Tuesday, February 17News That Matters

રાજકોટ મહાનગરપાલિકાના ૧૫ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

       રાજકોટ મહાનગરપાલિકામાં જુન-૨૦૨૩માં નિવૃત થતા ૧૫ કમર્ચારીઓને મ્યુનિ. કમિશનર આનંદ પટેલ દ્વારા મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પણ કમિશનર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.  

આ પ્રસંગે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ખુબ ઝડપથી બદલી રહ્યું છે. એક નાના નગરમાંથી રાજકોટને તેજ રફતારથી વિકસતું શહેર બનાવવામાં કર્મચારીઓ અને અધિકારીઓનું ખુબ મોટું યોગદાન છે. રાજકોટ મહાનગરપાલિકામાં અઢી-ત્રણ દાયકા કે તેથી પણ વધુ સમય સુધીની લાંબી કારકિર્દીમાં જનહિતના કાર્યોમાં સેવા આપીને નિવૃત થઇ રહેલા તમામ કર્મચારીઓની સાથોસાથ તેમના પરિવારજનોનો પણ હું મહાનગરપાલિકા વતી આભાર વ્યક્ત કરું છું. પરિવારજનોના સાથ સહકારના કારણે જ અધિકારીઓ – કર્મચારીઓ પુરી નિષ્ઠાથી ફરજ બજાવે છે. નિવૃત થતા અધિકારીઓ – કર્મચારીઓ હવે જીવનમાં એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓ સ્વસ્થ અને નીરોગી રહે તેમજ પોતાના સંતાનોના સંતાન સાથે શાંતિ અને આનંદથી સમય પસાર કરે.

કમિશનરએ વધુમાં કહ્યું હતું કે, આજે નિવૃત થયેલ કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠાને હું બિરદાવું છું. તેઓના પ્રશ્નો માટે રાજકોટ મહાનગરપાલિકાનો પરિવાર હંમેશા તેઓની સાથે રહેશે. બદલાતા સમય સંજોગોમાં ટેન્શનવાળી લાઈફમાં સરકારી નોકરીમાં લાંબી કારકિર્દી બાદ ગૌરવભેર અને ખુબ સારા સ્વાસ્થ્ય સાથે નિવૃત્ત થઇ રહ્યા છો એ જોઇને આનંદ થાય છે. સમાજમાં સરકારી નોકરી વિશે જે ખ્યાલ પ્રવર્તે છે તેમાં અને વાસ્તવિકતામાં ઘણો તફાવત છે; કપરી જવાબદારી અને સંઘર્ષ માત્ર કર્મચારીને જ ખબર હોય છે. ગઈકાલની જ વાત કરૂ તો ગત રાત્રે ભારે વરસાદને પગલે રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારીઓ અને કર્મચારીઓ મોડી રાત્રી સુધી ફરજ બજાવતા હતા. સ્ટાફની આ કર્તવ્યનિષ્ઠાને પરિણામે જ રાજકોટ મહાનગરપાલિકા લોકો વચ્ચે જઈ શકે છે. નિવૃત થતા કર્મચારીઓ તેઓની કારકિર્દી દરમ્યાન ઘર અને સમાજ માટે ખુબ ઓછો સમય આપી શક્યા છે. હવે તેઓ માત્ર ઘર કે સમાજ જ નહી પરંતુ પોતાની આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ સમય પસાર કરે એવી શુભકામના પાઠવું છું અને ટીમ આર.એમ.સી. વતી આપનો તથા આપના પરિવારનો આભાર પણ માનું છું.

          ૩૦મી, જુન-૨૦૨૩નાં દિવસે (૧) કમિશનર બ્રાંચના જુનીયર ક્લાર્ક કારેલીયા ભાવેશભાઈ, (૨) ડ્રેનેજ શાખાના એસ. આઈ. મકવાણા જસવંતભાઈ, (૩) વોટર વર્કસ શાખાના આસી. ફીટર મકવાણા નરસિંહભાઈ, (૪) ટેક્સ શાખાના જુનીયર ક્લાર્ક પરમાર કાંતિલાલ, (૫) ટેક્સ શાખાના પટ્ટાવાળાશ્રી ચાવડા શારદાબેન, (૬) ગાર્ડન શાખાના લેબર સોલંકી સવિતાબેન, (૭) માર્કેટ શાખાના હેડક્લાર્ક ઠાકર નયનભાઈ, (૮) ઝૂ શાખાના એનિમલ કીપર મનસુખભાઈ ગોબરભાઈ, (૯) ફાયર એન્ડ ઇમરજન્સી શાખાના સ્ટેશન ઓફિસર ઝીન્ઝૂવાડીયા શાર્દુલભાઈ, (૧૦) ડ્રેનેજ શાખાના હેવી વ્હીકલ ડ્રાઈવર કમ ઓપરેટર વ્યાસ મનોજભાઈ તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદારો (૧૧) વડોદરા રામજીભાઈ, (૧૨) કબીરા અશોકભાઈ, (૧૩) પઢીયાર લક્ષ્મીબેન, (૧૪) ઘાવરી બલવીરભાઈ અને (૧૫) વાઘેલા વસંતભાઈ નિવૃત થયેલ છે.

         નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી તથા સંબંધિત શાખાધિકારીઓના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી. નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમમાં ચીફ એકાઉન્ટન્ટ મિત સવજીયાણી, સહાયક મ્યુનિ. કમિશનર સમીર ધડુક, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, ડાયરેક્ટ પાર્કસ એન્ડ ગાર્ડન એલ. જે. ચૌહાણ, દબાણ હટાવ શાખાના એન્ક્રોચમેન્ટ ઓફિસર કેપ્ટન પી.જે. બારીયા, ઝૂ સુપ્રિટેન્ડન્ટ ડૉ. આર. કે. હિરપરા, ગાર્ડન ટેક્સ શાખાના આસિસ્ટન્ટ મેનેજર આર.એમ.ગામેતી, આસિસ્ટન્ટ મેનેજરઓ વિવેક મહેતા સહીતનાં અધિકારીઓ – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *