Tuesday, February 17News That Matters

ગીર સોમનાથ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૧૫મી જુલાઇના મળશે

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ  

      જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ગીર સોમનાથ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા.૧૫/૦૭/૨૦૨૩ના રોજ બપોરના ૧૧: ૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. જેમાં જનપ્રતિનિધિઓ તેમજ સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ બેઠકમાં ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ જનતાની મુશ્કેલીઓને લગતા તમામ પ્રશ્નોની સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ તરફથી રજૂ થયેલ પ્રશ્નોની પણ સમીક્ષા તેમજ પેન્ડીંગ રહેલા પ્રશ્નની અદ્યતન સ્થિતિનો અહેવાલ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *