Tuesday, September 8News That Matters

બાગાયત ખાતાની અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત એક દિવસીય કિચન ગાર્ડન અંગેની તાલીમ યોજાશે

હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર

ભાવનગર જિલ્લાનાં તમામ શહેરીજનોને જણાવવાનું કે, મદદનીશ બાગાયત નિયામક (કેનીંગ), નાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગર દ્વારા ૧૮ થી ૫૫ વર્ષના તમામ તાલીમાર્થીઓ માટે બાગાયત ખાતાની અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત એક દિવસીય વિનામુલ્યે કિચન ગાર્ડન અંગેની તાલીમ અંગેનું આયોજન કરેલ છે. જે તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ૩૦ થી ૪૦ રહેશે તેમજ આ તાલીમ હેઠળ કિચન ગાર્ડન, ન્યુટ્રીશનલ ગાર્ડન, હાઇડ્રોપોનિકસ, માઇક્રોગ્રીન્સ તથા પેરી અર્બન હોર્ટીકલ્ચર વગેરે જેવા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવાનું હોય તો, તાલીમમાં લાભ લેવા માંગતા તમામ તાલીમાર્થીઓએ તા.:૩૦/૦૭/૨૦૨૩ સુધીમાં કચેરી ખાતે જરૂરી ડોક્યુમેંટ જેવા કે ચુંટણી કાર્ડ, આધારકાર્ડની નકલ સાથે રૂબરૂ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

વધુ માહિતી માટે મદદનીશ બાગાયત નિયામક(કેનીંગ), નાયબ બાગાયત નિયામકની કચેરી, સરકારી ટેકનિકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરએ સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.

ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *