Sunday, February 15News That Matters

શ્રી સોમનાથ મંદિરમાં શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાના 200 થી વધુ સંતોએ દર્શન,અભિષેક અને ધ્વજારોહણ કર્યું

હિન્દ ટીવી – ગુજરાતી, સોમનાથ

કુંભ મેળો પૂર્ણ થયે શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાના સંતો દ્વારા હરિદ્વાર થી સોમનાથ પ્રવાસ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારે 200 થી વધુ સંતો હરહર મહાદેવના નાદ અને ૐ નમઃ શિવાયના જાપ કરતા શ્રી સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંતોને સુખરૂપ દર્શન થઈ શકે તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. સંતોને શ્રી સોમનાથ મંદિર પરિસરમાં સ્થિત સંકીર્તન હોલ ખાતે પૂજારી શ્રી દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન સાથે ધ્વજા પૂજા કરાવવામાં આવી હતી. ત્યારબાદ સર્વે સંતોએ સોમનાથ મહાદેવના દર્શન અને જલાભિષેક કર્યા હતા.

 સોમનાથ મંદિરમાં સ્વહસ્ત ધ્વજારોહણ સેવા નો લાભ લઈને સંતોએ પોતાના હસ્તે ધ્વજાને મંદિરના શિખર સુધી પહોચાડેલ અને સ્વહસ્તે ધ્વજારોહણ નો આનંદ પામ્યા હતા. સોમનાથ મંદિર પરિસરમાં મહામૃત્યુંજય મંત્રના પાઠ સાથે સંતોએ દેશ અને વિશ્વના કલ્યાણ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *