Tuesday, September 8News That Matters

Gujarat

બાગાયત ખાતાની અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત એક દિવસીય કિચન ગાર્ડન અંગેની તાલીમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લાનાં તમામ શહેરીજનોને જણાવવાનું કે, મદદનીશ બાગાયત નિયામક (કેનીંગ), નાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગર દ્વારા ૧૮ થી ૫૫ વર્ષના તમામ તાલીમાર્થીઓ માટે બાગાયત ખાતાની અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત એક દિવસીય વિનામુલ્યે કિચન ગાર્ડન અંગેની તાલીમ અંગેનું આયોજન કરેલ છે. જે તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ૩૦ થી ૪૦ રહેશે તેમજ આ તાલીમ હેઠળ કિચન ગાર્ડન, ન્યુટ્રીશનલ ગાર્ડન, હાઇડ્રોપોનિકસ, માઇક્રોગ્રીન્સ તથા પેરી અર્બન હોર્ટીકલ્ચર વગેરે જેવા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવાનું હોય તો, તાલીમમાં લાભ લેવા માંગતા તમામ તાલીમાર્થીઓએ તા.:૩૦/૦૭/૨૦૨૩ સુધીમાં કચેરી ખાતે જરૂરી ડોક્યુમેંટ જેવા કે ચુંટણી કાર્ડ, આધારકાર્ડની નકલ સાથે રૂબરૂ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે મદદનીશ બાગાયત નિયામક(કેનીંગ), નાયબ બાગાયત નિયામકની કચેરી, સરકારી ટેકનિકલ સ્કુલ ...
ગીર સોમનાથ જિલ્લાના નાના માછીમારો સુધી પહોંચી રહ્યાં છે મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાના લાભ

ગીર સોમનાથ જિલ્લાના નાના માછીમારો સુધી પહોંચી રહ્યાં છે મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાના લાભ

Gujarat
રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ        ગુજરાત રાજ્યને ૧૬૦૦ કિ.મી લાંબા દરિયાકિનારાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. જેના પર ઘણાં ઉદ્યોગ નભે છે. રાજ્યમાં સરકારશ્રીના મત્સ્યોદ્યોગ દ્વારા મીઠાપાણીનો મત્સ્યોદ્યોગ, દરિયાઈ મત્સ્યોદ્યોગ તેમજ ભાંભરાપાણીના મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલ તમામ માછીમારો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકેલ છે. નાના માછીમારો (ઓબીએમ બોટધારક)ને અપાતી કેરોસીન પર સહાય પણ આવી જ એક કલ્યાણકારી યોજના છે. જેના કારણે જિલ્લાના નાના માછીમારો સુધી સરકારની યોજનાનો સીધો લાભ પહોંચી રહ્યો છે અને આવી યોજનાઓના સચોટ અમલીકરણના ફળરૂપે દરિયાકાંઠાનો નાનો માછીમાર પણ આર્થીક રીતે સમૃદ્ધ બન્યો છે. વેરાવળ બંદર પણ માછીમારીનું મુખ્ય કેન્દ્ર છે જ્યાં મત્સ્યોદ્યોગનો અપાર વિકાસ થયો છે. જિલ્લામાં મત્સ્યોદ્યોગ વિભાગની અનેક યોજનાઓમાંની એક ઓબીએમ બોટધારક માછીમારોને કેરોસીન પર સહ...

ભાવનગરમાં હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત “શિલ્પ કલાના ક્ષેત્રમાં કારકિર્દી” વિષય પર વર્કશોપ યોજાયો હતો

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગરમાં હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત ઈતિહાસ વિભાગ શામળદાસ આર્ટસ કોલેજના ઉપક્રમે ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (SAPTI),ધ્રાંગધ્રા દ્વારા કલા ભવનમાં શિલ્પ કલાના ક્ષેત્રમાં કારકિર્દી વિષય પર વર્કશોપ યોજાયો હતો. આ કાર્યશાળાના અધ્યક્ષ અને કોલેજના આચાર્ય ડો. જયવંતસિંહ ગોહિલે વક્તાઓનું સ્વાગત કર્યું હતું. સાંપ્રત સમયમાં કલાના ક્ષેત્રનું વ્યવસાયિક મહત્વ વિશે માહિતી આપી હતી. ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ.લક્ષ્મણ વાઢેરે વક્તાઓ અને સંસ્થાનો પરિચય આપ્યો હતો. સાપ્તી સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશરફ નથવાણીએ સંસ્થાના વિવિધ અભ્યાસક્રમો અને વ્યવસાયિક તકોની ચર્ચા કરી હતી. સાપ્તીનાં પ્રોજેક્ટ મેનેજર પ્રદ્યુમનસિંહ ગોહિલે સંસ્થામાં નિ:શુલ્ક તાલિમ,રહેવા,જમવાની સુવિધા અને ગુજરાત સરકાર દ્વારા આર્થિક મદદની માહિતી આપી હત...

ભાવનગરમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે “એવરી ડે પ્લાન્ટેશન ડે” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગાર્ડન વિભાગ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના સહયોગ થી ૫૦૦ વિવિધ વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.  ભાવનગર અને આસપાસના વિસ્તારના લોકોમાં વિજ્ઞાન પ્રત્યે લાગણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોઘોગિક વિભાગના ગુજકોસ્ટ દ્વારા આર.એસ.સી ભાવનગરનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમા પાંચ અતિઆઘુનિક વિવિઘ ગેલેરીઓના માઘ્યમથી 'STEM' પ્રત્યે લોકોમાં જાણકારી અને રુચિ વઘારવા માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા અને આપણા જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજાવવા, વૃક્ષારોપણનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ ગાર્ડન વિભાગ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના સહયોગ થી ૫૦૦ વિવિધ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. યુવા પેઢ...

પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી મળી “પિતાતુલ્ય” સારવાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રાષ્ટ્રીયબાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઘોઘા તાલુકાના ચણીયાળા ગામમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ૧૧ વર્ષના પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા બાળકને જન્મ જાત હૃદયરોગની ખામી હતી. ત્યારે બાળકના કાકા અને પરિવારજનો ચિંતાતુર થઈ ગયા પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા ભાવનગરના ઘોઘા તાલુકાના ચણીયાળા ગામના બાળકનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે હ્યદયરોગથી પીડાતા આ પરિવારની મદદમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત કાર્યક્રમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આવ્યો છે. આ કાર્યક્રમ દ્વારા બાળકોની શારીરિક તપાસ કરવામાં આવે છે જેમાં બાળકની તમામ સ્વાસ્થ્યને લગતી બાબતો નોંધવામાં આવે છે. જેના આધારે આવાં ગંભીર પ્રકારનો રોગની પણ સારવાર નિ:શુલ્ક કરવામાં આવે છે આ કાર્યક્રમથી અનેક બાળકોની સારવાર શક્ય બની છે. આવી જ રીતે ઘોઘા તાલુકાના ચણીયાળા ગામે રહેતો ૧૧ વર્ષનો અનિલ કિશોરભાઇ વાઢ...

શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના 842 તાલીમાર્થીઓ સહિત રેન્જ IG એ   ધ્વજાપૂજા કરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ       પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના 842 ASI તાલીમાર્થીઓને પોલીસ વિભાગ દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરાવવાનું વિશેષ આયોજન કરાયું હતું. ઝેડ પ્લસ સિક્યુરિટી માં આવતું સોમનાથ મંદિર સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનું હોવાની સાથે કરોડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે તાલીમાર્થીઓ શ્રી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજામાં ભાગ લઈ શકે અને મંદિરની સુરક્ષા વ્યવસ્થા પણ સમજી શકે તેના માટે પોલીસ તંત્ર દ્વારા આ વિશેષ આયોજન કરાયું હતું. ત્યારે સોમનાથ ટ્રસ્ટ રેન્જ આઇ.જી અને પોલીસ વિભાગ સહિત 842 ભાવિ પોલીસ અધિકારીઓનું યજમાન બન્યું હતું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શ્રી સોમનાથ ટ્રસ્ટ આવનાર દરેક શ્રદ્ધાળુઓને પ્રેમ પૂર્ણ આતિથ્ય આપી રહ્યું છે. ત્યારે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ. ભવિષ્યના...
ભાવનગર શહેર/તાલુકાકક્ષા યુવા ઉસ્તવ સ્પર્ધા યોજાશે  

ભાવનગર શહેર/તાલુકાકક્ષા યુવા ઉસ્તવ સ્પર્ધા યોજાશે  

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર      યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરનાં ઉપક્રમે પ્રતિવર્ષ ભાવનગર ગ્રામ્ય વિસ્તારના કલાકાર યુવક યુવતીઓમાં રહેલી શક્તિને બહાર લાવવા અને તેના સ્વપ્નને સાકાર કરવાના ઉદેશ્ય સાથે તાલુકાકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા તેમજ ચાલુ વર્ષે ભાવનગર શહેરકક્ષાએ ઝોનકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધાનુ આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર દ્વારા હાથ ધરવામાં આવનાર છે. આ યુવા ઉત્સવ સ્પર્ધામાં અભ્યાસ કરતાં કે ન કરતા ૧૫ થી ૨૯ વર્ષની વય ધરાવતા યુવક-યુવતીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.   આપની શાળામાંથી ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓને પોતાના રસની સ્પર્ધા માટે જરૂરી પ્રેક્ટિસ કરવી તાલુકાકક્ષા ઝોનકક્ષાએ ભાગ લેવા માટે આ સાથે સામેલ પ્રવેશપત્રના નમૂના મુજબ તાલુકાકક્ષા તેમજ ઝોનકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધાના તાલુકા તેમજ ઝોન કન્વીનરની નિમણૂક કરવામાં આવેલ કન્વીનરને પ...
ભાવનગર જિલ્લામાં ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા તા.૧૦ થી ૧૪ જુલાઈ યોજાશે

ભાવનગર જિલ્લામાં ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા તા.૧૦ થી ૧૪ જુલાઈ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસ.એસ.સી ધોરણ - ૧૦ અને એચ.એસ.સી ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા- ૨૦૨૩ આગામી તારીખ ૧૦-૦૭-૨૦૨૩ થી તારીખ ૧૪-૦૭-૨૦૨૩ સુધી સવારના ૧૦:૩૦ કલાક થી સાંજના ૬:૩૦ કલાક દરમિયાન સવાર અને બપોર એમ બે સેશનમાં રાખવામાં આવેલ છે. ધો. ૧૦ માં ૧૭૯ બ્લોકમાં ૭૭૨૩ વિધાર્થીઓ, ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨૯ બ્લોકમાં ૫૭૧ વિધાર્થીઓ, ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૬૮ બ્લોકમાં ૨૦૩૦ વિધાર્થીઓ એમ કુલ ૨૭૬ બ્લોકમાં ૨૮ બિલ્ડિંગ ખાતે પરીક્ષા યોજાનાર છે. ભાવનગર જિલ્લામાં ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા યોજાવનાર છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી એસ.એ.પંડ્યા દ્વારા પરીક્ષા અંગે પૂર્ણ થયેલ અને આગામી દિવસોમાં થવાના કામ અંગે જાણકારી આપવામાં આવી હતી.  જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા દ્વારા જરૂરી ...

ભાવનગર જિલ્લાના પંચાયત આઈ.સી.ડી.એસ.ના સેજા કક્ષાએ મિલેટ્સમાંથી વિવિધ વાનગીઓનુ નિર્દેશન યોજાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મિલેટ્સ વર્ષ ૨૦૨૩ અંતર્ગત આજ રોજ ભાવનગર જિલ્લાના પંચાયત આઈ.સી.ડી.એસ. વિભાગના 64 સેજા કક્ષાએ મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓનુ નિર્દેશન રાખવામાં આવેલ હતું તેમા જીલ્લાના બધા જ આંગણવાડીના બહેનોએ ભાગ લીધો હતો. ભાવનગર જિલ્લાના પંચાયત આઈ.સી.ડી.એસ. વિભાગના 64 સેજા કક્ષાએ મિલેટ્સમાંથી બનતી વાનગીઓનુ નિર્દેશન રાખવામાં આવેલ જેમાં આંગણવાડીના બહેનોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલ અને આંગણવાડી વર્કરને પ્રોત્સાહિત કરવામા આવેલ હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો ભાઈઓ અને બહેનો પણ હાજરી આપી હતી જેમને બહેનો દ્વારા મિલેટ્સ નુ મહત્વ સમજાવવામાં આવેલ હતું....

કરેડા સબ સેન્ટરના છાંયા ગામે માધ્યમીક શાળામાં વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગો અંગે માર્ગદર્શન અપાયું

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર      મોરચંદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કરેડા સબ સેન્ટરના છાંયા ગામ ખાતે છાંયા માધ્યમીક શાળામાં વિધ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક બોર્ડ પર મેલેરિયા,ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વિશે IEC માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી પ્રસાદની માર્ગદશન હેઠળ જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી. બોરીચા, ડો. સુનિલભાઇ પટેલની સૂચનાથી તાલુકા હેલ્થ ઑફિસર ડો. સુફિયાનભાઇ લાખાણી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઇ પંડીતના દેખરેખ હેઠળ મોરચંદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કરેડા સબ સેન્ટરના છાંયા ગામ ખાતે છાંયા માધ્યમીક શાળા માં ઇલેક્ટ્રોનિક બોર્ડ પર મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વિશે IEC માર્ગદર્શન આરોગ્ય કાર્યકર સૂચિતભાઇ પરમાર દ્વારા આપેલ હતું. દર રવિવારે દસ મીનીટ ઘરમાં મચ્છરજન્યો રોગોથી બચવા માટેના પગલાઓ લેવા જેવી અનેક બાબતો પર ચર્...