પ્રાકૃતિક ખેતીમાં લીલો પડવાશ: કૃષિ માટે પોષક તત્વો તથા જૈવિક પદાર્થનો ઉમદાસ્ત્રોત
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર
ભારત દેશમાં હરિયાળી ક્રાંતિ થવા પાછળ કૃષિક્ષેત્રની અનેક નવીનતમ શોધો અને આધુનિક ટેક્નોલોજીનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. પરંતુ આજે રાસાયણિક ખાતરનો અસંતુલિત વપરાશ તથા કુદરતી ખાતરના ઓછા ઉપયોગને લીધે જમીનનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. રાસાયણિક ખાતરનો અંધાધૂંધ ઉપયોગ થવાથી જમીનના સ્વાસ્થ્ય, પર્યાવરણ તથા જીવસૃષ્ટિ પર ખુબ ખરાબ અસર પડી છે. જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે જમીનમાં યોગ્ય સમયે હ્યુમસની ખામી પુરી કરી જૈવિક પદાર્થ બનવો જરૂરી છે. જેથી નાઈટ્રોજનની પૂર્તિ થઈ શકે અને જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવોનો વિકાસ થાય.
જમીનમાં ભેજની પૂર્તિ માત્રને માત્ર કુદરતી ખાતર દ્વારા જ કરી શકાય છે, પરંતુ કુદરતી ખાતર જેવા કે, છાણીયું ખાતર, બાયો ફર્ટીલાઈઝર તથા કમ્પોસ્ટ આપણી ખેતીની જરૂરિયાત પુરી કરવા માટે પૂરતા જથ્થામાં ઉપલબ્ધ નથી તથા તેની કાર્યક્ષમતા પણ ખુબ ઓછી છે. તેને પહોંચી વ...






