Saturday, September 5News That Matters

Gujarat

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામની તારીખો જાહેર

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામની તારીખો જાહેર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર તા. 4 મેના રોજ ધોરણ 12ના વિજ્ઞાન, વાણિજ્ય અને સામાન્ય પ્રવાહની સાથે ગુજકેટ (GUJCET)નું પરિણામ પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. તા. 6 મેના રોજ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે. પરીક્ષાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર ઓનલાઇન જોઈ શકશે, વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મેસેજ કરીને વિદ્યાર્થીઓ મોબાઇલ પર જ પરિણામ મેળવી શકશે....
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓલપાડના જીણોદ ગામની શાળામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કર્યા યોગ અને પ્રાણાયામ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓલપાડના જીણોદ ગામની શાળામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કર્યા યોગ અને પ્રાણાયામ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓલપાડ તાલુકાના જીણોદ ગામની શાળામાં રાત્રિવિશ્રામ કર્યા બાદ ઊઘડતી સવારે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ખાતે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલએ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નિયમિત યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે....
યુક્રેન અને રશિયન એમ્બેસીના ડેલિગેટ્સે સુરતમાં ધ્યાન સત્રમાં ભાગ લીધો

યુક્રેન અને રશિયન એમ્બેસીના ડેલિગેટ્સે સુરતમાં ધ્યાન સત્રમાં ભાગ લીધો

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, સુરત      વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત; યુક્રેન અને રશિયન એમ્બેસીના ડેલિગેટ્સે સુરતમાં ધ્યાન સત્રમાં ભાગ લીધો. VGRC અંતર્ગત અરબિંદો ઇન્ટિગ્રલ લાઈફ સેન્ટર દ્વારા સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી અલગ અલગ બેચમાં મુલાકાતીઓ માટે નિ:શુલ્ક ધ્યાન સત્રનું આયોજન કરાયું; અત્યાર સુધી 200 જેટલા મહેમાનોએ આ ધ્યાન સત્રની મુલાકાત લીધી. VGRC દરમિયાન તારીખ પાંચ સુધી સૌ કોઈ માટે અલગ અલગ બેચમાં ધ્યાન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે....
ઓલપાડના જીણોદ ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ

ઓલપાડના જીણોદ ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ઓલપાડ     સુરત જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ દિવસની રાત્રીએ 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ' અંતર્ગત ઓલપાડ તાલુકાની જીણોદ ગામ પંચાયતના પટાંગણમાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત ગામ અને શિક્ષણ ઉપર ભાર મુક્યો હતો.              આ પ્રસંગે રાજ્યપાલએ ગામની સમરસતા અને એકતાના વાતાવરણની પ્રશંસા કરતા જણાવ્યું કે, જો પરિવારમાં સ્નેહ, એકતા અને ભાઈચારો હોય તો તે ધરતી પરનું સ્વર્ગ છે. જીણોદ ગામ અન્ય ગામ કરતા કઈ રીતે આદર્શ ગામ બને તે અંગે જણાવ્યું કે, સફાઈ અને પર્યાવરણની રક્ષા કરવામાં ક્યારેય શરમ અનુભવવી જોઈએ નહીં. પર્યાવરણની રક્ષા અને સફાઈ કરનારા હંમેશા મહાન હોય છે. વૃક્ષોનું જતન અને માવજત કરવી આપણી ફરજ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામનું અભિયાન વે...
વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સુરત: દક્ષિણ ગુજરાત

વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સુરત: દક્ષિણ ગુજરાત

Gujarat
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં 'ઉચ્ચ મૂલ્ય ધરાવતી ઝીંગા, મત્સ્ય ઉત્પાદન અને નિકાસલક્ષી વૃદ્ધિ માટે દક્ષિણ ગુજરાતમાં ટકાઉ ખારા પાણીના મત્સ્ય ઉછેરને વેગ' વિષય પર સેમિનાર યોજાયો હિન્દ ટીવી-ગુજરાતી, સુરત    ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)ના બીજા દિવસે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં 'ઉચ્ચ મૂલ્ય ધરાવતી ઝીંગા, મત્સ્ય ઉત્પાદન અને નિકાસલક્ષી વૃદ્ધિ માટે દક્ષિણ ગુજરાતમાં ટકાઉ ખારા પાણીના મત્સ્ય ઉછેરને વેગ' વિષય પર સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.    સેમિનારમાં મંત્રીએ જણાવ્યું કે, આપણા રાજ્યમાં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માછીમારોને 'સાગરખેડૂઓ' તરીકેનું બિરુદ આપ્યું હતું. અને સન્માનની સાથે જ મત્સ્ય ઉદ્યોગને વેગ આપવા આવા માછી ઉદ્યોગકારો માટે વિવિધ યોજન...
વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત

વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત

Gujarat
MSME કોન્ક્લેવમાં વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને આત્મનિર્ભર ભારત પર વિચાર મંથન હિન્દ ટીવી - ગુજરાતી, સુરત     સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત “વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ”ના બીજા દિવસે યોજાયેલ MSME કોન્ક્લેવમાં “ઉત્પાદકતા અને સ્પર્ધાત્મક વૈશ્વિક માર્ગો” વિષય પર કેન્દ્રિત ચર્ચા સત્ર યોજાયું હતું. આ સત્રમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવા, ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થાને ગતિ આપવાના માર્ગો તથા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં MSME સેક્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. સત્ર દરમિયાન વિવિધ ક્ષેત્રના વિષય નિષ્ણાંતો દ્વારા MSME સેક્ટરના વિકાસ માટેના વિવિધ આયામો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમિત ધારવાએ MSME માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ, જરૂરી ફોર્માલિટી, નીતિઓ, ડિજિટાઇઝેશન અને સિંગલ વિન્ડો સિસ્ટમ અંગે વિગતવાર માહિતી આપી હ...
‘સહકારથી સમૃદ્ધિ’ @ VGRC સુરત

‘સહકારથી સમૃદ્ધિ’ @ VGRC સુરત

Gujarat
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહકાર ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજી અને ગ્રીન એનર્જીના સમન્વય પર મંથન કરાયું હિન્દ ટીવી - ગુજરાતી, સુરત     સુરત સ્થિત ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (દક્ષિણ ગુજરાત ઝોન) ના દ્રિતીય દિવસે રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્ય ઉધ્યોગ, પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને વેલ્યુ એડિશન, ગ્રીન એનર્જી અને એક્સપોર્ટ સ્કોપ્સ ઈન કો.ઓપરેટીવ સેક્ટર ઓફ ગુજરાત વિષય પર મંથન કરાયું. આ પ્રસંગે નાયબ દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા અને ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.                    આ અવસરે પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, ગુજરાત સહકારની પવિત્ર ભૂમિ છે અને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલું નવું 'સહકાર મંત્રાલય' આ ક્ષેત્રમાં નવી ઉર્જાનો સંચાર કર...
વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ બીજો દિવસ: દક્ષિણ ગુજરાત

વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ બીજો દિવસ: દક્ષિણ ગુજરાત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત     સ્થિત ઓરો યુનિ. ખાતે યોજાયેલી VGRCના બીજા દિવસે ગ્રીન એનર્જી રિચ ગ્રીડ:સિસ્ટમ પ્લાનિંગ અને ઇન્ટિગ્રેશન-વિષય પર પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલ અને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.            ગ્રીન એનર્જી રિચ ગ્રીડ વિષયક સેમિનારમાં ખાસ કરીને ઉર્જા ક્ષેત્રે બદલાતા સમય સાથે વધતી પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને તેના વિવિધ સ્વરૂપો વિશે ચર્ચા કરવામાં આવી હતી. ભારતમાં વર્ષ ૨૦૭૦ સુધી અને ગુજરાતમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં 'નેટ-ઝીરો' ઉત્સર્જન હાંસલ કરવાના ધ્યેય અને તેને પરિપૂર્ણ કરવાના આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૪૭ સુધી ઉર્જા સ્વતંત્રતા અને ટકાઉ વિકાસના મિશન સાથે મોટા પાયે ઉર્જા પરિવર્તનના આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી.             સાથે જ પરિસંવાદમાં હાજર નિષ્ણાં...
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સુરતમાં રૂ.૩.૫૩ લાખ કરોડના ૨૭૯૨ એમ.ઓ.યુ. થયા: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સુરતમાં રૂ.૩.૫૩ લાખ કરોડના ૨૭૯૨ એમ.ઓ.યુ. થયા: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત    ઓરો યુનિવર્સિટીમાં તા.૧ અને ૨ મે દરમિયાન આયોજિત બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- દક્ષિણ ગુજરાત'નું આજે સમાપન થયું. આ કોન્ફરન્સ દરમિયાન રૂ.૩,૫૩,૩૦૬ લાખ કરોડના ૨૭૯૨ એમ.ઓ.યુ. થયા હોવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કરી હતી.            આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ સમાપન સત્રમાં જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ દ્વારા દક્ષિણ ગુજરાતના વિકાસ માટે જે પાયો નંખાયો છે, તેનાથી આ પરિક્ષેત્ર આગામી સમયમાં મોટી આર્થિક છલાંગ લગાવવા તૈયાર થયો છે એમ જણાવી શ્રી નડ્ડાએ ગુજરાતની આર્થિક તાકાતને બિરદાવતા ઉમેર્યું કે, ગુજરાત દેશની કુલ જીડીપીમાં ૮% ફાળો આપે છે. મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં ૧૭%, મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં ૨૭% અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાત ૪૦% હિસ્સો ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુ...
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની ઉપસ્થિતિમાં‘ઇનેબલિંગ ગુજરાત સર્ક્યુલર ટ્રાન્ઝિશન’ વિષય પર સેમિનાર યોજાયો

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની ઉપસ્થિતિમાં‘ઇનેબલિંગ ગુજરાત સર્ક્યુલર ટ્રાન્ઝિશન’ વિષય પર સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત     વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીની ઉપસ્થિતિમાં ‘Enabling Gujarat's Circular Transition: Policies, Partnerships and Pathways’ વિષય પર સેમિનાર યોજાયો હતો. વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, બદલાતા સમયમાં કચરો એ હવે સમસ્યા નહીં, પણ ‘રિસોર્સ મટીરિયલ’ છે. ઘરેલું કચરો પણ હવે એનર્જી ઉત્પન્ન કરવા માટેના સ્રોતના રૂપમાં ઉપયોગી બની રહ્યો છે. સર્ક્યુલર ઇકોનોમીના માર્ગે ચાલી રાજ્ય સરકાર પર્યાવરણ જાળવણીની સાથે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલી રહી છે....