હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
મિલેટ્સ વર્ષ ૨૦૨૩ અંતર્ગત આજ રોજ ભાવનગર જિલ્લાના પંચાયત આઈ.સી.ડી.એસ. વિભાગના 64 સેજા કક્ષાએ મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓનુ નિર્દેશન રાખવામાં આવેલ હતું તેમા જીલ્લાના બધા જ આંગણવાડીના બહેનોએ ભાગ લીધો હતો.

ભાવનગર જિલ્લાના પંચાયત આઈ.સી.ડી.એસ. વિભાગના 64 સેજા કક્ષાએ મિલેટ્સમાંથી બનતી વાનગીઓનુ નિર્દેશન રાખવામાં આવેલ જેમાં આંગણવાડીના બહેનોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલ અને આંગણવાડી વર્કરને પ્રોત્સાહિત કરવામા આવેલ હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો ભાઈઓ અને બહેનો પણ હાજરી આપી હતી જેમને બહેનો દ્વારા મિલેટ્સ નુ મહત્વ સમજાવવામાં આવેલ હતું.
