Saturday, September 5News That Matters

Gujarat

પ્રાકૃતિક ડાંગ જિલ્લાના ખેડૂતોને ખેતી માટે બારે માસ પાણી મળી રહે તે આવશ્યક – પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ

પ્રાકૃતિક ડાંગ જિલ્લાના ખેડૂતોને ખેતી માટે બારે માસ પાણી મળી રહે તે આવશ્યક – પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અગ્રેસર થયેલા ડાંગ જિલ્લાની પ્રાકૃતિક ખેતીની ગરિમાને અનુરૂપ પરિણામલક્ષી કામગીરીની હિમાયત કરતા ડાંગના પ્રભારી મંત્રી નરેશભાઇ પટેલે સો ટકા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમા પ્રવૃત્ત કરવાના લક્ષ સાથે, કાર્યવાહી હાથ ધરવાની અપીલ કરી હતી. ડાંગ જિલ્લાના જુદા જુદા વિભાગોના ઉચ્ચાધિકારીઓની એક બેઠકને સંબોધતા આદિજાતી વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે, પ્રાકૃતિક ખેતીના લાંબા ગાળાના ફાયદાઓની સમજ સાથે, તમામે તમામ ખેડૂતો તેમા જોડાઈ તેવા વાતાવરણનુ નિર્માણ કરવા સાથે, ચોમાસા આધારિત ખેતી ઉપરાંત રવિ પાકમા પણ ડાંગના ખેડૂતોને ખેતી અર્થે પૂરતુ પાણી મળી રહે તે માટે, મધ્યમ કદના ડેમ બનાવી, વહી જતા વરસાદી નીરને રોકીને તેનો સદુપયોગ કરવાની દિશામા પણ, કાર્યવાહી હાથ ધરવાની અપીલ કરી હતી. મંત્રી પાણીના અભાવે વિકાસથી વંચિત રહી જતા પ્રજાજનોની ભાવિ પેઢી માટે જળસંચય એ ખૂબ જ જરૂરી છે તેમ જ...
જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ સાયન્સ સેમિનાર 2022 નુ આયોજન કરાશે

જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ સાયન્સ સેમિનાર 2022 નુ આયોજન કરાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ        દર વર્ષ મુજબ આ વર્ષે પણ નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ મ્યુઝિયમ-કોલકત્તા, નહેરુ સાયન્સ સેન્ટર-મુંબઈ, તથા ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગાંધીનગર દ્વારા "નિરંતર વિકાસ માટે બુનિયાદી વિજ્ઞાન: પડકાર અને સંભાવના" વિષય પર, નેશનલ સાયન્સ સેમિનારનુ આયોજન કરેલ છે. જે વિજ્ઞાન સંબંધિત વિષય પર યોજવામા આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓની ક્ષમતાને બહાર લાવવાનો છે. આ કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત રાજ્ય દ્વારા દરેક જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ સેમિનારનુ આયોજન કરવાનુ વિચારેલ છે. જે પ્રથમ તબક્કે જિલ્લા કક્ષાએ,અને તે પછી રાજ્ય કક્ષાના સેમિનારનુ આયોજન કરવામા આવશે. ડાંગ જિલ્લા ખાતે તારીખ 27/09/2022 મંગળવારના રોજ સવારે 10:30 વાગ્યે, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,આહવા ખાતે આયોજન કરેલ છે. ડાંગ જિલ્લાના ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓ ભાગ લે તેવુ આહવાન કોઓર્ડીનેટર...
દેશભક્તિના ગીતો સાથે રજૂ થનાર ગુજરાતનો સૌથી મોટો મલ્ટી મીડિયા શો

દેશભક્તિના ગીતો સાથે રજૂ થનાર ગુજરાતનો સૌથી મોટો મલ્ટી મીડિયા શો

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી - ભાવનગર          વીરાંજલિ કાર્યક્રમમાં નાટક સ્વરૂપે દેશભક્તિ અને અવનવાં દેશભક્તિના ગીતો સાથે મલ્ટી મોડિયા શો રજૂ કરવામાં આવશે. તેમાં ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ તેમજ રાજગુરુના જીવનની ઝાંખી બતાવવામાં આવશે. આ કાર્યક્રમ માટે તદ્દન નવા દેશભક્તિ ગીતોની રચના કરાઇ છે. જેને કિર્તીદાન ગઢવી, દિવ્યા કુમાર, ઓસમાણ મીર, ગીતા રબારી તયા ભૌમિક શાહે સ્વર આપ્યો છે. તેમજ રાહુલ મુંજારીયાએ એકદમ ફ્યુઝન સાઉન્ડ ટ્રેક પર સંગીતબદ્ધ કર્યા છે. ’વીરાંજલિ’ ડ્રામાને દિગ્દર્શક વિરલ રાચ્છે ડિરેક્ટ કર્યું છે તથા અંકુર પઠાણે કોરિયોગ્રાફી કરેલ છે. સમગ્ર ઇવેન્ટ ધ વિઝ્યુલાઇઝરના સી.ઇ.ઓ. જીતેન્દ્ર બાંધણીયા દ્વારા કો-ઓર્ડિનેટ કરવામાં આવી છે. સાંઇરામ દવેએ સમગ્ર સ્ક્રીપ્ટ લખી છે. તથા તેઓ સૌ પ્રથમવાર આ ડ્રામામાં અભિનય કરી રહ્યાં છે. ’વિરાંજલિ’ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી યુવાનો માટે સવિશેષ રૂપે તૈયા...
રાષ્ટ્રભક્તિને અનોખી રીતે રજૂ કરતો મેગા મ્યુઝિકલ ડ્રામા “વીરાંજલિ”

રાષ્ટ્રભક્તિને અનોખી રીતે રજૂ કરતો મેગા મ્યુઝિકલ ડ્રામા “વીરાંજલિ”

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  રમતગમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ’આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આઝાદીનો રક્તનિતરતો વયસ્પર્શી ઇતિહાસ રજૂ કરતો ગુજરાતનો સૌ પ્રથમ મેગા મ્યૂઝિકલ ડ્રામા વીરાંજલિ આ માત્ર ડ્રામા નથી પરંતુ એક એક્સપીરીયન્સ છે. ઉપસ્થિત પ્રત્યેક શ્રોતાને હૃદયથી ભીંજવે અને આજના યુવાનને દેશભક્તિની સાચી દિશા ચિંધે છે. આપણો દેશભક્તિ ક્યાંકને ક્યાંક સીઝનલ થઈ રહી છે. વતન માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોના બલિદાનને ગુજરાતના ઘરઘરમાં ગુંજતા કરવાના આશયથી આ વીરાંજલિ મલ્ટી મીડિયા શોનું આયોજન થયેલ છે. યુવાનોને ગમે અને ગળે ઉતરે એવી શૈલીમાં અત્યાધુનિક સ્ટેજ અને સ્ક્રીન પ્લે સાથેના, વીરાંજલિ સમિતિ, પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત આ વિરાંજલિ કાર્યક્રમ ગુજરાતના વિવિધ શહેરોમાં રજૂ કરાશે. દેશ માટે ફાંસીના તખ્તા પર ચડનારા ભગતસિંહ - સુખદેવ અને રાજ્યગુરુના જીવન અને કવન...
લાખો ની કિંમતના એલ્યુમિનિયમ વાયરોની ચોરીનો સંયુકત રીતે ભેદ ઉકેલતી કાલાવડ ટાઉન પોલીસ અને એલસીબી જામનગર

લાખો ની કિંમતના એલ્યુમિનિયમ વાયરોની ચોરીનો સંયુકત રીતે ભેદ ઉકેલતી કાલાવડ ટાઉન પોલીસ અને એલસીબી જામનગર

Gujarat
હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ ખાતે આવેલ એલ્યુમિનિયમ વાયરના ગોડાઉનમાં ગત પાંચ દિવસ અગાઉ લાખોના એલ્યુમિનિયમ વાયરોની ચોરી થવા પામી હતી અને આ લાખોની ચોરીનો ભેદ કાલાવડ ટાઉન પોલીસ અને જામનગર એલસીબી દ્વારા ગણતરીના દિવસોમાં ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જોકે આ ચોરીના કેસમાં હજી બે આરોપીઓ પોલીસ પકડથી દૂર હોય કાલાવડ પોલીસ આ બે આરોપીઓની પકડવા તપાસનો દોર અન્ય જિલ્લાઓમાં કરી રહ્યું હોવાનું સુત્રો પાસેથી માહિતીઓ પ્રાપ્ત થવા પામી રહી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત તારીખ ૧૫-૦૮-૨૦૨૨ ના રોજ કાલાવડ ખાતે આવેલ બાલંભડી રોડ પર હરેશભાઈ બુસા ઓના ગોડાઉન માંથી ૨૫૦૦ કિલો જેટલો એલ્યુમિનિયમ વાયર અને નવા એલ્યુમિનિયમ વાયર આશરે ૧૫૦૦ કિલો જેની કિંમત કુલ ૪.૦૦.૦૦૦/- (અંકે ચાર લાખ) રૂપિયા થવા પામી હતી. આ અંગે હરેશભાઈ બુસાએ તારીખ ૧૫-૦૮-૨૦૨૨ ના રોજ કાલાવડ ટાઉન પોલીસ મથકે આ અંગે ચોરીની ફ...
કચ્છ જિલ્લાની સહકારી સંસ્થાઓ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, સભાસદો “હર ઘર તિરંગા” અભિયાનમાં ઉત્સાહથી ભાગ લેશે

કચ્છ જિલ્લાની સહકારી સંસ્થાઓ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, સભાસદો “હર ઘર તિરંગા” અભિયાનમાં ઉત્સાહથી ભાગ લેશે

Gujarat
"હર ઘર તિરંગા" હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તા:-૧૩/૦૮/૨૦૨૨ થી તા.૧૫/૦૮/૨૦૨૨ સુધી “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાની સહકારી સંસ્થાઓ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ ઉત્સાહપૂર્વક ભાગ લે એવું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, કચ્છ દ્વારા સહકારી સંસ્થાઓ સાથે વિશાળ પ્રમાણમાં સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો, સભાસદો "હર ઘર તિરંગા" કાર્યક્રમમાં ભાગ લેશે. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા તેની તમામ ૭૫૦ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના દૂધ કલેકશન સેન્ટર પર, કચ્છ જિલ્લા સહકારી મધ્યસ્થ સહકારી બેંકની તમામ ૧૯ બ્રાંચ અને ૪૩૪ સેવા સહકારી મંડળીઓ પર તેમજ સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી, વ્યવસ્થાપક કમિટીના સભ્યો દ્વારા પોતાની સહકારી મંડળી, પોતાના ઘર પર આ સમયગાળા દરમિય...
રાજકોટ ખાતે પૂજા હોબી સેન્ટર આયોજીત મલ્ટી ટેલેન્ટ શો – ૨૦૨૨ યોજાયો

રાજકોટ ખાતે પૂજા હોબી સેન્ટર આયોજીત મલ્ટી ટેલેન્ટ શો – ૨૦૨૨ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ ગત રોજ રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે પૂજા હોબી સેન્ટર આયોજીત મલ્ટી ટેલેન્ટ શો - ૨૦૨૨ ના સંચાલક શ્રીમતી પુષ્પાબેન રાઠોડ દ્વારા યોજવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ જેની શુભ શરૂઆત આરતી થી શરુ કરી ફેન્સી ડ્રેસ, મોડલિંગ, આલુ કા ચાલુ, રાધે રાધે, સામી સામી, સુપર કિડ્સ, ડ્યુટ સિકવેન્સ, ચક દે ઇન્ડિયા, બમ બમ બોલે, કોરોના - કોરોના, તારા રમ પમ પમ, આર્ટિસ્ટિક ગ્લાઈડ, ચક ધૂમ ધૂમ, તારે આસમાન કે, તંબાકુ, બેટીયાં, એરોબિક જેમનાસ્ટિક, બ્રાઇડલ ફેશન વોક, જુમ્બા, આર યુ રેડી, જૂને રે ગોરી, સુપર કિડ્સ જુનિયર, ઢોલા રે ઢોલા તેમજ મમ્મી ડેડી વગેરે સ્પર્ધાઓ યોજાય હતી. આ મલ્ટી ટેલેન્ટ શો - ૨૦૨૨ સ્પર્ધામાં તાલુકા, રાજ્ય તેમજ નેશનલ - ઇન્ટરનેશનલ લેવલના બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા માં તમામ વિજેતાઓને પૂજા હોબી સેન્ટર દ્વારા શિલ્ડ અને સર્ટિફિકેટ આપી વિજેતાઓનું સન્માન કરવામાં આવ...
દીવ ખાતે ‘પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ’ યોજાયો….

દીવ ખાતે ‘પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ’ યોજાયો….

Gujarat
દીવ નાં મેયરશ્રી હેમલતાબેન સોલંકી અને શ્રી જવાહરભાઈ ચાવડા નાં અધ્યક્ષતા માં 'પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ' યોજાયો.. હિન્દ ન્યૂઝ, દીવ સમગ્ર સાઉથ એશિયામાં પત્રકારોના હિત માટે કાર્ય કરતી અને ડૉ. સીમાબેન પટેલ દ્વારા સંચાલિત 'સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન' દ્વારા ગત તા. ૨૭ જુલાઈ નાં રોજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે દીવના મેયરશ્રી હેમલતાબેન સોલંકી અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા નાં અધ્યક્ષતામાં અને મુખ્ય મહેમાનો એવા ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા કારોબારી સભ્ય અને સેંટ ગાર્ગી સ્કુલ ના સંસ્થાપક આચાર્ય શ્રીમતી રમાબેન હેરભા, સુભાષ એકેડમી નાં સંચાલક અને જવાહરભાઈ ચાવડા નાં ધર્મ પત્ની શ્રીમતી મીતાબેન ચાવડા, દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફાઉન્ડેશન નાં ચેરમેનશ્રી નિરંકર એન.તિવારી, એહવાલ ન્યુઝ નાં તંત્રીશ્રી અને સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ નાં અધ્યક્ષ શ્રી સુરેશભાઈ પરમાર, જીતુભાઈ સોમપુરા ની ઉપસ્થિ...
શિશુવિહાર સંસ્થા દ્વારા શ્રી એસ.કે. વિદ્યામંદિર શાળા ખાતે ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ

શિશુવિહાર સંસ્થા દ્વારા શ્રી એસ.કે. વિદ્યામંદિર શાળા ખાતે ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી - ભાવનગર ભાવનગરનાં શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર કાંતિસેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શહેર એસ.કે. વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર સંસ્થા દ્વારા ૭૫ વિદ્યાર્થીઓ માટે પાંચમી આપત્તિ નિવારણ (ફર્સ્ટ એઇડ તાલીમ) યોજાઈ હતી. હરેશભાઈ ભટ્ટ, કમલેશભાઈ વેગડ તથા કરણભાઈ ઠાકોર દ્વારા ઇમર્જન્સી મેથડ, સ્ટેચર, પાટા, ફર્સ્ટ એઇડ, દોરડાની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ અને પ્રાથમિક સારવાર અંગેની સમજનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને શિશુવિહાર તરફથી બાળ આરોગ્ય સૂત્ર પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી. શાળાનાં આચાર્ય બ્રિજરાજભાઇ ડોડિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન નિકુલભાઇ મહેતા તથા રાજુભાઈ મકવાણાએ કર્યું હતું....
પાલીતાણાના જાળીયા અમરાજી કેન્દ્રવતી શાળામાં વિદ્યાર્થીઓને પ્રેરણા માટેનો અનોખો પ્રયોગ

પાલીતાણાના જાળીયા અમરાજી કેન્દ્રવતી શાળામાં વિદ્યાર્થીઓને પ્રેરણા માટેનો અનોખો પ્રયોગ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  પાલીતાણા તાલુકાના જાળીયા અમરાજી કેન્દ્રવર્તીમાં દેશના વિવિધ મહાનુભાવોના ફોટા નીચે અસીસો મૂકીને તેમના ફોટોની નીચે ‘આમાં તમે પણ હોઇ શકો છો’ ના લખાણ દ્વારા બાળકોને પ્રેરણાં આપવાં માટેનો અનોખો પ્રયાસ કરવામાં આવે છે. આવાં જ એક ઉપક્રમમાં દેશના યંગેસ્ટ આઇ.પી.એસ. અને રાજ્યના યુવાઓમાં રોલ મોડલ તરીકે જાણીતા અને ભાવનગરમાં જ અત્યારે એ.એસ.પી. તરીકે કાર્યરત સફીન હસનનો વર્દીવાળો ફોટો મૂકીને જો તમે દિલથી અભ્યાસ કરશો તો તમે પણ તે બની શકો છો તેવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજે આઇ.પી.એસ. સફીન હસનનો જન્મદિવસ છે ત્યારે શાળાના આચાર્ય યુનુસખાન બલોચ અને શિક્ષક મિત્રો દ્વારા અનોખી રીતે વિદ્યાર્થીઓને મોટીવેટ કરવાં અને તેમાંથી વિદ્યાર્થીઓ પ્રેરણા લે માટે મહાપુરુષોની ઓળખ અને પ્રેરણા માટે ફોટો પ્રોજેક્ટ શાળામાં મૂકવામાં આવ્યો છે. આ રીતે શાળામાં મહાનુભાવોના ...