હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
તા.૨૯-૩૦/૦૪/૨૦૨૫ ના રોજ નો અખાત્રીજનો જૈન મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે. આ મેળાનું આયોજન જૈન આણંદજી કલ્યાણજી પેઢી તરફથી પાલીતાણા તળેટી, ગીરીરાજ ડુંગર વગેરે વિસ્તારોમાં કરવામાં આવે છે. જેથી આ મેળામાં મોટી સંખ્યામાં જૈન યાત્રાળુઓ શૈત્રુંજય ગીરીરાજ ડુંગર પર દર્શનાર્થે જતા હોય છે.
આથી આ વિસ્તારોમાં “ગેરકાયદેસર રીતે પાન, મસાલા, ગુટકા, તમાકું તેમજ ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની કોથળીઓ, પાઉચ બોટલો જેવી ચીજવસ્તુઓનું વેચાણ ન થાય તે માટે તા.૨૯/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ (દિન-૨) માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવા ઉચિત જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા અખાત્રીજ મેળામાં ગીરીરાજ ડુંગર ઉપરના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પાન, મસાલા, ગુટકા, તમાકું તેમજ ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની કોથળીઓ, પાઉચ, બોટલો જેવી ચીજવસ્તુઓનું વેચાણ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામાનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષા થશે.
