Saturday, September 5News That Matters

Gujarat

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાનનું સ્વપ્ન સાકાર કરતા માલણકા ગામના હિંમતભાઈ ગોહિલ

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાનનું સ્વપ્ન સાકાર કરતા માલણકા ગામના હિંમતભાઈ ગોહિલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લાના માલણકા ગામના હિંમતભાઈ ગોહિલ ને કાચા મકાનમાંથી પાકું મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મળતા તેઓ ખુશખુશાલ થયા છે. માલણકા ગામના હિંમતભાઈ લક્ષ્મણભાઈ ગોહિલે જણાવ્યું હતું કે અગાઉ તેવો કાચા મકાનમાં રહેતા હતા આથી તેમને ઉનાળામાં અને શિયાળામાં ખૂબ જ તકલીફ પડતી હતી. આ ઉપરાંત ચોમાસામાં ક્યારેક ભારે વરસાદની પરિસ્થિતિમાં તેમને બીજાના ઘરે આશરો લેવો પડતો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કાચું મકાન હોવાને લીધે શૌચાલય માટે પણ બહાર જવું પડતું હતું જ્યારે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકી છત વાળું મકાન બનતા દરેક ઋતુમાં તેઓને રક્ષણ મળશે તેમ જ પાકા ઘરમાં જ શૌચાલય બનાવવામાં આવ્યું છે. હિંમતભાઈ એ સરકાર નો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો કે પાકું મકાન બનતા પોતાનું ઘર નું મકાન બનાવવાનું સ્વપ્ન સાકાર થયું છે....
આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે તળાજાના મુખ્યમાર્ગ સહિત અન્ય વિસ્તારોમાં સફાઇની કામગીરી હાથ ધરાઇ

આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે તળાજાના મુખ્યમાર્ગ સહિત અન્ય વિસ્તારોમાં સફાઇની કામગીરી હાથ ધરાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આગામી પ્રજાhસત્તાક પર્વની ભાવનગરની જિલ્લાકક્ષાની ઉજવણી તળાજામાં થવા જઇ રહી છે જે અન્વયે તળાજાના મુખ્ય માર્ગો તેમજ તળાજાનાં શહેરી વિસ્તારના વોર્ડ વાઇઝ વિશેષ ખાસ પ્રકારની સફાઈ ઝુંબેશ ની શરૂઆત કરવામાં આવેલ છે જે અંતર્ગત સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તળાજાની સફાઇની કામગીરી માટે તમામ સાત વોર્ડની અંદર સફાઈ માટે ખાસ સુપરવાઈઝર ની નિમણૂક કરવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી કે.જે.પટેલ મારફતે પણ વોર્ડ વાઇઝ સફાઈની રોજે રોજ માહિતી મેળવી રીવ્યુ કરવામાં આવે છે. આ માટે સફાઈ વિભાગની સાથે સાથે વોટરવર્ક તેમજ બાંધકામ શાખાના માણસોને પણ આ કાર્યક્રમની અંદર લગાવવામાં આવ્યા છે જેમાં બે જેસીબી ત્રણ ટ્રેક્ટર અને એક ટેમ્પો સાથે રાખીને કામગીરી કરવામાં આવે છે. વધુમાં શહેરના જાહેર માર્ગો જેવા કે ગોપનાથ રોડ અને ગૌરવ પથ પર તેમજ શાકમાર્ક...
ભાવનગરમાં ગ્રામ વિકાસની યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે વર્કશોપ યોજાયો

ભાવનગરમાં ગ્રામ વિકાસની યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે વર્કશોપ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે સર્કિટ હાઉસ, વાઘાવાડી રોડ, ભાવનગર ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સ્વચ્છ ભરત મિશન (ગ્રામીણ) યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) યોજના, એન. આર. એ. એમ. યોજના તેમજ મનરેગા યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત ભાવનગર પ્રમુખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ, તાલુકા વિકાસ અધિકારી પી. કે. રાવત ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાવનગર તાલુકામાંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યઓ, તાલુકા પંચાયતના સભ્યઓ, સરપંચઓ, તલાટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત બ્યુરો ચીફ: ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)  ...
અનુસુચિત જનજાતીનાં શિક્ષિત તાલીમાર્થીઓ માટે ભોજન તથા શિક્ષણ પુરૂ પાડવા અંગે ભાવો મંગાવાયા

અનુસુચિત જનજાતીનાં શિક્ષિત તાલીમાર્થીઓ માટે ભોજન તથા શિક્ષણ પુરૂ પાડવા અંગે ભાવો મંગાવાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સરકારનાં ગૃહ વિભાગનાં હુકમથી આપવામાં આવેલ આદેશ મુજબ અનુસૂચિત જનજાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સરકાર દ્વારા આયોજીત હેતુલક્ષી તાલીમનો લાભ મેળવી પગભર થઇને સમાજના મુખ્ય પ્રવાહમાં આમેલ થઇ શકે તેમજ પોલીસ, લશ્કર, બી.એસ.એફ., આર.એ.એફ., સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી તથા સરકારનાં અન્ય વિભાગની ભરતી થવાની/જોડાવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતા પુર્વક પસાર કરી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે આવા બાળકોને તાલીમ આપવા માટે દિન -૩૦ નો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ તાલીમ માટે ઉમેદવારને સવારનો ચા-નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રીનુ ભોજન માટેની વ્યવસ્થા માટે રૂ.૨,૮૮,૦૦૦/-ની મર્યાદામાં ભોજન પુરૂ પાડવા માટે રસ ધરાવતી વ્યક્તિ/સંસ્થાઓએ પોતાના ભાવ પત્રક દિન-૩ માં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે બંધ કવરમાં મોકલી આપવાના રહેશે. આ તાલીમ માટે ઉમેદવારોને શૈક્ષણિક વ...
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા ખાતે કલેકટરની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા ખાતે કલેકટરની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, પંચમહાલ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા ક્લેક્ટર સુજલ મયાત્રાની અઘ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી. ગ્રામસભામાં રેણા અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને યોજનાકીય બાબતો અને પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ સભામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પ્રાંત અધિકારી શહેરા, મામલતદાર, ગામના સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ તમામ અધિકારીઓએ તેમના વિભાગને લગતી યોજનાઓની માહિતી લોકોને આપી હતી. કલેકટર દ્વારા ગ્રામ લોકો સાથે સંવાદ સાધી પુરવઠા, પાણી, શિક્ષણ, રસ્તા,વૃધ્ધ પે...
સિટિઝન પરસેપ્શન સર્વેમાં ભાગ લેવા જાહેર જનતાને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની હાર્દિક અપીલ

સિટિઝન પરસેપ્શન સર્વેમાં ભાગ લેવા જાહેર જનતાને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની હાર્દિક અપીલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ ભારત સરકારના અર્બન આઉટકમ મિશન ૨૦૨૨ અંતર્ગત સિટિઝન પરસેપ્શન સર્વેનું આયોજન કરવામાં આવેલ છે. આ સર્વે વેબસાઈટના માધ્યમથી હાથ ધરવામાં  આવેલ છે. આ સર્વેમાં નાગરિકો પાસેથી પ્રાપ્ત થનાર અભિપ્રાય શહેરના ભાવિ વિકાસ માટે ખુબ જ મૂલ્યવાન બની શકશે, તેમ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું. તેમણે વિશેષમાં એમ જણાવ્યું હતું કે, આ સર્વેનો હેતુ શહેરીજનોને મળતી સુવિધાઓ તેમજ અસુવિધાઓનો અંદાજ મેળવવાનો છે. આ સર્વેના પરિણામો ભવિષ્યમાં આવનારી પરિયોજનાઓનો પાયો બની શકે એમ હોય તમામ નાગરિકો આ સર્વેમાં ભાગ લઇ પોતાની નાગરિક ફરજ નિભાવે તે રાજકોટના વિકાસના હિતમાં છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ સર્વેમાં  પૂછવામાં આવતા  દરેક પ્રશ્નોના જવાબ ચોક્કસપણે સચોટ આપવા તમામ શહેરીજનોને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. આ સર્વેમાં ભાગ લેવા માટે નાગરિકો પોતાના મોબા...
શેત્રુંજય ગીરીરાજ જૈન તીર્થ ઉપર આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના પૂજારીની હંગામી નિમણૂક માટે અરજી મંગાવવામાં આવી

શેત્રુંજય ગીરીરાજ જૈન તીર્થ ઉપર આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના પૂજારીની હંગામી નિમણૂક માટે અરજી મંગાવવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર શેત્રુંજય ગીરીરાજ જૈન તીર્થ ઉપર આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના પુજારીની હંગામી ધોરણે નિમણૂંક કરવાની કાર્યવાહી કરવા સરકારના ગૃહ વિભાગ તરફથી રચવામાં આવેલ ટાસ્ક ફોર્સની તા.૧૭/૦૧/૨૦૨૩ ની બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે. સબબ, સનાતન વૈદિક ધર્મ અનુસાર શિવપુજાના જાણકાર પુજારીશ્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. નિલકંઠ મહાદેવ મંદિર શેત્રુંજય ગીરીરાજ ઉપર દૈનિક ધોરણે પુજા કરવા ઈચ્છુક વ્યક્તિઓએ તા.૨૧/૦૧/૨૦૨૩ સુધીમાં પોતાના ફોટોગ્રાફ સહિતના બાયોડેટા સાથેની અરજી સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, પાલીતાણાની કચેરી ખાતે રજુ કરવાની રહેશે, તા .૨૧ / ૦૧ / ૨૦૨૩ ના રોજ સાંજના ૦૬:૧૦ કલાક બાદ રજુ થયેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં તેમ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ પાલિતાણાની યાદીમાં જણાવાયું છે. ગુજરાત બ્યુરો ચીફ: ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)...
ઝડપી-આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વધુ એક કદમ

ઝડપી-આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વધુ એક કદમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત,  ભાવનગર રાજ્ય સરકારે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કર્યા બાદ પ્રથમવાર આ ૩ ડ્રાફટ ટી.પી મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલે અલંગની જે ૩ ડ્રાટ ટી.પી મંજૂર કરી છે તેમાં ડ્રાફટ ટી.પી સ્કીમ નં.૧ ત્રાપજ, સ્કીમ નં. ર મહાદેવપર-કઠવા અને સ્કીમ નં-૩ અલંગ-મણાર –કઠવા ની સ્કીમ સમાવિષ્ટ છે. આ ડ્રાફટ ટી.પી સ્કીમને મુખ્યમંત્રીની મંજૂરી મળતાં હવે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ થશે. એટલું જ નહિ, આંતરમાળખાકીય સવલતો પ્રાપ્ત થવાથી નાગરિકોના ઇઝ ઓફ લિવીંગમાં પણ વૃદ્ધિ થશે. અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની આ ત્રણેય ડ્રાફટ ટી.પી માં કુલ ર૧.૧૪ હેક્ટર્સ જમીન આર્થિક રીતે નબળા વર્ગના (EWS) લોકોના આવાસો માટે સંપ્રાપ્ત થવાની છે અને કુલ ૧૮,૯૦૦ EWS આવાસો અહિં નિર્માણ થઇ શકશે. અમદાવાદ મહાનગરપાલિકાની જે ૪ પ્રિલીમીનરી ટી.પી મંજૂર કરવામાં આવી છે તેમાં ટી.પી સ્કીમ નં. ...
જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષાનાં પ્રવેશ પત્રો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે

જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષાનાં પ્રવેશ પત્રો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષાનાં પ્રવેશ પત્રો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા, જી.ભાવનગર ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષા આગામી તા.૧૧/૦૨/૨૦૨૩ ના રોજ યોજાનાર પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવનાર તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઉક્ત પરીક્ષાના પ્રવેશ પત્રો નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ www.navodaya.gov.in અથવા www.nvsadmissionclassnine.in પરથી છે. પ્રવેશ પત્રો ડાઉનલોડ કરી શકાશે તેમ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા જણાવાયું છે. ગુજરાત બ્યુરો ચીફ: ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)...
શિહોરનાં આંબલા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે તા. ૧૮ અને ૧૯ જાન્યુઆરીનાં રોજ ઝોનકક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાશે

શિહોરનાં આંબલા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે તા. ૧૮ અને ૧૯ જાન્યુઆરીનાં રોજ ઝોનકક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભાવનગર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા આયોજિત પ્રાથમિક તથા માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું ઝોન કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ ટેકનોલોજી અને રમકડાની થીમ પર તા. ૧૮ અને ૧૯ જાન્યુઆરીના રોજ ભાવનગર જિલ્લાનાં શિહોરનાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે યોજાશે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના મધ્યમ દ્વારા ભાવનગર જિલ્લાનાં વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ વિષયમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી ઝોન કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાશે જેમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગરનાં બાળ વૈજ્ઞાનિકો ભાગ લેશે. કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, ઉદ...