Tuesday, February 17News That Matters

ગીર સોમનાથ ખાતે સરકારની પાલક માતાપિતા યોજના અંતર્ગત ૪ બાળકોને મળી સહાય

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ  

      ગીર સોમનાથ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ઈણાજ ખાતે સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટીના અધ્યક્ષપદે બેઠક યોજાઈ હતી. જેમાં પાલક માતાપિતા યોજનાના ગીર ગઢડાના ૨ લાભાર્થી, ઉનાના ૧ લાભાર્થી અને વેરાવળના ૧ લાભાર્થી એમ કુલ ચાર બાળકોની અરજી મંજુર કરેલ હતી. જે અંતર્ગત તમામને સહાયનો લાભ આપવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, આ સહાય અંતર્ગત જે બાળકના માતાપિતા બન્ને મૃત્યુ પામ્યા હોય તેવા અનાથ બાળકો તેમજ બાળકના પિતાનું અવસાન થયેલું હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય અને જેની સારસંભાળ નજીકના સગાઓ કરતા હોય તેવા બાળકોને સહાય આપવામાં આવે છે. જે લાભાર્થીના બેંકના ખાતામાં જમા થાય છે અને 18 વર્ષ સુધી દર મહિને રૂ.3000ની સહાય ચાલુ રહે છે જેથી બાળક સારી રીતે અભ્યાસ કરી શકે.

ઉપરાંત આ યોજનાનો ફોલોઅપ રિપોર્ટ પણ દર વર્ષે જૂન અને ડિસેમ્બર માસમાં કચેરી દ્વારા લેવામાં આવે છે. આ તકે, સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ કમિટીની બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એ.સૈયદ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પી.આર પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *