Sunday, February 15News That Matters

બોરના માધ્યમથી બનતી દુર્ઘટનાઓ અટકાવવા અને તકેદારીના પગલા લેવા જાહેરનામું

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

    રાજયમાં ભૂગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો દ્વારા પાણીના બોર બનાવવામાં આવે છે અને આવા બોર નકામા બનતા તે બોર પ્રત્યે બોરના માલીક દ્વારા પુરતી કાળજી નહી લેવામાં આવતા અને બોર ખુલ્લાં મુકી દેવાના કારણે નાના બાળકો તેમાં પડી જતા મૃત્યુ પામવાના બનાવો બને છે. આથી આવી ગંભીર ઘટનાઓ નિવારવા તેમજ તકેદારીના પગલા લઈ શકાય તે માટે ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયા દ્વારા  જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

    આ જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સબંધિત વિભાગની મંજુરી મેળવી તે અંગેની ખાતરી જમીન માલીકબોરવેલ માલીક તથા બોર બનાવનાર એજન્સીએ સબંધિત પોલીસ અધિકારીને કરાવવાની રહેશે.

   તેમજ બોરવેલ બનાવ્યા બાદ કોઈ જાનહાનિ થાય નહી અથવા બોરવેલમાં કોઈ બાળકઅન્ય વ્યકિત કે જાનવર પડીન જાય તેમજ કોઈપણ પ્રકારનો અકસ્માત ન સર્જાય તે અંગેના તમામ તકેદારીના પગલા જેવા કેબોરને ફરતી મજબુત ફેન્સીંગ વાડફરતી મજબુત દિવાલ કરવાની /કરાવવાની રહેશે. તેમજ આમ છતા અનઅધિકૃત રીતે કે ચોકકસ સુચનાઓનું પાલન કરવામાં ન આવે તો બોર બનાવનારબોર માલીકન જમીન માલીક સામે સુરક્ષા વ્યવસ્થાનું યોગ્ય પાલન ન કરવા તેમજ બેદરકારી દાખવવા બાબતે કાયદાકીય સબંધીત જોગવાઈઓ મુજબ કાયદેસરના પગલાં સબંધીત પોલીસ સ્ટેશનના અધિકારીઓએ લેવાના રહેશે.

   જુના તથા બંધ પડેલ અથવા અવાવરૂ જગ્યા હોય તેવા બોરવેલના માલીકો /જમીન માલીકોએ પણ ઉપરોકત પરત્વે તકેદારીના પગલાં લેવા ફરમાન  કરવામાં આવ્યુ છે.બાબતે કાળજી રાખવાની રહેશે. આ જાહેરનામુ તા.૨૨/૧૨/૨૦૨૨થી ૬૦ દીવસ સુધી અમલમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *