હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ
ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ છુટક છુટક વરસાદ હાલ ચાલુ જ છે. વરસાદની ઋતુ દરમ્યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્ગ્યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.
મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે.
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.
| મચ્છર જન્ય રોગો | અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા
(તા.૧૨/૯/૨૦૨૨ થી તા.૧૮/૯/૨૦૨૨) |
વર્ષમાં કૂલ નોંઘાયેલ |
| મેલેરિયા | ૪ | ૨૮ |
| ડેન્ગ્યુ | ૧૮ | ૮૭ |
| ચિકુનગુનિયા | ૨ | ૧૬ |
અન્ય રોગચાળાની કેસની વિગત
(તા.૧૨/૯/૨૦૨૨ થી તા.૧૮/૯/૨૦૨૨)
| ક્રમ | વિગત | કેસની સંખ્યા |
| ૧ | શરદી – ઉધરસના કેસ | ૨૩૮ |
| ૨ | સામાન્ય તાવના કેસ | ૫૪ |
| ૩ | ઝાડા – ઉલટીના કેસ | ૬૧ |
| ૪ | ટાઈફોઈડ તાવના કેસ | ૦ |
| ૫ | કમળો તાવના કેસ | ૦ |
| ૬ | મરડાના કેસ | ૦ |
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૧૨/૯/૨૦૨૨ થી તા.૧૮/૦૯/૨૦૨૨ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૯૨,૮૨૧ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૨૬૯૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ યુવરાજનગર સ્લમ એરીયા, સાગરનગર સ્લમ એરીયા, આંબાવાડી, બાલકૃષ્ણ સોસા., આકાશદિ૫ સોસા., રિઘ્ઘી સિઘ્ઘી સોસા. (ગુજરાત હાઉસીંગ બોર્ડ કવા.), અમરનગર, ન્યુ શકિત સોસા., શકિત સોસા., સંજયનગર, મહેશનગર, ડેરીલેન્ડ સોસા., અમી પાર્ક શેરી નં. ૧, ર તથા મેઇન રોડ, જીવનનગર શેરી નં. ૧ થી ૭ તથા મેઇન રોડ તથા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ તથા શેરી નં. ૧ થી ૫ તથા આજુબાજુનો વિસતાર, જંકશનપ્લોટ શેરી નં. ૩, ૧૧ થી ૧ર, ૫રસાણાનગર શેરી નં. ૧૩, ૧૫, ૧૫(અ), ૧૬, શ્રોફ રોડ, પ્રેસ રોડ, હરિલાલ ગોસલીયા માર્ગ, પ્રભાત કોમ્પ્લેક્ષ, માઘવપ્રિત, મલબાર હિલ, સુરજ – ૧ અને ર, અભિલેખાગાર ભવન, ૫રાશર પાર્ક, રજપુત૫રા, મનહર પ્લોટ, વિદ્યાનગર, રામકૃષ્ણ્નગર, વિજય પ્લોટ, ભકિતનગર સ્ટેશન પ્લોટ, લોહાનગર ઇન્ડ. એરીયા, મીરા પાર્ક ૧ થી ૩, ન્યુ શકિત સોસા., ૧ થી ૩, વુંદાવન સોસા. ૧ થી ૪, શ્રી સદગુરૂ રણછોડનગર – ૧ થી ૬, વલ્લભનગર સોસા. ૧ થી ૪ તથા મે. રોડ, ગાંઘી સ્મૃતિ સોસા. – ૧ થી ૩, સેટેલાઇટ પાર્ક શેરી નં. ૧ થી ૩ તથા મે. રોડ, મારૂતીનગર ૧ થી ૩, આંબાભગત સોસા. શેરી નં. ૧ થી ર, સરદાર પટેલ કોલોની ૧ થી ૫, સિઘ્ઘી વિનાયક પાર્ક શેરી . ૧ થી ૩, એલ.પી. પાર્ક શેરી નં. ૧ થી ૭, શિવશકિત સોસા. ૧ થી ર, શ્રી નાથ પાર્ક ૧ થી ર ઓમ રેસીડેન્સી, ૮૦ ફુટ મે. રોડ, શિવરંજી સોસા. – ૧ થી ૩, શિવરંજની મે. રોડ, ભગવતી પાર્ક, રામ પાર્ક – ૧ થી ર કુવાડવા રોડ, ચામુંડા સોસા. મેઇન રોડ, ચામુંડા સોસા., રાજનગર, જુના મોરબી રોડ, ખોડીયાર ૫રા – ૧ થી ૪ નદીકાંઠો, મહાત્મા ગાંઘી પ્લોટ, ખોડીયાર૫રા મે. રોડ, આંબેડકરનગર, સમ્રાટ ઇન્ડ. એરીયા, પી. એન. ટી. કોલોની, હરીઘ્વાર સોસા., ખોડીયારનગર, જય ખોડીયાર કો. સોસા., આંબેડકરનગર – ૧ થી ૧૪, જુનુ ખોડીયાર – ૧ થી ૧૮, ન્યુ ખોડીયાર – ૧ થી ૭, ચામુંડાનગર – ૧ થી ૫, મારૂતિ ઇ. એરીયા, સમ્રશત ઇ. એરીયા, ગિતાનગર, પી. એન. ટી. કોલોની, અજમલનગર, વિશ્વકર્મા, હરિઘ્વાર શેરી નં. ૧ થી ૬, અંજતા પાર્ક મેઇન રોડ તથા આસપાસનો વિસ્તાર, સાઘુવાસવાણી , ગીતાંજલી સોસા., ગીતાજંલી કોલેજ તથા આસપાસનો વિસ્તાર, કોટેચાનગર, પારીજાત રેસીડેન્સી શેરી નં. ૧ થી ૪ તથા મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, ઘટેશ્વર કિસ્ટલ સ્કુલની પાસે તથા આજુબાજુનો વિસ્તાર, શિવઘામ સોસા., ભવનાથપાર્ક – ૧ શેરી નં. ૧, ર, ભવનાથ પાર્ક – ર શેરી નં. ૯ થી ૧૪, પારસ સોસ., શેરી નં. ૧ થી ૫, સરદાર પટેલ સોસા. શેરી નં. ૧ થી ૫, શ્યામ પાર્ક શેરી નં. ૧ થી ૪ મેઇન રોડ, શ્રીજી સોસા. શેરી નં. ૧ થી ૩, રંગીલા પાર્ક શેરી નં. ૧ થી ૪, માઘવ વાટીકા સોસા. મેઇન રોડ, શ્રઘ્ઘા પાર્ક મેઇન રોડ થી પટેલ ચોક સુઘી, પ્રહલાદ પ્લોટ શેરી નં. ૩૩ થી ૩૫ તથા આસપાસનો વિસ્તાર, ભવાનીનગર, રામનાથ૫રા, હાથીખાના – ૧ થી ૪, જુમ્મા મસ્જીદ, મકરબા શેરી, રામનાથ૫રા સ્મશાન, નદીકાંઠાનો વિસ્તાર, વિમાનગર, શિવાજીનગર, ગીતગુર્જરી સોસા., નહેરૂનગર, સુભાષનગર, બજરંગવાડી તથા આસપાસના વિસ્તાર, ઓમકાર સોસા., ગાયત્રી સોસા. તથા આસપાસની શેરી, રામાપીર ચોકડી આસપાસનો વિસ્તાર, ૧૫૦ ફુટ મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, આર.કે.નગર શેરી નં. ૧ થી ૫ તથા મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, શિવઘામ સોસા. શેરી નં. ૧ થી ૪ તથા મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, ટાગોરનગર શેરી નં. ૧ થી ૫ તથા મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૬૫૨ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ ૮૯૯ આસામીને નોટીસ તથા રૂા.૬૫૦૦/- નો વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવેલ છે.
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી. બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુઘી ૫હોંચાડવી. આમ, માત્ર ૧૦ મિનીટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.
ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયા અટકાયતી માટે વરસાદ રોકાયા બાદ આટલું જરૂરી કરીએ.
- અગાસી કે છજજામાં જમા થયેલ વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરીએ
- અગાસી, બાલકની કે ગાર્ડનમાં રાખેલ છોડના કુંડા, કયાળા વગેરેમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
- ૫ક્ષીકુંજ, ૫શુને પીવાની કુંડી હાલ ચોમાસા પુરતી વ૫રાશમાં ન લઇને વરસાદી પાણી ભરાઇ ન રહે તેવી રીતે ઉંઘું કરીને રાખવા અથવા દરરોજ રાત્રે ખાલી કરીને ઉંઘું રાખયા બાદ જ સવારે નવું પાણી ભરવું.
- અગાસી, છા૫રા વગેરે ૫ર પડેલ ભંગાર, ટાયર, ડબ્બા ડુબ્લી વગેરે જેવા પાત્રોમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
- પીવાના તથા ઘરવ૫રાશના તમામ પાણી ભરેલ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ.
- ઘરની આસપાસ જમા ખાડા-ખાબોચીયામાં જમા થયેલ પાણીમાં બળેલ ઓઇલ નાખીએ.
યાદ રાખો
આદત બદલો, રાજકોટ બદલાશે., સ્વચ્છ રાજકોટ, મચ્છરમુકત રાજકોટ
