Sunday, February 15News That Matters

મજીવાણા સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા રોપા–ધરુ પર ૫૦% એટસોર્સ સહાય

હિન્દ ટીવી-ગુજરાતી, પોરબંદર

યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ખેડુતોએ જરૂરી પ્લાંટીંગ મટીરીયલનો ઓર્ડર અગાઉથી બિયારણ સાથે મજીવાણા સેન્ટર ખાતે નોંધાવી દેવાનો રહેશે.

     બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ખેડુતોને ગુણવત્તાસભર પ્લાંટીંગ મટીરીયલ વ્યાજબી દરે મળે અને શરૂઆતના વાવેતર ખર્ચમાં રાહત મળે તે હેતુસર પ્લાંટીંગ મટીરીયલ પર એટસોર્સ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.

     આ યોજના અંતર્ગત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ, મજીવાણા ખાતે ઉત્પાદિત ફળ ઝાડના રોપા તેમજ ખેડૂતના ઓર્ડર મુજબ તૈયાર થનારા રીંગણા, ટામેટા અને મરચાના ધરુ ઉપર મૂળ કિંમત રૂ. ૧ પ્રતિ ધરું ઉપર ૫૦% જેટલી સહાય આપવામાં આવશે. આ સહાય મહત્તમ રૂ. ૫,૦૦૦/- પ્રતિ લાભાર્થી મર્યાદામાં ઉપલબ્ધ છે.

     આથી ચાલુ રવિ સીઝન દરમ્યાન આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ખેડુતોને પોતાને જરૂરી પ્લાંટીંગ મટીરીયલનો ઓર્ડર અગાઉથી બિયારણ સાથે મજીવાણા સેન્ટર ખાતે નોંધાવી દેવાનું રહેશે.

નોંધણી સમયે ખેડુતોએ ૭/૧૨ તથા ૮-અ નકલ,આધાર કાર્ડ(બે નકલમાં),અનુસૂચિત જાતિ/જનજાતિ/દિવ્યાંગતાનુ પ્રમાણપત્ર (લાગુ પડતા કિસ્સામાં) દસ્તાવેજો સાથે રજૂ કરવાના રહેશે.

યોજનાનો લાભ વધુમાં વધુ ખેડુતો મેળવે તે માટે બાગાયત વિભાગે અપીલ કરી છે. વધુ વિગતો માટે

સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ, મજીવાણા

મામાદેવના મંદીર સામે, પોરબંદર–ખંભાળીયા હાઈવે

પિન,૩૬૦૫૯૦ અને ૦૨૮૬-૨૨૭૫૪૪૧ નંબર પર સંપર્ક કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *