હિન્દ ટીવી – ગુજરાતી, વલસાડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ખેડૂતો સાથે આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર વિક્રમભાઈ માહલા, એગ્રી આસિસ્ટન્ટ કલ્પેશ ચૌધરી અને માર્કેટિંગ સલાહકાર યોગેશ પટેલે જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ ઘટક હેઠળ હાલોલની પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.
જેમાં ડો. વિક્રમ શિયાલ આસિસ્ટન્ટ રિસર્ચ સાયન્ટીસ્ટ અને મહેન્દ્ર મેવાડા જુનિયર રિસર્ચ ફેલો એ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો (૧) બીજામૃત (૨)જીવામૃત (૩) આચ્છાદન (૪) વાફસા (૫) મિશ્રપાક અને વિવિધ અસ્ત્રો વિષે ખેડૂતોને માહિતી આપી અને મોડેલ ફાર્મની વિઝીટ કરાવી હતી. પ્રાકૃતિક ખેતીને લગતા પ્રશ્નો અંગે કપરાડા તાલુકાના ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી.
