Tuesday, September 8News That Matters

Gujarat

ગીર સોમનાથ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૧૫મી જુલાઇના મળશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ         જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ગીર સોમનાથ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા.૧૫/૦૭/૨૦૨૩ના રોજ બપોરના ૧૧: ૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. જેમાં જનપ્રતિનિધિઓ તેમજ સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ જનતાની મુશ્કેલીઓને લગતા તમામ પ્રશ્નોની સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ તરફથી રજૂ થયેલ પ્રશ્નોની પણ સમીક્ષા તેમજ પેન્ડીંગ રહેલા પ્રશ્નની અદ્યતન સ્થિતિનો અહેવાલ કરવામાં આવશે....
“રૂડા” વિસ્તારમાં બેડી-માલીયાસણ હયાત ૪-માર્ગીય રસ્તાના મજબુતીકરણ કરવા માટે સાઈટ વિઝિટ કરતા “રૂડા”ના ચેરમેન આનંદ પટેલ

“રૂડા” વિસ્તારમાં બેડી-માલીયાસણ હયાત ૪-માર્ગીય રસ્તાના મજબુતીકરણ કરવા માટે સાઈટ વિઝિટ કરતા “રૂડા”ના ચેરમેન આનંદ પટેલ

Gujarat
હિન્દ ન્યુઝ, રાજકોટ        રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા રૂડા હેઠળના વિવિધ ગામોના વિસ્તારોમાં લોકોની સુખ-સુવિધાઓમાં વધારો કરવા ક્રમશઃ વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત “રૂડા”ના ચેરમેન આનંદ પટેલે તા. ૦૧-૦૭-૨૦૨૩ના રોજ રૂડા વિસ્તારમાં સ્થિત બેડી-માલીયાસણ હયાત ૪-માર્ગીય રસ્તાના મજબુતીકરણ અનુસંધાને સાઈટ વિઝિટ કરી હતી. આ સાઈટ વિઝિટ દરમ્યાન ચેરમેનએ વિવિધ મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરી સ્થળ પર જ આ પ્રોજેક્ટને મંજૂરી આપી આ માટેના ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરાવી હવે પછીની કાર્યવાહી ઝડપભેર આગળ ધપાવવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી. આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા “રૂડા”ના ચેરમેન આનંદ પટેલે જણાવ્યું હતું કે, રીંગરોડ-૧, બેડી-માલીયાસણ રોડ (બેડી ચોકડીથી માલીયાસણ ચોકડી/નેશનલ હાઈવે-૨૭) સુધીનાં હયાત રસ્તાની મુલાકાત કરી રસ્તાની સ્થિતિની નિરીક્ષણ તથા હયાત ૪-માર્ગીય રસ્તાના મજ...

આણંદના સેતુ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે વિદ્યાનગરની આઈ.બી.પટેલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિનીઓને મહેંદી મૂકવાનો કાર્યક્રમ અને સ્પર્ધા પણ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ             આણંદના સેતુ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે વિદ્યાનગર ખાતે આવેલી આઈ.બી.પટેલ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થિનીઓને મહેંદી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ ઉપરાંત અહી એક નાની મહેંદી સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. જેમાં મહેંદી મૂકવાની આવડત ધરાવતી 17 જેટલી બાળાઓને પસંદ કરવામાં આવી હતી.સ્પર્ધાના અંતે ટ્રસ્ટ દ્વારા વિજેતા વિદ્યાર્થિનીઓને શ્રેષ્ઠ પારિતોષિક અને અન્યને પણ પ્રોત્સાહન ઇનામ આપીને સન્માનિત કરવામાં આવી હતી. આણંદમાં ગૌરી વ્રત ઉત્સવ દરેક દીકરી અને પરિવાર માટે વિશેષ મહત્વ ધરાવે છે.આ વ્રત દરમ્યાન દીકરીઓ ખાસ શૃંગાર કરતી હોય છે પરંતુ તેમાંય મહેંદી નું ખાસ મહત્વ હોય છે. સેતુ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે વિદ્યાનગર ખાતે આવેલી આઈ.બી.પટેલ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થિનીઓને ...
રાજકોટ મહાનગરપાલિકાના ૧૫ કર્મચારીઓને નિવૃત્તિ  વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ

રાજકોટ મહાનગરપાલિકાના ૧૫ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ        રાજકોટ મહાનગરપાલિકામાં જુન-૨૦૨૩માં નિવૃત થતા ૧૫ કમર્ચારીઓને મ્યુનિ. કમિશનર આનંદ પટેલ દ્વારા મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પણ કમિશનર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.   આ પ્રસંગે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ખુબ ઝડપથી બદલી રહ્યું છે. એક નાના નગરમાંથી રાજકોટને તેજ રફતારથી વિકસતું શહેર બનાવવામાં કર્મચારીઓ અને અધિકારીઓનું ખુબ મોટું યોગદાન છે. રાજકોટ મહાનગરપાલિકામાં અઢી-ત્રણ દાયકા કે તેથી પણ વધુ સમય સુધીની લાંબી કારકિર્દીમાં જનહિતના કાર્યોમાં સેવા આપીને નિવૃત થઇ રહેલા તમામ કર્મચારીઓની સાથોસાથ તેમના પ...
તા. ૧ થી ૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરોમાં કુલ ૧૫૪૧૫ મિલ્કતધારકએ લાભ લીધો: કુલ રૂ. ૧૩.૯૮ કરોડનો વેરો ભરપાઈ કર્યો

તા. ૧ થી ૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરોમાં કુલ ૧૫૪૧૫ મિલ્કતધારકએ લાભ લીધો: કુલ રૂ. ૧૩.૯૮ કરોડનો વેરો ભરપાઈ કર્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ       રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને ૨૦૨૩-૨૪ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં તા. ૧ થી ૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૫% અને મહિલા મિલ્કતધારકને ૧૦% વળતર આપવામાં આવેલ, જેમાં કુલ ૧૫૪૧૫ મિલ્કતધારકએ લાભ લીધો: કુલ રૂ. ૧૩.૯૮ કરોડનો વેરો ભરપાઈ કર્યો અને કુલ રૂ. ૪૮.૯૬ કરોડનું વળતર આપવામાં આવેલ, તેમ મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરા વળતર યોજના તા. ૧૨-૦૪-૨૦૨૩થી શરૂ કરવામાં આવી હતી જેમાં તા. ૧૨-૦૪-૨૦૨૩થી તા. ૩૦-૦૬-૨૦૨૩ સુધીમાં કુલ ૩૦૯૨૪૭ મિલ્કતધારકોએ કુલ રૂ. ૨૧૧.૮૨ કરોડનો વેરો ભરપાઈ કર્યો છે. શહેરના કુલ ૨૦૭૧૩૩ ...

ગીર સોમનાથ ખાતે સરકારની પાલક માતાપિતા યોજના અંતર્ગત ૪ બાળકોને મળી સહાય

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ         ગીર સોમનાથ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ઈણાજ ખાતે સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટીના અધ્યક્ષપદે બેઠક યોજાઈ હતી. જેમાં પાલક માતાપિતા યોજનાના ગીર ગઢડાના ૨ લાભાર્થી, ઉનાના ૧ લાભાર્થી અને વેરાવળના ૧ લાભાર્થી એમ કુલ ચાર બાળકોની અરજી મંજુર કરેલ હતી. જે અંતર્ગત તમામને સહાયનો લાભ આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ સહાય અંતર્ગત જે બાળકના માતાપિતા બન્ને મૃત્યુ પામ્યા હોય તેવા અનાથ બાળકો તેમજ બાળકના પિતાનું અવસાન થયેલું હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય અને જેની સારસંભાળ નજીકના સગાઓ કરતા હોય તેવા બાળકોને સહાય આપવામાં આવે છે. જે લાભાર્થીના બેંકના ખાતામાં જમા થાય છે અને 18 વર્ષ સુધી દર મહિને રૂ.3000ની સહાય ચાલુ રહે છે જેથી બાળક સારી રીતે અભ્યાસ કરી શકે. ઉપરાંત આ યોજનાનો ફોલોઅપ રિપોર્ટ પણ દર વર્ષે જૂન અને ડિસેમ્બર માસમાં કચેરી દ્વારા લેવામાં...

સંસ્કાર વિલા બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૮/૦૬/૨૦૨૩ નાં રોજ સંસ્કાર વિલા, ૮૦ ફુટ રોડ, રેલનગર, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, આ મોકડ્રીલમાં અંદાજે ૫૦ થી ૫૫ રહેવાસીઓ જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર એ.બી.ઝાલા, ફાયરમેન સંજયભાઇ જાદવ, મેહુલભાઇ તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે ચીફ ફાયર ઓફીસર ...
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માન. અગ્ર સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટ સમીક્ષા બેઠક યોજાઈ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માન. અગ્ર સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટ સમીક્ષા બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ન્યુઝ, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજ તા. ૨૯-૦૬-૨૦૨૩ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માન. અગ્ર સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષ સ્થાને વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રાજકુમાર બેનીવાલ (Commissioner of Municipalities Administration), આર. જી. ગોહિલ (Secretary, Housing & Nirmal Gujarat), આર. એસ. નીનામા (Commissioner , Gujarat Housing Board), ડી. જે. જાડેજા (CTPO, TP & VD), બી.બી.વાહોનિયા(CEO, Gujarat Municipal Finance Board), ભવ્ય વેરમા (Mission Director, SBM & NULM), સાલીની દુહાન (Deputy Secretary (Project), UDD), આનંદ ઝીન્ઝાલા (Joint Secretary, UDD), બી. એસ. મિસ્ત્રી (Deputy Secretary (Budget), UDD & Fire & NULM, UDD) અને વી. એલ. અનડકટ (Advisor, UDD) સહિતના ગાંધીનગર ખાતેથી અધિકારીઓ અને મનપાના નાયબ મ્યુનિ. કમિશનરઓ અનિલ ધામે...

ગુજરાતમાં ફાળવાયેલા ર૦રરની બેચના આઇ.એ.એસ(પ્રોબેશ્નર્સ) પૈકી નર્મદા જિલ્લામાં ફિલ્ડ તાલીમ માટે જોડાતા સુશ્રી પ્રતિભા દહિયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  ગુજરાત કેડરમાં ફાળવાયેલા ર૦રરની બેચના ૯ પ્રોબેશ્નરી આઇ.એ.એસ અધિકારીઓ પૈકી એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં તાલીમ માટે સુ પ્રતિભા દહિયા આજે તા.26મી જૂન,2023ને સોમવારના રોજ જોડાતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા સાથે મુલાકાત કરી પરિચય કેળવ્યો હતો. મૂળ હરિયાણાના વતની શ્રીમતી પ્રમિલાબેન અને ઓપ્રકાશ દહિયાના પુત્રી સુ પ્રતિભા દહિયાએ અંગ્રેજી સાહિત્ય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી હતી. દરમિયાન વર્ષ ૨૦૨૨ની યુપીએસસીની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. ગુજરાત કેડરમાં પસંદગી પામ્યા હતા. અગાઉ વર્ષ ૨૦૨૧ની બેચમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી આઈ.પી.એસ.ની આસામ કેડરમાં તેઓ પસંદગી પામ્યા હતા. જ્યાં તેઓ તાલીમ લઈ રહ્યા હતા, તે દરમિયાન પુનઃ યુપીએસસીની પરીક્ષા આપતાં સફળતા પ્રાપ્ત કરી આઈ.એ.એસ. ગુજરાત કેડરમાં પસંદગી પામ્યા છે. ગુજરાતમાં પ્રોબેશ્...

રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને તા.૨૭મી જૂનના રોજ પારિતોષિક એનાયત કરાશે

Gujarat
ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ : ૨૦૨૩ હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાતના નાણાંમંત્રી કનુભાઈ દેસાઇના અધ્યક્ષસ્થાને આવતી કાલે તા.૨૭ જુનના રોજ ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક અર્પણ કરવામાં આવશે. આ સમારંભમાં નાણામંત્રીના હસ્તે વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્ર પારિતોષિક એનાયત કરવામાં આવનાર છે. ગુજરાતી ચલચિત્રો તેમજ તેની સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ચલચિત્રોને પારિતોષિક અર્પણ કરવામાં આવે છે. ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં વર્ષ ૨૦૧૬-૧૭, વર્ષ ૨૦૧૭-૧૮, વર્ષ-૨૦૧૮ અને વર્ષ-૨૦૧૯ મળી ચાર વર્ષ દરમિયાનની ચલચિત્રોને સમાવવામાં આવી છે. નવા સચિવાલય,સ્વ...