હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેકટ શાખા દ્વારા ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી ઈન્સ્ટીટયુટ ગાંધીનગરના સહયોગથી રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત શાળા નં.૧૦ હોસ્પિટલ ચોક પાસે આવેલ ડોર્મીટરી ખાતે ઘરવિહોણા બહેનો તથા સખી મંડળના બહેનો માટે તા.૦૭/૦૯/૨૦૨૨ થી તા.૦૯/૧૧/૨૦૨૨ સુધી બે માસ માટે ઈકોફ્રેન્ડલી બેગ મેકિંગ તાલીમ વર્ગ યોજવામાં આવેલ હતો. આ તાલીમ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના માટીકામ કલાકારી બોર્ડના તાલીમ માસ્ટર દ્વારા આપવામાં આવેલ હતી જેમાં વિવિધ પ્રકારનાં કાપડ માંથી અલગ અલગ પ્રકારની બેગો બનાવવાની તાલીમ આપવામાં આવેલ હતી. આ તાલીમમાં ૧૮ વર્ષથી ૪૦ વર્ષની વય જૂથના ૨૫ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવેલ હતી. જેમાં તમામ રો મટીરીયલ તથા તાલીમ લેનાર તમામ લાભાર્થીઓને માસિક રૂપિયા ૨૫૦૦/- મુજબ બે માસના પ્રતિ તાલીમાર્થી દીઠ રૂ.૫૦૦૦/- મુજબ ૨૫ તાલીમાર્થીઓને બેંક એકાઉન્ટમાં કુલ રૂ.૧,૨૫,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પચીસ હજાર પુરા સ્ટાઇપેન્ડ રૂપે તાજેતરમાં જમા કરવામાં આવેલ છે.

સમગ્ર તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાયબ કમિશનર સી.કે.નંદાણી તથા સહાયક કમિશનર એચ.આર. પટેલના માર્ગદર્શન હેઠળ આસિ.મેનેજર કાશ્મીરા ડી.વાઢેર દ્વારા જહેમત ઉઠાવી હતી.

