Tuesday, February 17News That Matters

જિલ્લા સેવાસદન ખાતેસ્વા તંત્ર્ય સેનાની સન્માન સમારંભ યોજાયો

રાતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, જીવન અંજલિ થાજો”

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

      રાતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, જીવન અંજલિ થાજો કવિ શ્રી કરસનદાસ માણેકની આ પંક્તિઓ દેશના એ શૂરવીર સ્વાતંત્ર્ય સેનાનીઓ પર બરાબર યોગ્ય સાબિત થાય છે. જેમણે અલગ-અલગ સંગ્રામમાં ભાગ લઈ કાંટાળી કેડી પર ત્યાગ, સમર્પણ તેમજ રાષ્ટ્રભાવના દ્વારા આઝાદીનું પુષ્પ ખીલવ્યું. ગીર સોમનાથ જિલ્લાના આવા જ સ્વાતંત્ર્ય વીરોનું સન્માન કરવા રમતગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા સેવાસદનઇણાજ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સન્માન સમારંભ યોજાયો હતો.

જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં દિવ મુક્તિ સંગ્રામ આંદોલનમાં ભાગ લેનાર અનસંગ હીરો પ્રતાપરાય છોટાલાલ પાઠક, મનુરાય જયશંકર જોશી, નવિનચંદ્ર રામશંકર જોશી, ગીરધરલાલ.એન.વાઘેલા એમ ઉનાના ૪ તેમજ નવનિર્માણ આંદોલનમાં ભાગ લેનાર કોડીનારના ફરીદભાઈ ખોખર એમ કુલ ૫ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને શાલ ઓઢાડી તેમજ સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

આ તકે, જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, નિષ્ઠા, સમર્પણ અને રાષ્ટ્રપ્રેમ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશને આઝાદી અપાવવામાં આપેલું યોગદાન અમુલ્ય છે. તેમણે કરેલા સંઘર્ષ તેમજ બહાદુરીને આજે યાદ કરી આપણે સૌ બીરદાવીએ છીએ. એમના બલિદાનની ભાવનાથી નવી પેઢીમાં પણ રાષ્ટ્રવાદના બીજ રોપાશે તેમજ એવો સંદેશો મેળવશે કે પૂર્વજોના સંઘર્ષથી જ આપણે લોકશાહીના મીઠા ફળ ચાખી રહ્યાં છીએ. તમામ સ્વાતંત્ર્યવીરો આપણા જિલ્લાનું ગૌરવ છે.

આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા, અધિક જિલ્લા કલેક્ટર બી.વી.લિંબાસિયા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા સહિત પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ અને સ્વાતંત્ર્યવીરોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *