Tuesday, February 17News That Matters

તા. ૧ થી ૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરોમાં કુલ ૧૫૪૧૫ મિલ્કતધારકએ લાભ લીધો: કુલ રૂ. ૧૩.૯૮ કરોડનો વેરો ભરપાઈ કર્યો

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

      રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને ૨૦૨૩-૨૪ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં તા. ૧ થી ૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૫% અને મહિલા મિલ્કતધારકને ૧૦% વળતર આપવામાં આવેલ, જેમાં કુલ ૧૫૪૧૫ મિલ્કતધારકએ લાભ લીધો: કુલ રૂ. ૧૩.૯૮ કરોડનો વેરો ભરપાઈ કર્યો અને કુલ રૂ. ૪૮.૯૬ કરોડનું વળતર આપવામાં આવેલ, તેમ મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરા વળતર યોજના તા. ૧૨-૦૪-૨૦૨૩થી શરૂ કરવામાં આવી હતી જેમાં તા. ૧૨-૦૪-૨૦૨૩થી તા. ૩૦-૦૬-૨૦૨૩ સુધીમાં કુલ ૩૦૯૨૪૭ મિલ્કતધારકોએ કુલ રૂ. ૨૧૧.૮૨ કરોડનો વેરો ભરપાઈ કર્યો છે. શહેરના કુલ ૨૦૭૧૩૩ મિલકતધારકોએ રૂ. ૧૨૭.૨૦ કરોડનો ઓનલાઇન વેરો ભરપાઈ કર્યો છે. જેમાં કુલ રૂ. ૨૧.૬૪ કરોડનું વળતર આપવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ વધુ ૨૪૬૭૨ કરદાતાઓએ રૂ. ૩૪.૬ કરોડનો વેરો ભરપાઈ કર્યો છે.

રાજકોટ શહેરના ફરજનિષ્ઠ નાગરિકો દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવતા તંત્ર દ્વારા શહેરના વિકાસ કામોને વેગ મળે છે. શહેરના વિકાસમાં નાગરિકોનો ખુબ મોટું યોગદાન છે. વેરો ચૂકવી પોતાનું કર્તવ્ય નિભાવનાર રાજકોટના નાગરિકોનો રાજકોટ મહાનગરપાલિકા આભાર વ્યક્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *