Tuesday, September 8News That Matters

શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના 842 તાલીમાર્થીઓ સહિત રેન્જ IG એ   ધ્વજાપૂજા કરી

હિન્દ ટીવી – ગુજરાતી, સોમનાથ

      પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના 842 ASI તાલીમાર્થીઓને પોલીસ વિભાગ દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરાવવાનું વિશેષ આયોજન કરાયું હતું. ઝેડ પ્લસ સિક્યુરિટી માં આવતું સોમનાથ મંદિર સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનું હોવાની સાથે કરોડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે તાલીમાર્થીઓ શ્રી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજામાં ભાગ લઈ શકે અને મંદિરની સુરક્ષા વ્યવસ્થા પણ સમજી શકે તેના માટે પોલીસ તંત્ર દ્વારા આ વિશેષ આયોજન કરાયું હતું. ત્યારે સોમનાથ ટ્રસ્ટ રેન્જ આઇ.જી અને પોલીસ વિભાગ સહિત 842 ભાવિ પોલીસ અધિકારીઓનું યજમાન બન્યું હતું.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શ્રી સોમનાથ ટ્રસ્ટ આવનાર દરેક શ્રદ્ધાળુઓને પ્રેમ પૂર્ણ આતિથ્ય આપી રહ્યું છે. ત્યારે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ. ભવિષ્યના પોલીસ અધિકારીઓના સમૂહને ભક્તિ પૂર્ણ દર્શન અનુભવ આપવા માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા અનુસાર. મુખ્ય પ્રવેશ દ્વારથી સ્વાગત કરીને તમામ તાલીમાર્થીઓને નૃત્ય મંડપથી મુખ્ય મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. સોમનાથ તીર્થના પુરોહિતો દ્વારા આવનાર તમામ તાલીમાર્થીઓને સોમનાથ મહાદેવનું ચંદન તિલક કરી આવકારવામાં આવ્યા હતા. ઉત્તમ દર્શન કરાવ્યા બાદ તમામ તાલીમાર્થીઓને ધ્વજા પૂજા માટે લઈ જવામાં આવ્યા હતા.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જુનાગઢ રેન્જ આઇ.જી મયંકસિંહ ચાવડા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહિત પોલીસ અધિકારીઓને સમગ્ર પોલીસ તંત્ર વતી ધ્વજા પૂજા કરાવવામાં આવી હતી. તમામ તાલીમાર્થીઓ આ પૂજાના સાક્ષી બને તેના માટે ટ્રસ્ટના લાઈટ એન્ડ સાઉન્ડ શો પવેલિયનમાં ધ્વજા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
     સમગ્ર કાર્યક્રમ દરમિયાન અવિરત વરસાદથી સ્વયં ઇન્દ્રદેવ સોમનાથ મહાદેવનો જલાભિષેક કરી રહ્યા હોય તેવું મનમોહક દ્રશ્ય સર્જાયું હતું. મહાદેવના દર્શન પૂજન અને ઇન્દ્ર દેવનો જિલ્લાભિષેક જોઈ તાલીમાર્થીઓ પણ શિવભક્તિમાં લીન થયા હતા અને હર હર મહાદેવ જય સોમનાથના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *