હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯થી દેશના તમામ ખેડુતોને વાર્ષિક રૂ.૬૦૦૦/- (દર ચાર મહિને રૂ.૨૦૦૦/-)ની આર્થિક સહાય પી.એમ.કિસાન સન્માનનિધિ યોજના દ્વારા આપવામાં આવે છે. આ માટે તા.૦૧/૦૨/૨૦૧૯ ની સ્થિતિએ જે ખેડુત ખાતેદાર હોય તેને આ યોજના માટે લાયક ઠેરવવામાં આવેલ છે.
હાલમાં ખેડુતોને અપાતી આ રક્મ સમયસર મળે છે અને જેતે ખેડુતને જ મળે તે ખરાઇ કરવા ના હેતુથી અને આ ચુકવણાની તમામ પધ્ધતિઓ આધાર બેઝ્ડ થાય તેવા બેવડા હેતુથી ભારત સરકાર દ્વારા આ યોજનાનો લાભ લેતા તમામ લાભાર્થીઓનું ફરજીયાત “આધાર e-KYC” અને “આધાર સીડિંગ” કરાવવું ફરજીયાત છે. આ કામગીરીને પુર્ણ કરવાની આખરી તારીખ કેંદ્ર સરકાર દ્વારા તા.૩૧/૧૨/૨૦૨૨ નક્કી કરેલ છે. તા.૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં જે ખેડૂતોનું “e-KYC” પુર્ણ થયેલના હોય તેવા ખેડૂતોને યોજના હેઠળનો હવે પછીના હપ્તા જમા કરવામાં આવશે નહિં. આથી, જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટ આધાર સાથે સીડીંગ કરવામાં આવેલ ન હોય તે તમામ લાભાર્થીઓનું “આધાર સીડીંગ” થાય તે માટે પી.એમ. કિસાન સન્માનનિધિ યોજનાના લાભાર્થીએ પોતાનુ એક્ટીવ બેંક ખાતા સાથે જે તે બેંકમાં રૂબરૂ જઈ અને આધાર સિડિંગ/આધાર લિંક કરાવવુ અનિવાર્ય છે. અન્યથા સમયમર્યાદામાં બેંક ખાતા સાથે આધાર સિડિંગ કરાવેલ નહિ હોય તેવા લાભાર્થીઓને આગામી હપ્તો મળવાપાત્ર થશે નહીં
વધુ વિગતો માટે જે તે ગામના ગ્રામસેવક/વી.સી.ઈ/CSC કેન્દ્રના પ્રતિનિધિનો સંપર્ક કરવા માટે જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
