Sunday, February 15News That Matters

હિંમતનગર બગીચા વિસ્તાર ખાતે બે દિવસીય સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું

હિન્દ ટીવી – ગુજરાતી, હિંમતનગર 

      લોખંડી પુરુષ સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે “સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ” અંતર્ગત હિંમતનગર ટાવર ચોક બગીચા વિસ્તાર ખાતે બે દિવસીય સ્વદેશી મેળાનું ધારાસભ્ય વી.ડી.ઝાલાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના અભિયાનને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાના હેતુસર આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 

 જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત કાર્યરત સ્વસહાય જૂથો દ્વારા સ્વ ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ અને પ્રદર્શન હેતુ બે દિવસીય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ તાલુકાના કુલ ૧૫ સ્વસહાય જૂથો દ્વારા સ્વ ઉત્પાદિત ચીજ વસ્તુઓના સ્ટોલ કરવામાં આવ્યા છે.

આ સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, નગર પાલિકા પ્રમુખ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે પી પાટીદાર, નગરપાલિકા સદસ્યઓ, , તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *