Tuesday, February 17News That Matters

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માન. અગ્ર સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટ સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

        રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજ તા. ૨૯-૦૬-૨૦૨૩ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માન. અગ્ર સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષ સ્થાને વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રાજકુમાર બેનીવાલ (Commissioner of Municipalities Administration), આર. જી. ગોહિલ (Secretary, Housing & Nirmal Gujarat), આર. એસ. નીનામા (Commissioner , Gujarat Housing Board), ડી. જે. જાડેજા (CTPO, TP & VD), બી.બી.વાહોનિયા(CEO, Gujarat Municipal Finance Board), ભવ્ય વેરમા (Mission Director, SBM & NULM), સાલીની દુહાન (Deputy Secretary (Project), UDD), આનંદ ઝીન્ઝાલા (Joint Secretary, UDD), બી. એસ. મિસ્ત્રી (Deputy Secretary (Budget), UDD & Fire & NULM, UDD) અને વી. એલ. અનડકટ (Advisor, UDD) સહિતના ગાંધીનગર ખાતેથી અધિકારીઓ અને મનપાના નાયબ મ્યુનિ. કમિશનરઓ અનિલ ધામેલિયા અને ચેતન નંદાણી સહીતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

આ બેઠકમાં સ્માર્ટ સિટી મિશન, અટલ સરોવર ડેવલપમેન્ટ, અમૃત મિશન યોજના, સ્વર્ણિમ જયંતિ યોજના, NULM Scheme, રાજકોટ રાજપથ લી., NGT પ્રોગ્રેસ, ગતિશક્તિ પ્રોજેક્ટ, અર્બન ગ્રીન પ્રોજેક્ટ, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સ્વચ્છ ભારત મિશન પ્રોજેક્ટ, ટી.પી.સ્કીમ, પ્રિ-મોન્સુન કામગીરી અને પ્લાનિંગ, રાજકોટ રિંગ રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિગેરે પ્રોજેક્ટ અંગેનું પ્રેઝેન્ટેશન નિહાળી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ઉપરોક્ત બેઠકમાં માન. અગ્ર સચિવ અશ્વિનીકુમારનું મ્યુનિ. કમિશનર આનંદ પટેલે અને રાજકુમાર બેનીવાલ (Commissioner of Municipalities Administration)નું નાયબ મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *