Saturday, September 5News That Matters

Gujarat

જામનગર કલેક્ટરએ હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી

જામનગર કલેક્ટરએ હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, જામનગર     જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ શરૂ થતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી જામનગર જિલ્લામાં વિવિધ 8 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં બીએલઓ દ્વારા ઘર-ઘર જઈ એન્યુમરેશન ફોર્મની કામગીરી કરવામાં આવી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં બીએલઓ દ્વારા ઘર-ઘર જઈ એન્યુમરેશન ફોર્મની કામગીરી કરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, દાહોદ       ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૨૮ ઑક્ટોબર, ૨૦૨૫ મતદારયાદી શુદ્ધ અને ત્રુટિરહિત બનાવવા અર્થે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.     દાહોદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તમામ બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને મતદારોને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લામાં ERO-133 ગરબાડા દ્વારા અભલોડ ગામ ખાતે ગ્રામજનોને SIR બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ EF FORM કઈ રીતે ભરવું તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા....
મોરબી જિલ્લામાં હળવદ અને મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરાયો

મોરબી જિલ્લામાં હળવદ અને મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મોરબી     સરકાર દ્વારા મગફળીના પાકને ટેકાના ભાવે ખરીદવામાં આવનાર છે. જેના ભાગરૂપે મોરબીમાં મોરબી અને હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે રૂ.૧૪૫૦ પ્રતિ કિલોગ્રામ ના ભાવે ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને હેક્ટરદીઠ વધુમાં વધુ ૧૨૫ મણ જથ્થાની ખરીદી કરાશે. ખેડૂતોને પોતાની મગફળી કેન્દ્રો પર લાવવા એક દિવસ અગાઉ SMS દ્વારા જાણ કરવામાં આવશે. દરેક ખેડૂતોને વિનંતી કે પોતાનો જથ્થો સાફ કરીને લાવે જેથી વેચાણ કેન્દ્ર ખાતે ગુણવત્તા માટેની વ્યવસ્થા જળવાઈ રહે. ઉપરાંત મગફળી સુકવીને લાવવી જેથી મગફળી સરકારના ધારા ધોરણ મુજબ આવે. જિલ્લામાં મગફળીનું અંદાજિત વાવેતર ૭૨ હજાર હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. જેમાંથી અંદાજિત ૨૬ હજાર ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવેલ છે. ટેકાના ભાવે મગફળી વેચવા ઉભા કરવામાં આવેલા જિલ્લાના વેચાણ કેન્દ્રો ખાતે સીસીટીવી, pos મશીન વજન કાંટો, ...
જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરે ખારવા ગ્રામ પંચાયતની મુલાકાત લઇ રેકર્ડ ચકાસણી કરી

જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરે ખારવા ગ્રામ પંચાયતની મુલાકાત લઇ રેકર્ડ ચકાસણી કરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર     જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના ખારવા ગામે ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. તેઓએ રેકર્ડ ચકાસણી કરી લગત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ વેરા વસુલાત, ડીજીટલ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા, દબાણો દુર કરવા તથા ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ મળે તે પ્રકારે કામગીરી કરવા લગત અધિકારીઓને જણાવ્યું હતું.  ત્યારબાદ કલેક્ટરએ ગ્રામજનો સાથે મુલાકાત કરી તેઓની રજૂઆતો સાંભળી લગત અધિકારીઓને જરૂરી કામગીરી કરવા તથા ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ લાવવા કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેઓની આ મુલાકાત દરમિયાન ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે લગત અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા....
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ભુજ ખાતે ‘રન ફોર યુનિટી’ યોજાશે

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ભુજ ખાતે ‘રન ફોર યુનિટી’ યોજાશે

Gujarat
રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૫ હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ       સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં ભુજ ખાતે ૩૧ ઓક્ટોબર,૨૦૨૫ના રોજ સવારે ૮.૦૦ કલાકે આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની ઉજવણીને લઈને આજરોજ કચ્છ કલેક્ટર આનંદ પટેલે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડીને નાગરિકો, એનજીઓ, સરકારી સંસ્થાઓને સહભાગી બનાવવા જણાવ્યું હતું.       આર.ડી.વરસાણી ખાતેથી રન ફોર યુનિટીને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે. આ પ્રસંગે મહાનુભાવો અને સહભાગીઓ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કરશે. આ રન ફોર યુનિટીના આયોજનમાં ભુજ નગરપાલિકા, શાળાઓ-કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી કચેરીઓ, એનજીઓ વગેરે સામેલ થશે. ...
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવાયા

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવાયા

Gujarat
રાષ્ટ્રીય એકતા દિવસ હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના સન્માનમાં દર વર્ષે તા.૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ અન્વયે સમગ્ર દાહોદ જિલ્લાની વિવિધ કચેરીઓ સહિત દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે પણ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણની ઉપસ્થિતિ હેઠળ આઈ.સી.ડી.એસના કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લીધા હતા....
ડાંગ જિલ્લાની મોટરીંગ પબ્લિકને પસંદગીના નંબરો મેળવવાની તક

ડાંગ જિલ્લાની મોટરીંગ પબ્લિકને પસંદગીના નંબરો મેળવવાની તક

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ      ડાંગની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા, જિલ્લાની મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી અર્થે ઓનલાઇન RE-AUCTION શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત મોટર સાયકલ, ટ્રાન્સપોર્ટ વાહનો તથા મોટરકારના નંબર માટે GJ30E, GJ30F, GJ30C GJ30T, GJ30P તથા GJ30A સીરીઝમા ગોલ્ડન/સિલ્વર નંબર માટે REAUCTION શરૂ કરવામા આવેલ છે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનુ રજીસ્ટ્રેશન કરાવી, ઓનલાઇન http/fancy.parivahan.gov.in પર રજીસ્ટ્રેશન કરી REAUCTION મા ભાગ લઇ શકે છે.  આ માટે (૧) તા. ૧૦/૧૧/૨૦૨૫ થી ૧૨/૧૧/૨૦૨૫ ના રોજ REAUCTION માટેનુ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવા અને એપ્લીકેશન કરવાની રહેશે. (૨) તા. ૧૨/૧૧/૨૦૨૫ થી ૧૪/૧૧/૨૦૨૫ના રોજ AUCTION માટેનુ BIDDING OPEN થશે. (૩) હરાજીનું પરિણામ તારીખ ૧૪/૧૧/૨૦૨૫ પછી કરવામાં આવશે. હરાજી માટેની શરતો.  વાહન માલિકે સૌ પ્રથમ...
પાક સંરક્ષણના પ્રાકૃતિક ઉપાયો અને કપાસની સફળ ખેતી માટે ખેડૂતો માટે ખાસ માર્ગદર્શન

પાક સંરક્ષણના પ્રાકૃતિક ઉપાયો અને કપાસની સફળ ખેતી માટે ખેડૂતો માટે ખાસ માર્ગદર્શન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ    ભારતની કૃષિ અર્થવ્યવસ્થામાં કપાસનું એક મુખ્ય સ્થાન છે, જેને "સફેદ સોનું" પણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ ખેડૂતો માટે એક ક્રાંતિકારી પગલું છે, પરંતુ શરૂઆતમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને, જમીનમાં સેન્દ્રિય કાર્બન ઓછો હોવાથી પાક પર રોગ અને જીવાત આવી શકે છે. તો ચાલો જાણીએ, આ પરિસ્થિતિમાં રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર, કઈ રીતે ઘરગથ્થુ ઉપચારથી પાકનું રક્ષણ કેવી રીતે કરવું. નવા ખેડૂતો માટે પડકારો અને તેના નિવારણ: શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીમાં આવતા ખેડૂતોને પાક પર રોગ-જીવાતનો હુમલો વધારે જોવા મળી શકે છે. આના નિયંત્રણ માટે, ખેડૂતો નિમાસ્ત્ર, સૂંઠાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અને અગ્નિઅસ્ત્ર જેવા પ્રાકૃતિક જંતુરોધકોનો ઉપયોગ કરી શકે છે. આ જંતુરોધકો બનાવવા માટે, લીમડો, ધતુરો, આંકડો, ગળો, અને સીતાફળી જેવી વનસ્પતિઓને ગૌમૂત્રમાં ભેળવીને ઉપયોગ...
મોરબી જિલ્લામાં ૧ નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

મોરબી જિલ્લામાં ૧ નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, મોરબી      હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી ૦૧/૧૧/૨૦૨૫ સુધી મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી  કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત ર...
આગામી તા.2 નવેમ્બર થી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા હેતુ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે તૈયારીઓ પુર્ણ કરી

આગામી તા.2 નવેમ્બર થી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા હેતુ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે તૈયારીઓ પુર્ણ કરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જૂનાગઢ      આગામી તા. 2 નવેમ્બર થી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમામાં લાખો યાત્રિકોની સુરક્ષા અને સેવા જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે તૈયારીઓ પુર્ણ કરી છે. ખાસ કરીને પીવાનું શુદ્ધ પાણી, ઈમરજન્સીમાં સારવાર અને સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત ગિરનારની પરિક્રમા રહે તે માટે જિલ્લા તંત્રએ યાત્રિકોના સહકાર સાથે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.  કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં ગિરનારની લીલી પરિક્રમામાં જુદી જુદી કામગીરીમાં જોડાયેલા વિવિધ વિભાગો કચેરીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં રૂટ નિરીક્ષણ દરમિયાન ધ્યાનમાં આવેલા મુદ્દા તેમજ યાત્રિકોને પરિક્રમા દરમિયાન મુશ્કેલી ન પડે અને સારી રીતે પરિક્રમા યોજાય તે માટે વિવિધ સુવિધા પર જે તે ડિપાર્ટમેન્ટની તૈયારીની વિગતો જાણીને માર્ગદર્શન આપવા...