જી.જી. હોસ્પિટલ ખાતે ‘એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ અવેરનેસ પ્રોગ્રામ’ની ઉજવણી કરવામાં આવી
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ
જામનગર તા.૨૦ ડિસેમ્બર, જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગત તા. ૧૯ ડિસેમ્બરના રોજ 'એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ અવેરનેસ પ્રોગ્રામ'ની ઉજવણી કરવામાં આવી હતી. જી.જી. હોસ્પિટલ વોર્ડના વડાઓ, રેસિડન્ટ્સ, સ્ટાફ નર્સ દ્વારા દર્દીઓને 'એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ અવેરનેસ પ્રોગ્રામ' અંગે સમજણ તેમજ તબીબી સૂચનો આપી શકાય તે માટે પેમ્ફલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ સ્તરે પ્રખ્યાત સંસ્થા 'WHO' દ્વારા આરોગ્યલક્ષી અભિગમ અપનાવી એન્ટિબાયોટિકસની અસરકારકતા જાળવવા માટે મનુષ્યો અને પ્રાણીઓમાં એન્ટિબાયોટિકસના ઉપયોગ માટે ઓપ્ટિમાઇઝેશન પ્રોસેસને સમર્થન આપે છે. જો કે, અમુક કિસ્સામાં એન્ટિબાયોટિકસ બિન-અસરકારક બની રહી છે. તેના કારણો જોઈએ તો દર્દીઓને વધુ પ્રમાણમાં એન્ટિબાયોટિકસ આપવી, દર્દી જો વચ્ચેથી સારવાર લેવાનું બંધ કરી દે, હોસ્પિટલોમાં સ્વચ્છતાનો અભાવ, ચેપ નિયંત્રણમાં અભાવ, પશુ અને માછલી ...
