Sunday, February 15News That Matters

Author: Admin Admin

નવનિયુક્ત કલેક્ટર દિલીપકુમાર રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

નવનિયુક્ત કલેક્ટર દિલીપકુમાર રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         આજરોજ ભુજ કલેક્ટર કચેરી ખાતે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું તાકીદે નિવારણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપીને સૂચના આપી હતી.         જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશવજીભાઈ રોશિયાએ ઉપસ્થિત રહીને પાણી, વીજળી વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી. કલેક્ટરએ આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત, કલેક્ટરએ પ્રજાના કામો વિના વિક્ષેપે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપીને સંબંધિત અધિકારીઓને નિયત મર્યાદામાં પેન્ડિંગ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી. કલેક્ટરએ જિલ્લામાં પ્રર્વતમાન સ્થિતિએ થઈ રહેલા વિકાસકાર્યોની વિગતો પણ અધિકારીઓ પાસેથી મેળવીને યોગ્ય...

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની સામાન્ય સભા યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, ગીર સોમનાથ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ પિયુષભાઇ ફોફંડીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ સભામાં વિવિધ વિકાસલક્ષી કામો મંજૂર કરવામા આવ્યા હતા. આ સભામાં સ્વર્ણિમ જયંતિ-મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૦-૨૧ અંતર્ગત આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ માટે નગરપાલિકાને ફાળવવાપાત્ર ગ્રાન્ટનું આયોજન કરવા અંગે નિર્ણય કરવામાં આવેલ તેમજ આવાસ યોજનામાં આવેલ કોમ્યુનીટી હોલનો વપરાશ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીને બ્લડ બેન્કની કામગીરી માટે સોંપવા નિર્ણય કરવામાં આવેલ તેમજ સ્વચ્છ ભારત મિશન ૧.૦ હેઠળ ગ્રાંન્ટ રૂા.૧૦.૨૩ કરોડના લાંબાગાળાનો સર્વગ્રાહી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન હેઠળ શહેરમાં દૈનિક ધોરણે ઉત્પાદન થતાં અંદાજીત ૮૦ મેટ્રીક ટન ઘન કચરાના એકત્રીકરણ-વર્ગીકરણ-નિકાલની વૈજ્ઞાનિક ઢબે લાંબાગાળાની વ્યવસ્થા ગોઠવવા માટે યોગ્ય નિર્ણય કરવામાં આવેલ તેમજ સ્વચ્છ ભારત મિશન ૨.૦ હેઠળ ડમ્પ સાઇટ...
ચૂંટણીલક્ષી કામગીરી વધુ સુદ્રઢ રીતે પાર પડે તે માટે નિમાયેલા તમામ નોડલ અધિકારીઓને પરસ્પર સુસંકલન સાધવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાનો અનુરોધ

ચૂંટણીલક્ષી કામગીરી વધુ સુદ્રઢ રીતે પાર પડે તે માટે નિમાયેલા તમામ નોડલ અધિકારીઓને પરસ્પર સુસંકલન સાધવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાનો અનુરોધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત     ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ આદર્શ આચારસંહિતાના યોગ્ય અને ચુસ્ત પાલન સાથે ચૂંટણીને લગતી કામગીરી મુક્ત- ન્યાયી-નિષ્પક્ષ અને વધુ સુદ્રઢ રીતે થાય તેની ખાસ કાળજી રાખવા અપાઇ સુચના ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટેના નોડલ અધિકારીઓ સાથે યોજાયેલી સૌ પ્રથમ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી તેવતિયા દ્વારા અપાયેલુ વિસ્તૃત માર્ગદર્શન નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની કામગીરી માટે નિમાયેલા તમામ નોડલ અધિકારીઓ સાથે આજે યોજેલી સૌ પ્રથમ બેઠકમાં સંબંધિત નોડલ અધિકારીશ્રીઓને સોંપાયેલી જે તે કામગીરી અને જવાબદારીઓ પ્રો-એક્ટીવલી નિભાવવાની સાથે પોતાની આગવી સુઝબુઝથી નિયત આવી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે વિશેષ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લાના તમામ નોડલ અધિ...
કાલાવડના જશાપર ગામમાં થયેલ ચોરીઓનો ભેદ ઉકેલતી કાલાવડ ટાઉન પોલીસ

કાલાવડના જશાપર ગામમાં થયેલ ચોરીઓનો ભેદ ઉકેલતી કાલાવડ ટાઉન પોલીસ

Big Breaking
હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ           કાલાવડ તાલુકાના જશાપર ગામમાં ગત થોડાં દિવસો અગાઉ એક મંદિર અને એક રહેણાંક મકાનમાંથી આશરે આઠ લાખથી વધુની સોના અને ચાંદીના દાગીનાઓની ચોરીઓ થવા પામી હતી જોકે ગત રોજ કાલાવડ ટાઉન પોલીસ મથકના પો.કો એવાં જીતેન પાગડાર અને સંજય બલીયાને એક સંયુક્ત બાતમી મળી હતી કે, "જશાપર માં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમ ગામમાં શંકાસ્પદ રીતે હિલચાલ કરે છે" અને આ ઈસમને પોલીસ દ્રારા ઝડપી પાડતાં અરુણ ગોરધનભાઈ ચૌહાણ હાલ રહે. હીરપરા સ્કૂલની પાછળ આવેલ ઝૂપડપટ્ટી વાળાઓ પાસેથી ચોરી કરેલ દાગીનાઓ માંથી ૪૫૦૦/- રૂ. કિંમતના ચાંદીના સાંકળા મળી આવતાં પોલીસે વધું પુછપરછ કરતાં અરુણ ચૌહાણએ ગત થોડાં દિવસ અગાઉ જશાપર નાં એક મંદિર અને એક રહેણાંક મકાનમાંથી ચોરીઓ કરવા માટે અન્ય ફરાર પાંચ લોકો એવા દિનેશભાઈ રણજીતભાઇ રાઠોડ, કડકસિંગ, ભીખાભાઈ, ક્રિષ્ણાભાઈ અને અર્જુન તમામ રહે. મહેસાણાનાઓએ મદદગીરી કરી ...
કચ્છ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા  યોજાનારા મેગા યુવા મહોત્સવમાં  ૩૦૦ સ્પર્ધકો ભાગ લેશે

કચ્છ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા  યોજાનારા મેગા યુવા મહોત્સવમાં  ૩૦૦ સ્પર્ધકો ભાગ લેશે

Gujarat
હિન્દ ન્યુઝ, ભુજ          ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય અંતર્ગત કચ્છ  નહેરુ યુવા કેન્દ્ર અને અદાણી સ્કીલ ફાઉન્ડેશન ભુજ્ના સંયુકત ઉપક્રમે  "આઝાદીના અમૃત મહોત્સવ" અંતર્ગત  તા. ૨૪મી સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે  ૧૫થી ૨૯ વયના ભાઈઓ બહેનોનો એક "મેગા યુવા મહોત્સવ યોજાનાર  છે. જેમા ચિત્રકલા,કવિતા લેખન,વકતૃત્વ ,ફોટોગ્રાફી, યુવા સંવાદ તથા  સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધાઓ યોજાશે.           મેગા યુવા મહોત્સવની ઉજવણી  વિવિધ તાલુકાઓના વિવિધ સ્પર્ધાઓમાં  ૩૦૦ સ્પર્ધકો ભાગ લેશે.  જેમાં વિજેતાઓને રાજ્ય સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવાની તક મળશે. સ્પર્ધામા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધાના દિવસે દરેક સ્પર્ધકોએ સમયસર અદાણી સ્કીલ ફાઉન્ડેશન ભુજ , જી.કે. જનરલ હોસ્પિટલ ભુજ...
રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૨/૧૧/૨૦૨૨ થી તા.૧૮/૯/૨૦૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૨/૧૧/૨૦૨૨ થી તા.૧૮/૯/૨૦૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

Health
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ છુટક છુટક વરસાદ હાલ ચાલુ જ છે. વરસાદની ઋતુ દરમ્યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્...
ગીર સોમનાથમા સોમનાથ સર્કીટ હાઉસ ખાતે પીજીવીસીએલ વિભાગનીની સમીક્ષા બેઠક યોજાઇ

ગીર સોમનાથમા સોમનાથ સર્કીટ હાઉસ ખાતે પીજીવીસીએલ વિભાગનીની સમીક્ષા બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ગીર સોમનાથ પીજીવીસીએલ દ્વારા 13 સપ્ટેમ્બરના રોજ મુખ્ય ઇજનેર ડી વી લાખાણીની  અધ્યક્ષતામાં ,અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ જુનાગઢ પાઘડાર તથા કાર્યપાલક ઇજનેર વેરાવળ જોષી  ની હાજરીમાં પ્રજાના ચૂંટાયેલ પ્રતિનિધિઓ તથા વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના હોદ્દેદારોની સાથે  સમીક્ષા બેઠક સોમનાથ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ             જેમાં મુખ્યત્વે પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ હતી.તેમજ પ્રતિનિધિઓ અને હોદ્દેદારો પાસેથી વધુ સારી કામગીરી માટે સૂચનો પણ માંગવામાં આવેલ હતા. પીજીવીસીએલ દ્વારા આવેલા સુચનો મુજબ સૂચનોના અમલીકરણ માટે જરૂરી પ્રયાસ હાથ ધરી ગ્રાહકોને સુવિધા પૂરી પાડવામાં આવશે તેમ પીજીવીસીએલન યાદીમા જણાવવામા આવ્યુ હતુ....

ગીર સોમનાથ જિલ્લામા અનુસૂચિત જાતિના ૧૪ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ માટે અરજીઓ મંગાવાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, ગીર સોમનાથ રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત અનુસૂચિત જાતિના ૧૪ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે ‘‘ સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ગુજરાત રાજયના યુવક- યુવતિઓ રાજયના જુદા જુદા વિસ્તારો, સાગર સંપતિ ઉધોગ તથા સાગરકાંઠા વસવાટ કરતી પ્રજાનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની કલા અને સંસ્કૃતિ વગેરેનો પ્રત્યક્ષ પરિચય થાય તથા સાગરલક્ષી પ્રવૃતિઓ માટે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં યોજવામાં આવે છે.  ચાલુ  વર્ષે ૧૦ (દસ) દિવસ માટે આવો સાહસિક સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ માહે- નવેમ્બર-૨૦૨૨ દરમ્યાન ગીર સોમનાથ ખાતે યોજવાનું નક્કિ કરવામાં આવેલ છે. જેમાં રાજયભર માંથી મળેલ અરજીઓ માંથી ઉમેદવાર પસંદ કરી કુલ -૧૦૦ (એક સો) યુવક યુવતિઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવમાં આવશે. આ પ્રવાસમાં ...
પાણીએ પારસમણી છે તેનો કચ્છીઓ સમજપૂર્વક ઉપયોગ કરે- વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય

પાણીએ પારસમણી છે તેનો કચ્છીઓ સમજપૂર્વક ઉપયોગ કરે- વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ પાણી એ પારસમણી છે તેનો કચ્છી જનોએ ખૂબ જ સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કચ્છમાં નર્મદાના નીર આવ્યા બાદ સરહદી ગામો સુધી પીવાનું પાણી પહોંચ્યું છે જ્યારે હવે નર્મદાના વધારાના નીરની ફાળવણી બાદ સિંચાઈનો પ્રશ્ન પણ હલ થઈ જશે. ત્યારે પાણીનો સદુપયોગ થાય તે જોવાની સૌ જિલ્લા વાસીઓની ફરજ છે. તેવું નારણપર (રાવરી) ખાતે ગંગાજીના ઉજવણી કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું.  વિધાનસભા અધ્યક્ષએ સાંખ્ય યોગી બહેનો અને સંતોના આશીર્વાદ લઈને જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છની ખુબ ચિંતા કરે છે, તેમણે કચ્છને પાણીદાર બનાવવા માટે નર્મદાના પાણી આ સુકી ભૂમિ સુધી પહોંચાડ્યા છે .ત્યારે હવે આ પાણીની કિંમત સમજવાની જવાબદારી આપણા સૌની છે. તેમણે ઉમેર્યું હતું કે, નર્મદાના વધારાના પાણી મળવાથી કચ્છના ડેમ અને જળાશયો પણ તેનાથી ભરવામાં આવશે ત્યારે ખેડૂતો...
કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક – ૨ ભુજ ખાતે  નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત  વિવિધ વિષયોના કોર્નરનું ઉદ્ઘાટન કરવામાં  આવ્યું

કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક – ૨ ભુજ ખાતે  નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત  વિવિધ વિષયોના કોર્નરનું ઉદ્ઘાટન કરવામાં  આવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ           આજ રોજ કેન્દ્રીય  વિદ્યાલય ક્રમાંક-૨ ભુજમાં પ્રાથમિક વિભાગના બાળકો માટે નવી રાષ્ટ્રીય  શિક્ષણ નીતિ અંતર્ગત  વિવિધ વિષયોના કોર્નરનું  ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમનું  ઉદ્ઘાટન કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક-૨ ભુજના આચાર્ય રાજેશ ત્રિવેદી, બ્રિન્દાવનલાલ કશ્યપ તેમજ  પ્રાથમિક વિભાગના વરિષ્ઠ શિક્ષિકા છાયાબેન અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.            આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત બાળકોને શિક્ષણ શીખવવાની સામગ્રી હેઠળ, વિદ્યાર્થીઓને ચિત્રો, ગ્લોબ્સ, ચાર્ટ્સ, મોડેલ્સ વગેરે દ્વારા વિષય સમજાવવાનું કાર્ય કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ શીખવાની પ્રક્રિયામાં ઝડપી સક્રિય ભૂમિકા ભજવી શકે. ટીચિંગ લર્નિગ મટીરીયલ્સને TLM  તરીકે પણ ઓળખવામાં આવે છે. શિક્ષણને અસરકારક બનાવવા માટે ટીચિંગ લર્નિગ મટીરીયલ્સ એક ઉત્તમ સાધન છે. અભ્યાસક્ર...