવાભાઈ માલમ સહિત અન્ય મહાનુભાવો એ પણ દેવીદાસ બાપુ અને અને અમર માની સમાધીને શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીએ ભાવિકોને અષાઢી બીજના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી. પરબધામના આ સુપ્રસિદ્ધ મેળામાં વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ સાથે ભાવિકોએ લોકમેળાનો આનંદ માણી મહાપ્રસાદનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી આ મેળાને મોકુફ રાખવામાં આવ્ય...
રાજકોટ મહાનગરપાલિકા સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે નાયબ કમિશનર આશીષકુમાર ના અધ્યક્ષ સ્થાને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ડીસ્‍ટ્રીક્ટ લેવલ એડવાઇઝરી કમિટી (DLAC) ઓન સેફ ફૂડ એન્ડ હેલ્‍ધી ડાયટ્સ અંતર્ગત મીટિંગ યોજવામાં આવેલ

રાજકોટ મહાનગરપાલિકા સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે નાયબ કમિશનર આશીષકુમાર ના અધ્યક્ષ સ્થાને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ડીસ્‍ટ્રીક્ટ લેવલ એડવાઇઝરી કમિટી (DLAC) ઓન સેફ ફૂડ એન્ડ હેલ્‍ધી ડાયટ્સ અંતર્ગત મીટિંગ યોજવામાં આવેલ

Health
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ Ø   રાજકોટ મહાનગરપાલિકા સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે નાયબ કમિશનર આશીષકુમાર ના અધ્યક્ષ સ્થાને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ડીસ્‍ટ્રીક્ટ લેવલ એડવાઇઝરી કમિટી (DLAC) ઓન સેફ ફૂડ એન્ડ હેલ્‍ધી ડાયટ્સ અંતર્ગત મીટિંગ યોજવામાં આવેલ. જેમાં ફૂડ વિભાગ, જિલ્લા પુરવઠા વિભાગ, જિલ્લા ખેતીવાડી વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રિજીઓનલ ફૂડ લેબોરેટરી વિભાગ, ન્યુટ્રિશન સેન્ટરના અધિકારી તથા ગ્રાહક સેવા અને વેપારી મંડળના પ્રતિનિધિઓએ હાજરી આપેલ તથા ફૂડ વિભાગની કામગીરીની સમિક્ષા કરેલ. Ø ફૂડ વિભાગ દ્વારા જૂના માર્કેટિંગ યાર્ડ શોપ નં જી-૬, RTO પાસે, રાજકોટ મુકામે આવેલ 'સોનિયા ટ્રેડર્સ' નામની પેઢી માંથી 'V- LITE REFINED SUNFOWER OIL (FROM 15 KG SEALED PKD. TIN)નો નમૂનો લેવામાં આવેલ અને  ત્યારબાદ પૃથ્થકરણ રિપોર્ટમાં નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે પેક્ડ...
કચ્‍છ જિલ્‍લામાં ૩૧મી જુલાઇ-૨૦૨૨ સુધી હથિયારબંધી

કચ્‍છ જિલ્‍લામાં ૩૧મી જુલાઇ-૨૦૨૨ સુધી હથિયારબંધી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ        કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણીને અનુલક્ષીને સમગ્ર કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ હનુમંતસિંહ જાડેજાએ તેમને મળેલ અધિકારની રૂએ તા.૩/૭/૨૦૨૨ થી તા.૩૧/૭/૨૦૨૨ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે.       આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યકિત જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે....
પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલનું બુકીંગ શરૂ

પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલનું બુકીંગ શરૂ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ  શહેરના બોલબાલા માર્ગ પર, આનંદનગર ખાતે આવેલ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ ખાતે કોવિડ-૧૯ સંદર્ભે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ હતી. હાલ કોવિડ હોસ્પિટલ બંધ કરવામાં આવેલ હોય, પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલના બંને યુનિટ નાગરિકોના પ્રસંગ માટે ઉપલબ્ધ થયેલ છે. આ કામે કોમ્યુનીટી હોલનું ઓફલાઈન તથા ઓન-લાઈન બુકીંગ શરૂ કરી દેવામાં આવેલ છે. જેથી શહેરીજનો પોતાના પ્રસંગ માટે આ કોમ્યુનીટી હોલનું બુકીંગ આજ તા.૦૨/૦૭/૨૦૨૨થી કરી શકશે....
રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે અંજાર ખાતે નિર્માણાધિન  વીર બાળ સ્મારકની મુલાકાત લીધી

રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે અંજાર ખાતે નિર્માણાધિન વીર બાળ સ્મારકની મુલાકાત લીધી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ              રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે ૩૦ જૂનના રોજ કચ્છ જિલ્લાના અંજાર ખાતે નિર્માણાધિન વીર બાળ સ્મારકની મુલાકાત લીધી હતી. આ તકે પૂર્વ રાજ્ય મંત્રી અને અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહિરે પણ મુખ્ય સચિવની સાથે સ્મારકના નિમાર્ણકાર્યની સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવએ સ્મારકના દરેક વિભાગની મુલાકાત લઈને કેટલું કાર્ય પૂર્ણ થયું છે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે ૨૬, જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ આવેલા વિનાશક ભૂકંપમાં એક રેલી દરમિયાન બાળકો, શિક્ષકો અને અન્ય સ્ટાફ કર્મીઓનું કરુણ મૃત્યુ થયું હતું. આમ, આ સ્મારક કુલ ૧૮૫ બાળકો, શિક્ષકો અને અન્ય સ્ટાફ કર્મચારીઓની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે. મુખ્ય સચિવએ સ્મારકનું કાર્ય વહેલીતકે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. બાળકોની સ્મૃતિમાં મોન્યુમેન્ટ બિલ્ડીંગ પણ તૈયાર થઈ રહ્યું છે. આ ઉપરાંત, સિમ્યુલેટરની મદદથી ભ...
રાજકોટ મહાનગરપાલિકાના ૧૪ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

રાજકોટ મહાનગરપાલિકાના ૧૪ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, રાજકોટ             રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા. ૩૦-૦૬-૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૧૪ કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.             આ પ્રસંગે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. જે-તે શાખાના કર્મચારીના વડા પાસે અથવા મને ખુદ રૂબરૂ આવીને આપના પ્રશ્નો જણાવી શકો છો.             જૂન-૨૦૨૨નાં છેલ્લા દિવસે નિવૃત્ત થયેલ સ્ટાફ (૧) બાંધકામ શાખાના ડ્રાઈવર વિરસુડિયા હંસરાજ શાંત...