Sunday, February 15News That Matters

પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલનું બુકીંગ શરૂ

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ 

શહેરના બોલબાલા માર્ગ પર, આનંદનગર ખાતે આવેલ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ ખાતે કોવિડ-૧૯ સંદર્ભે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ હતી. હાલ કોવિડ હોસ્પિટલ બંધ કરવામાં આવેલ હોય, પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલના બંને યુનિટ નાગરિકોના પ્રસંગ માટે ઉપલબ્ધ થયેલ છે. આ કામે કોમ્યુનીટી હોલનું ઓફલાઈન તથા ઓન-લાઈન બુકીંગ શરૂ કરી દેવામાં આવેલ છે. જેથી શહેરીજનો પોતાના પ્રસંગ માટે આ કોમ્યુનીટી હોલનું બુકીંગ આજ તા.૦૨/૦૭/૨૦૨૨થી કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *