Saturday, September 5News That Matters

રાજકોટમહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા વિવિધ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ 

   રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૧૨-૨૦૨૨ ના રોજ ચીફ ફાયર ઓફીસ આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) રેટીના હોસ્પિટલ, આમ્રપાલી અન્ડર બ્રીજ પાસે, (૨) પરમ હોસ્પિટલ, મવડી ચોકડી પાસે, (૩) જી.ટી.શેઠ હોસ્પિટલ, જામટાવર પાસે (૪) સેલસ હોસ્પિટલ, રૈયા રોડ (૫) ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ (૬) માહી ન્યુ બોર્ન કેર હોસ્પિટલ, પંડિત દીનદયાળ મેઇન રોડ, (૭) નક્ષકિરણ હોસ્પિટલ, કોઠારીયા રોડ રણૂંજા મંદિર પાસે, (૮) ઓલમ્પસ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ (૯) સારથી હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

            ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન વિવિધ ૯ (નવ) હોસ્પિટલોમાં ડોકટર તથા નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર એ.કે.દવે,  એફ.આઇ.લુવાની, આર.એ.જોબણ, એમ.કે.જુણેજા, એ.બી.ઝાલા, આર.એ.વિગોરા, એચ. પી. ગઢવી, ઇન્ચાર્જ સ્ટેશન ઓફીસર આર.પી.જોષી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *