Sunday, February 15News That Matters

રાજકોટ મહાનગરપાલિકાના ૧૪ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

હિન્દ ટીવી – ગુજરાત, રાજકોટ

            રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા. ૩૦-૦૬-૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૧૪ કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.

            આ પ્રસંગે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. જે-તે શાખાના કર્મચારીના વડા પાસે અથવા મને ખુદ રૂબરૂ આવીને આપના પ્રશ્નો જણાવી શકો છો.

            જૂન-૨૦૨૨નાં છેલ્લા દિવસે નિવૃત્ત થયેલ સ્ટાફ (૧) બાંધકામ શાખાના ડ્રાઈવર વિરસુડિયા હંસરાજ શાંતિલાલ (૨) ફાયર બ્રિગેડ શાખાના ફાયરમેન રણજીત બાબુલાલ પરમાર (૩) ભાદર સ્કીમનાં હેલ્પર રસિકભાઈ લવજીભાઈ ભટ્ટી (૪) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ નાં પટાવાળા સલીમભાઈ કાસમભાઈ કુરેશી (૫)  સ્પેશિયલ કન્ઝરવન્સીના ડ્રાઈવર ગોરધન મેરામભાઈ ચૌહાણ (૬) સ્પેશિયલ કન્ઝરવન્સીના ડ્રાઈવર ભુરાભાઈ ડોસાભાઈ સોલંકી (૭) ઝૂ સ્પેશિયલ કન્ઝરવન્સીના સ્પેશિયલ વ્હિકલ ડ્રાઈવર ફિરોઝ સુલેમાનભાઈ કાલાવડીયા (૮) ટાઉન પ્લાનિંગ નાં સીનીયર ક્લાર્ક ઈશ્વરભાઈ સગાભાઈ સોલંકી (૯) હેલ્થ બ્રાન્ચના સેનેટરી ઇન્સ્પેકટર રમેશ રતિલાલ પંચાલ (૧૦) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર કાનજીભાઈ ચકુભાઈ નારોલો (૧૧) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર ગૌરીબેન ભીખાભાઈ નારોલો (૧૨) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર કેશવભાઈ બેચરભાઈ રાઠોડ (૧૩) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર લાભુબેન આંબાભાઈ સાગઠિયા અને (૧૪) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર  વાઘજીભાઈ ટપુભાઈ વાઘેલા નિવૃત થયા છે.

            તા. ૩૦-૦૬-૨૦૨૨ના રોજ યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી અને સ્વસ્થ નિવૃત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી. નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરા તેમજ નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, ચેતન નંદાણી, એ.આર.સિંહ સહીતનાં અધિકારીઓ કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *