ભાવનગરમાં જ્ઞાનમંજરી શાળામાં “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાયો
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર
ભાવનગર શહેરમાં જ્ઞાનમંજરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સવારે ૧૧-૦૦ કલાકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવનગર દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વર્ચયુલ જોડાઈને પરીક્ષા સંદર્ભે સીધો સંવાદ કર્યો હતો.
આ કાર્યક્રમનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની તમામ શાળાઓમાં આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના પ્રશ્નોના સરળ, સચોટ અને પ્રેરણાદાયક ઉત્તર આપ્યા હતા. આ સંવાદમાં ક્રિકેટના રસપ્રદ ઉદાહરણો દ્વારા વડા...

