Tuesday, September 8News That Matters

ભાવનગર શહેર/તાલુકાકક્ષા યુવા ઉસ્તવ સ્પર્ધા યોજાશે  

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

     યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરનાં ઉપક્રમે પ્રતિવર્ષ ભાવનગર ગ્રામ્ય વિસ્તારના કલાકાર યુવક યુવતીઓમાં રહેલી શક્તિને બહાર લાવવા અને તેના સ્વપ્નને સાકાર કરવાના ઉદેશ્ય સાથે તાલુકાકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા તેમજ ચાલુ વર્ષે ભાવનગર શહેરકક્ષાએ ઝોનકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધાનુ આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર દ્વારા હાથ ધરવામાં આવનાર છે.

આ યુવા ઉત્સવ સ્પર્ધામાં અભ્યાસ કરતાં કે ન કરતા ૧૫ થી ૨૯ વર્ષની વય ધરાવતા યુવક-યુવતીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.

 

આપની શાળામાંથી ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓને પોતાના રસની સ્પર્ધા માટે જરૂરી પ્રેક્ટિસ કરવી તાલુકાકક્ષા ઝોનકક્ષાએ ભાગ લેવા માટે આ સાથે સામેલ પ્રવેશપત્રના નમૂના મુજબ તાલુકાકક્ષા તેમજ ઝોનકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધાના તાલુકા તેમજ ઝોન કન્વીનરની નિમણૂક કરવામાં આવેલ કન્વીનરને પોતાની એન્ટ્રી મોકલી આપવાની રહેશે. તાલુકાકક્ષાએ તેમજ ઝોનકક્ષાએ પ્રથમ વિજેતા સ્પર્ધક ટીમ જિલ્લાકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધામાં ભાગ લેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *