ખેતરમાં ઉગાડેલ બિનઅધિકૃત લીલા ગાંજાના છોડ નંગ. ૮૭૮, કિ.રૂા.૧,૪૫,૬૮,૦૦૦/- જેટલી મોટી રકમનો મોટો જથ્થો ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર
અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ તરફથી ગુજરાતમાં નશીલા પદાર્થની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારૂ એન.ડી.પી.એસ. એકટ હેઠળની કામગીરી કરવા સ્પેશીયલ ડ્રાઇવ રાખવામા આવેલ હોય જે અનુસંધાને સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ આપેલ જરૂરી સુચના અને માર્ગદર્શન અનુસંધાને જે.પી.મેવાડા I/C પોલીસ ઇન્સ્પેકટર, નાઓએ છોટા ઉદેપુર જિલલાના મધ્ય પ્રદેશની બોર્ડર ઉપર ડુંગરાડ અને અંતરીયાળ વિસતારના ગામોમાં ખાનગી બાતમીદારોથી અને જાતેથી વોચ તપાસમાં રહેવા જણાવેલ હતુ જે અનુસંધાને જે.પી.મેવાડા I/C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. છોટાઉદેપુર તથા ડિ.એચ. વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.ઓ.જી.છોટાઉદેપુર નાઓ એસ.ઓ.જી. પોલીસ...

