Saturday, February 14News That Matters

બોટાદ જિલ્લામાં વિશ્વ પશુચિકિત્સા દિવસ-૨૦૨૫ની ઉજવણી

હિન્દ ટીવી – ગુજરાતી, બોટાદ 

    વિશ્વ પશુચિકિત્સા દિવસ-૨૦૨૫ની ઉજવણી નિમિત્તે બોટાદ જિલ્લા પશુપાલન અધિકારી ડો.આર.જી.માળીના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં કાનિયાડ – બોટાદ, ચભાડિયા – ગઢડા, અલમપર – રાણપુર અને બેલા – બરવાળા એમ ચારેય તાલુકાઓમાં પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વેટરનરી પોલિકલિનિક બોટાદ દ્વારા જીંજાવદર – બોટાદમાં જાતીય આરોગ્ય સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં પશુઓને જાતિય સારવાર, મેડિસીનલ સારવાર, કૃમિનાશક એમ કુલ 2065 સારવાર આપવામાં આવી હતી.

પશુપાલકોને હાલના ગરમ વાતાવરણમાં પશુઓની કાળજી લેવા અંગ માહિતગાર કરાયા હતા. સાથોસાથ નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ખરવા-મોવાસા રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *